Tuesday, 24 September 2019

‘ગુર્જર’ શબ્દ પહેલ વહેલો છઠ્ઠી સદીમાં આવ્યો


ગુર્જરશબ્દ પહેલ વહેલો છઠ્ઠી સદીમાં આવ્યો

સોલંકી વંશના રાજવીઓ અર્વાચીન ગુજરાતના શરૂઆતના સમયમાં ગુજરાતના વિકાસના તબક્કામાં કેન્દ્ર સ્થાને રહ્યા છે. ગુજરાતના ઇતિહાસના વિવિધ પાસાઓ તપાસતા સોલંકી વંશના આદ્યસ્થાપક મૂલરાજદેવનો સમયગાળો સૌથી અગત્યનો જણાય છે. સમય અલગ અલગ રાજાઓના વિવિધ રજવાડા અને એમની સરહદો જુદી જુદી હતી. અનેક રાજાઓના રજવાડાઓમાં મુળભૂત કેટલીક સમાનતા હતી. તેમાં સૌથી અગત્યની બાબત હતી કે, બધા રાજાઓ ક્ષત્રિય જાતીના વંશજ હતા. એમણે ઇસવીસન ૫૫૦થી ૭૦૦ વચ્ચે ગુર્જર દેશમાં રાજ કર્યું. આબુ પર્વતને પ્રદેશની ધરીરૂપ ગણાવામાં આવે છે.
વખતના ગુર્જર પ્રદેશના રાજવીઓ વચ્ચે વ્યવહારિક, વ્યાપારિક તેમ લશ્કરી સમન્જસ્ય અને સંબંધો હોવાના સ્પષ્ટ ઉલ્લેખો મળે છે. રાજાઓ પૈકી પ્રતિહાર, પરમાર અને આલુક્ય બરાદરીના રાજાઓ ચક્રવર્તીપદે બિરાજ્યા હતા. ઇસવીસન ૫૫૦માં હરીચંદ્ર રાજાના પરાક્રમોથી ગુર્જર દેશ એટલે કે અર્વાચીન મારવાડમાં નવા વિકાસના અધ્યાયના મંડાણ થયા હતા. ઇસવીસન ૭૨૫ની ઉલ્લેખનીય ઘટના પણ છે કે, નાગભટ્ટ પહેલાએ તેની અપ્રતીમ આક્રમણશક્તિ વિકસાવી આરબોને પરાસ્ત કરીને પાછા ધકેલી મુક્યા હતાં. ઇતિહાસ નોંધે છે કે, ઐબકે પ્રચંડ તાકાતથી કરેલા આક્રમણોને કારણે ક્ષત્રિયોનો વાવટો સંકેલાઇ ગયો હતો. અલ્લાઉદ્દીન ખીલજીનો દેશવ્યાપી વિધ્વંશકારી સંહાર વેળા ઇસવીસન ૧૧૯૬થી ૧૫૨૫ દરમિયાન ગુર્જર ક્ષત્રિય રાજાઓએ જબરજસ્ત પ્રતિકાર કરી સ્વદેશ રક્ષા અને ધર્મ કાજે કેસરીયા કરી જાન ન્યોયચ્છાવર કરી દીધા હતા.
હયુ-એન-સંગના ભારત પ્રવાસ વર્ણનના ઉલ્લેખો અનુસાર ઇસવીસન ૬૪૧માં પ્રદેશની પ્રજા એક સમાન હતી. તેમની ભાષા ગૌર્જરી અપભ્રંશ હતી. રાજવીઓના વંશજો આજે રાજપૂતાના, ગુજરાત અને માળવાના રહીશો છે. ગુર્જરશબ્દની ઉત્પતી અને અર્થની સ્પષ્ટતા જરૂરી છે. અર્વાચીન ગુજરાત અને ચાલુક્યોની ગૂર્જરભૂમિ ભૌગોલિક રીતે એક નથી. અર્વાચીન ગુજરાત અને ચાલુક્ય યુગનું ગુજરાત બન્ને ઐતિહાસિક અને ભૌગોલિક દ્રષ્ટિએ ગુર્જર દેશથી અલગ હોવાનું કનૈયાલાલ મુનશી તેમના ચક્રવર્તી ગુર્જરોગ્રંથમાં નોંધે છે.
