એબ્રિવેશનના ઉપયોગમાં આજકાલ યંગ
જનરેશનની જોરદાર જમાવટ
-
પુલક ત્રિવેદી
મિતાક્ષર
એટલે માપવાળુ લખાણ. એવુ
ટુંકું અને સંક્ષિપ્ત લખાણ કે જે ઝડપથી સમજી શકાય. પ્રસ્તાવના સ્વરૂપે પુસ્તકમાં કે
ચાવીરૂપ ઉદબોધન પહેલા કે પછી સંક્ષિપ્તમાં
રજૂ થતી વાતને ‘મિતાક્ષરી’ કહેવાય છે. મિતાક્ષર માટે અંગ્રેજીમાં ‘એબ્રિવેશન’ શબ્દ ઉપયોગમાં લેવાય છે. કેટલાક અંગ્રેજી શબ્દો ગુજરાતી ભાષામાં
એટલા ઘર કરી ગયા હોય છે કે, મૂળ ગુજરાતી શબ્દાર્થ આવે ત્યારે એ ગુજરાતી
શબ્દ અંગ્રેજી જેવો પરાયો લાગે. ‘મિતાક્ષર’ શબ્દ એ કુળનો છે.
મિતાક્ષરોનો ઇતિહાસ લાંબો છે. ગ્રીસ અને રોમમાં શબ્દને ટૂંકાવીને
એનો પ્રથમ અક્ષર રજૂ કરવાની બહુ પ્રચલિત, સામાન્ય અને સર્વસ્વીકૃત બાબત છે. રોમન લીપીમાં શબ્દસમૂહના પ્રથમ અક્ષરને
લઈને એક શબ્દ બનાવવાની સદીઓથી પ્રથા ચાલી આવે છે. જો કે ક્યારેક એક એબ્રિવેશનના એકથી વધુ
અર્થ પણ થતા હોય છે. સદીઓ પૂર્વે ગ્રીસ અને રોમથી
અસ્તિત્વમાં આવેલા એબ્રિવેશનના મૂળમાં ત્રણ બાબત હોવાનું નિષ્ણાતોનું મંતવ્ય છે. સૌથી પહેલા તો એબ્રિવેશન સમય બચાવે છે. ફાસ્ટ લાઈફમાં સમય કોઈની પાસે છે ? ટૂકમાં વાત રજુ કરતા એબ્રિવેશન ત્યારે આશીર્વાદરૂપ
લાગે એ સ્વાભાવિક છે. બીજુ એબ્રિવેશન જગાનો બચાવ કરે છે. અને ત્રીજી બાબત શોધકર્તાઓ કહે છે કે, એબ્રિવેશન સુરક્ષા અને સલામતી માટેના
સંદેશાઓનું વહન કરવામાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે.
મિતાક્ષરોની દુનિયામાં ‘શોર્ટહેન્ડ લીપી’નું સ્થાન પ્રભાવક રહ્યું છે. ‘શોર્ટહેન્ડ લીપી’ની શરૂઆત અંગે દુનિયાભરના ઇતિહાસકારો
ગ્રીક ઈતિહાસકાર ક્ષેનોફોનના સંશોધન સાથે સંમત છે. ક્ષેનોફોન મહાશય એ છે કે, જેમણે
સોક્રેટિસના વિચારોને શોર્ટહેન્ડ લીપીમાં
લખીને યાદગાર બનાવ્યા. રોમન રાજાઓએ શોર્ટહેન્ડ લીપીને સૌપ્રથમ સ્વીકૃતિ આપી. જ્હોન વિલીસ મોડર્ન શોર્ટહેન્ડ લીપીના
પિતામહ કહેવાય છે. જ્હોન
વિલીએ ૧૭મી સદીમાં ‘મોડર્ન
શોર્ટહેન્ડ લીપી’ સંશોધિત
કરી. ત્યારબાદ
બેન પિટમેન ૧૮૫૨માં આ પરિભાષા અમેરિકામાં લાવ્યા. પછી તો આફ્રિકન્સ, ડચ, ફેન્ચ, જર્મન, હિબ્રુ, હિન્દી, ઈટાલીયન, જેપનીઝ, પર્સીયન, સ્પેનિશ વગેરે ભાષામાં પિટમેનની
શોર્ટહેન્ડ લીપીની પદ્ધતિ પ્રચલિત થઈ.
શોર્ટહેન્ડ લીપી અને એબ્રિવેશન કાકા મામાના
પોયરા એટલે કે કઝીન જેવો સંબંધ ધરાવે છે. હવે શોર્ટહેન્ડની લીપી ઉપરથી પાછા
એબ્રિવેશન ઉપર આવીએ. સેલફોન અને ઇન્ટરનેટના આવિષ્કાર બાદ અને ખાસ કરીને ૧૯૯૦ પછી યંગ
જનરેશન દ્વારા લઘુલીપી અને એબ્રિવેશનના ઉપયોગમાં જબરજસ્ત ઉછાળ આવ્યો. એસએમએસ, વોટ્સએપ મેસેજ, ટ્વીટર મેસેજ અને ફેસબુક પોસ્ટમાં
લઘુલીપીનો તદ્દન મોડર્ન અંદાજ જોવા મળે છે.
સ્થળ દિશા નિર્દેશ માટે ‘@’ ‘at’ લખાય છે. તો ‘once’ માટે ‘1c’ એવું લખાય છે. ‘Today’ માટે ‘2day’ તો પછી ‘Forever’ માટે ‘4E’ લખાય છે. જોવા માટે ‘See’ના બદલે ‘C’ લખાય તો વળી આનંદ માટે ‘Enjoy’ને બદલે ‘NJOY’ લખવામાં આવે છે. ‘Thanks again’ માટે ‘TA’, ‘What’ માટે ‘WT’, ‘Wait’ માટે ‘W8’, ‘are’ માટે R, your માટે ‘UR’ લખાય છે. ‘Young lady’ માટે ‘YL’ અને ‘Young Gentlemen’ માટે ‘YG’ લખવામાં આવે છે.