ગુજરાત શબ્દ અલગ અલગ અર્થમાં લોકો પ્રાયોજતા હોય છે. સામાન્ય રીતે ગુજરાત શબ્દનો બે અર્થમાં ઉપયોગ થતો જોવા મળ્યો છે. એક તો આબુ પર્વતથી દમણ ગંગા નદી વચ્ચેની કચ્છ, કાઠિયાવાડથી માંડીને મારવાડ અને માળવા સુધીની ભૂમિ. જ્યારે બીજુ જ્યા અર્વાચીન ગુજરાતી બોલાય છે ભાષા ક્ષેત્ર. બીજુ ક્ષેત્ર પહેલા દર્શાવેલા પ્રદેશ કરતા ઘણુ વિશાળ છે. ભાષા ક્ષેત્રની સરહદ ઉત્તરમાં શિરોહી તથા મારવાડને સ્પર્ષે છે. જેમાં કચ્છ, સિંધના થર અને પારકર, અરવલ્લીની ગીરીમાળા, પાલનપુર, ભિલોડી, ધરમપુર પૂર્વેના સરહદોને પાર છે.
કે. એમ. મુનશીજી લખે છે કે, અર્બુદાચલ અને શ્રીમાલ કે ભિલ્લમાલ નગર ઇતિહાસમાં કોઇ કાળે ગુર્જરદેશ કે આજે ગુજરાત તરીકે ઓળખતા પ્રદેશની બહાર હતા. ગુજરાત, ગુર્જરદેશ એક નથી. ઇસવીસનની છઠ્ઠી સદીમાંગુર્જરશબ્દનો સૌ પ્રથમ ઉપયોગ થયો હતો. ભિલ્લમાલ એની રાજધાની હતી. એની દક્ષિણ સરહદ સરસ્વતી નદીની આસપાસ ક્યાંક હોવાનું માનવામાં આવે છે. ત્યાં સમય જતા પાટણ બન્યું. ઉત્તરે એની સીમા જોધપુરથી પણ આગળ હતી. નાસિક્ય કે જે આજે નાસિક કહેવાય છે તથા વલસાડથી ભરૂચનો પ્રદેશ તેમાં આવતો. અત્યારે વડોદરા કહેવાય છે પ્રદેશ ત્યારે માલવ કહેવાતો પણ ગુર્જર દેશમાં હતો.
ગુર્જરદેશમાં આવેલા મહી અને સાબરમતી નદી વચ્ચેના આજના ખેડાને તે વખતે ખેટક પ્રદેશ કહેવાતો. વખતે અમદાવાદને આશાપલ્લી પ્રદેશ કહેવાતો. એનું પાટનગર આનંદપુર એટલે કે વડનગર હતું. અત્યારે જેને માળવા કહેવાય છે તે સમયે પ્રદેશ અવન્તિ તરીકે ઓળખાતો હતો. આજનું કચ્છ ત્યારે પણ કચ્છ વિસ્તાર કહેવાતો હતો. ગુર્જર દેશની પાયાની વાસ્તવિકતા હતી કે તેના વિવિધ ક્ષેત્રો જેને આજે ગુજરાત, રાજસ્થાન અને માળવા કહીએ છીએ પ્રદેશમાં રહેનારા લોકોની ભાષા અને રહન સહન એક સરખા હતા.
આજના ઇતિહાસવિદો પહેલાના ચક્રવર્તી ગુર્જર વંશજોને કનોજના પ્રતિહારો નામ આપે છે. પ્રતિહારો ગુર્જરદેશને તેમનું વતન ગણતા. એટલે ગુર્જરો કહેવાયા. મિહિરભોજ પ્રતાપી ગુર્જર ચક્રવર્તીએ પશ્ચિમે પંજાબમાં આવેલા પૃથૃદકથી જોધપુર, આબુ, સરસ્વતીના ઉદગમ સ્થાન અને વઢવાણ સુધ્ધી એના સામ્રાજ્યના વિસ્તાર કરેલો. અર્વાચીન માળવાનો મોટો ભાગ ગુર્જર દેશ તરીકે ઓળખાતો હતો. ઇસવીસન ૯૧૫ અને ૯૪૦માં રાષ્ટ્રક્રુટોના આક્રમણ બાદ પ્રતિહારોનો ગુર્જર દેશ તુટી ગયો. એકચક્રી સમ્રાટોનો ગુર્જર દેશ નાના નાના રાજાઓના રજવાડામાં વિખેરાઇ ગયો.
ઇતિહાસકારો એવો પણ ઉલ્લેખ કરે છે કે જ્યારે ગુર્જરદેશના પહેલા શાસકો તેના ચરમ ઉપર હતા ત્યારે કનોજની આજુબાજુનો વિસ્તાર, કાશીની આસપાસનું ક્ષેત્રે, બુંદેલખંડ, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોનો એમા સમાવેશ થતો હતો. અર્વાચીન માળવામા, ખેટક મંડલ અને લાટના કેટલાક ભાગ ઉપર રાજ કરનારા પરમાર રાજાઓ ગુર્જર કહેવાતા. જોકે પાટણના રાજથી મૂલરાજને ગુર્જરેશ્વરનું સન્માનીય નામ ઉપલબ્ધ થયું હતું.
ચીની પ્રવાસી હયુ-એન-સંગે ઇસવીસન ૬૨૧માં પ્રદેશની યાત્રા કરી હતી. હયુ-એન-સંગ નોંધે છે કે, પશ્ચિમ ભારતના દક્ષિણથી ઉત્તર તરફના ક્રમમાં પ્રથમ મહારાષ્ટ્ર પછી ભૃગુકચ્છ ત્યારબાદ માલવ એટલે કે નર્મદા અને મહી વચ્ચેનો પ્રદેશ અને અર્વાચીન માળવાનો વિસ્તાર આવે છે. એના પછી ખેટક, આશાપલ્લી, વલાખી સૌરાષ્ટ્ર, આનર્ત ગુર્જર અને ઉજ્જૈની આવે છે.
પંચતંત્રમાં પણ ગુર્જર દેશનો નામોલ્લેખ જોવા મળે છે. ઇસવીસન ૭૭૮માં કુવલપમાલા પણ ગુર્જરદેશ અને ગુર્જર પ્રજા વિશે લખ્યું છે. ત્યારબાદ ઇસવીસન ૭૮૩-૪માં જિનસેન વઢવાણમાં જૈન હરિવંશ લખે છે કે, નગરની પૂર્વ તરફના વિસ્તારમાં અવન્તિના રાજા વત્સનું રાજ્ય હતું. એમના મતે ગુર્જરપ્રદેશ હોઇ શકે.
પ્રતિહારો, પરમારો અને ચાલુક્યો ત્રણ પ્રતાપી વંશજોનો ઉલ્લેખ ગુર્જરપ્રદેશમાં જોવા મળે છે. ત્રણેયમાં અલગ અલગ વિશેષતાઓ હતી. પ્રતિહારો શુરવીર યોદ્ધા, રાજનીતિજ્ઞ અને દીર્ઘદ્રષ્ટા હતા અને અદભૂત વ્યવસ્થા શક્તિ ધરાવતા હતા. પરમાર રાજવીઓ મનમૌજી અને ઉદાર દાનવીરો હતા. પરમાર વંશજ સંસ્કારી અને શિક્ષિત દિક્ષિત હતા. ચાલુક્યો અડગ નિશ્ચયવાળા, કુનેહબાજ અને વિપરીત પરિસ્થિતિમાં પણ ડગે એવા હતા. ગુર્જરદેશના પરાક્રમી વંશજો અને સમાન ભાષા બોલતી ગુર્જર પ્રજાનો ઐતિહાસિક વારસો ગૌરવશાળી અને પ્રભાવશાળી રહ્યો છે.
-----------------------------