કેટલાક એબ્રિવેશન એવા છે કે એ મુળતઃ શબ્દ છે કે
શબ્દસમૂહનો એક મિતાક્ષર છે તે જ ખબર ન પડે. આવા કેટલાક વિશ્વ પ્રસિદ્ધ એબ્રિવેશનના અર્થ મમળાવવાની
મોજ પડે એવી વાત છે.
·
ગુગલ
ગુરૂ શોર્ટ ફોર્મ છે. GOOGLE – Global Organization
Of Oriented Group Language Of Earth.
·
યાહુ
પણ એબ્રિવેશન જ છે. YAHOO –
Yet Another Hierarchical Officious Oracle.
·
COMPUTER શબ્દ પણ શબ્દ સ્મૂહનો એક શબ્દ એટલે કે
એબ્રિવેશન જ છે. Common
Oriented Machine Particularly United and used under Technical and Educational
Research.
·
આપણે
સીમ કાર્ડ, સીમ કાર્ડ કરીએ છીએ એ SIM શબ્દ પણ મિતાક્ષર છે. Subscriber Identity Module.
·
LED બલ્બ શબ્દનો નાના મોટા સૌ ઉપયોગ કરે છે એ LED
એબ્રિવેશન શબ્દનો અર્થ Light emitting
diode.
·
News Paper શબ્દ સમુહ છે, એનુ ફુલ ફોર્મ North East West South Past and Present events
report.
·
Date શબ્દ
એબ્રિવેશન છે. એનુ
ફુલફોર્મ Day and time
Evolution
·
WINDOWનો અર્થ થાય છે, Wide Interactive Network
Development for Office work Solution.
·
DVD એટલે
Digital Video Disk
·
VIRUS – Vital
Information Resources Under Siege.
·
IMEI –
International Mobile Equipment Identity.
·
RAM એટલે
Random access memory.
·
ROM એટલે
Read only memory.
·
USB એટલે
Universal serial Bus.
·
WLAN એટલે Wireless Local Area Network.
·
PPI એટલે Pixels Per Inch.
·
LCD એટલે
Liquid Crystal Display
·
OS એટલે
Operating System
·
HS એટલે HOTSPOT
·
GPS એટલે
Global Positioning System
·
DTP એટલે
Desk top publishing
·
GSM એટલે Global System for Mobile
Communications.
·
Wi-Fi એટલે
Wireless Fidelity
·
SIS –
Installation source
·
DELL એટલે
Digital electronic link library.
·
ACER એટલે
Acquisition Collaboration Experimentation Reflection.
·
MPEG એટલે
Moving pictures experts group
·
HP એટલે
Hewlett Packard.
·
Chess એટલે Chariot, House, Elephant, Soldiers.
·
Cold
એટલે Chronic Obstructive Lung, Disease.
·
Joke એટલે Joy
of kids Entertainment.
·
Aim એટલે
Ambition in Mind.
·
Eat એટલે
Energy and Taste.
·
SIM એટલે
Subscriber Identity Module
·
OK એટલે Objection Killed
·
Bye એટલે Be
with you Everytime.
બદલાતા જતા ત્રીજા વિશ્વની યંગ જેનરેશન સમય, જગા અને શક્તિનો સદઉપયોગ કરે છે. ભારત દેશના ૬૫ ટકા ઉપરાંત યંગબ્રિગ્રેડમા
આ મિતાક્ષરી ભાષા જંગલની આગની જેમ ફેલાતી જાય છે. કેટલાક ભાષા નિષ્ણાતો અને ચોખલીયાતોને
ડર છે કે ભાષા કલુષિત થઈ રહી છે. ઉચ્ચારણો અને સંદર્ભો બદલાઈ જાય છે વગેરે વગેરે... પણ સો વાતની એક વાત... સમય, સ્થળ અને શક્તિનો સમુચિત ઉપયોગ થઈ
રહ્યો છે. યુવા
વર્ગ દિશા નિર્દેશ કરી રહ્યો છે. એટલું તો ક્લિયર છે કે, એબ્રિવેશનનો ઇતિહાસ ભવ્ય છે, વર્તમાન રોમાંચક લાગે છે અને યસ, ભાવિ નિ:સંદેહપણે ઉજ્જ્વળ છે. જે ભાષામાં સટાકાબંધ સમજ પડે એ ભાષા
સાચી. પણ
હા, આપણી માતૃભાષાનુ ગૌરવ જરૂર સચવાય. આપણી ગુજરાતી ભાષા સવાઇ... આવશ્યકતા હોય ત્યાં પરિવર્તન પણ સ્વીકાર્ય. અંગ્રેજી, હિબ્રુ, જાપનીઝ, જર્મની કોઇ પણ ભાષામાથી આવેલા
મિતાક્ષરો મંજુર. ‘LOL’... હવે તો સમજી ગયાને કે ‘LOL’ એટલે શું ? ચાલો કહી જ દઉ... ‘Light Out Loud…’ જો કે, ‘LOL’નો બીજો સંદર્ભ ‘Lots of Love’ પણ થાય છે. તમને જે અનુકૂળ પડે એ, અહીં બન્ને વાત ફીટ બેસે છે...
ધબકાર :
જો તમે સંક્ષિપ્તમાં અને સાદગીપૂર્ણ
રીતે વાત રજૂ નથી કરી શકતા, તો તમે વાત બરાબર સમજી જ શક્યા નથી.
-----------------------------


No comments:
Post a Comment