‘લોક ડાઉન’માં
ઓશિયાળા બનીને બેસી રહેવા કરતાં એને ‘સુપર ક્વોલિટી ટાઈમ’ બનાવી દો.
‘લોક
ડાઉન’ને
પાંચ-છ દિવસ જ થયાં છે. હજુ પંદર દિવસ ચાલશે.
કોરોના અને આપણી વચ્ચે જો કોઈ મજબૂત યોદ્ધા હોય તો એ ‘લોક ડાઉન’ જ છે. ચીનના વુહાન
પ્રાન્તમાંથી નીકળેલો કોરોના વાયરસ નામનો દૈત્ય વિશ્વના ૧૯૮ જેટલા દેશોને નિર્દયતાથી ધમરોળી રહ્યો છે. દુનિયાભરના
છ
લાખ નિર્દોશ લોકો એના પંજામાં આવી ચૂક્યા છે. જેની આરોગ્ય સેવા વિશ્વ
સમસ્તમાં સર્વશ્રેષ્ઠ છે એવા અમેરિકા, ઇટાલી અને સ્પેન જેવા સમર્થ રાષ્ટ્રો પણ
કોવિડ-૧૯ના ઘુંટણીએ પડી ફાંફાં મારે છે. મોટી વિટંબણા તો એ છે કે, આર્થિક
રીતે સંપન્ન રાષ્ટ્રો આર્થિક હિતો સાચવવા કે પછી એની ગંભીરતા ન સમજતા ‘લોકડાઉન’ કરવાનો
નિર્ણય લેવામાં વાર કરી છે. આજે વિશ્વના લગભગ તમામ દેશોના લોકોને ઘરમાં જ રહીને કામ કરવા સલાહ આપવામાં આવે છે. કારખાનાઓના
ભીમકાય મશીનો અટકી ગયા છે. વિમાનોની ઘરાઘરાટી, રેલવે અને વાહનોના પૈડાં થભી ગયા છે.
આ વાઇરસે માનવીને માનવીથી આધો કરી દીધો
છે. માણસ માણસથી કયારેય આટલો ફફડતો જોવા નથી મળ્યો. સ્પર્શ તો સ્નેહને ફેલાવતો હોય
છે પણ આજે આ જ સ્પર્શ જીવલેણ બીમારી ફેલાવવાનો મુખ્ય સ્ત્રોત બનીને વિકરાળ અટ્ટહાસ્ય કરે છે. અત્યારે તો 'સોશિયલ
ડિસ્ટન્સીંગ' એક માત્ર આનો ઉપાય છે.
ભારતમાં
કોરોનાના કાંટા પથરાવાના શરૂ થઈ ગયા છે. આપણે એટલા સદનસીબ છીએ કે, શ્રી
નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીના સ્પરૂપે એક દીર્ઘદ્રષ્ટા અને નિર્ણાયક નિડર લીડર
વડાપ્રધાનપદે ભારતમાં
બિરાજમાન છે. દેશની જનતાના જાનમાલની
સુરક્ષા કાજે એમણે રાષ્ટ્રમાં ૨૧ દિવસનું ‘લોકડાઉન’
જાહેર કરવામાં વિલંબ ન કર્યો. અત્યંત
હિંમતભર્યું પગલું એમણે લીધું છે. દેશમાં કોરોના એનો કહેર વર્તાવે એ પહેલાં ‘લોકડાઉન’નો
અકસીર ઈલાજ એમણે અમલમાં મૂકી દીધો. પ્રધાનમંત્રીશ્રીએ અને ગુજરાત રાજ્યના
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યવાસીઓ અને દેશવાસીઓ માટે સરકારી તંત્રને ખડે પગે લોકોની
સેવા માટે સજ્જ કરી દીધું છે. અનાજ, પાણી, વીજળી વગેરે આવશ્યક ચીજવસ્તુની તકલીફ ન પડે એ
માટે જડબેસલાક વ્યવસ્થા કરી દેવામાં આવી છે. પણ સૌથી મોટી વાત તો એ છે કે, દેશવાસીઓએ
આ નાજુક અને કપરી સમસ્યામાં સમજદારી દાખવવાની છે.
તબીબો, પેરામેડિકલ
સ્ટાફ, પોલીસ, પત્રકારો,
વીજળી, પાણી, સફાઈ કાર્યકરો, માહિતી
આપનારા વિભાગોના કર્મયોગીઓ રાજ્ય અને દેશના લોકોની સગવડ સાચવવા પોતાના જાનના જોખમે
એક ફાઈટરની અદાથી ઘરની બહાર નીકળી રહ્યા છે. લોકોએ ૨૧ દિવસ સુધી ઘરમાં જ રહી દેશની
સેવા કરવાનો આ અવસર ઝડપી લેવાનો છે. સ્પેનના નાગરિકોએ ‘લોકડાઉન’ને
લાઈટલી લીધું અને સ્પેન ગંભીર સંકટમાં સપડાયું. અમેરિકાએ પણ શરૂઆતમાં આને લાઈટલી
લેતા પરિસ્થિતિ વણસી એ નજર સામે છે. આપણે સમજીને સરકારની સુચનાઓનો અક્ષરશઃ અમલ
કરવાનો છે.
૨૧-૨૧
દિવસ સુધી ઘરમાં બેસી રહેવું ખૂબ કપરું, આકરું અને અકળાવનારું લાગે. પણ બીજી રીતે જોઈએ
તો અંદર (આત્મખોજ) જોવું એ જ સાચો આનંદનો માર્ગ છે. કુરુક્ષેત્રના સમરાંગણમાં
ભગવાન શ્રીકૃષ્ણ પાર્થને કહે છે કે, તારે બહાર ક્યાં ભટકવાનું છે ? તું
તારી અંદર (હૃદય-મન) જ જો ને. એટલે કે પાર્થ તું ‘આંતરખોજ’ કર. ઓશો વારંવાર કહે છે કે, પરિસ્થિતિથી
પલાયનવાદ અપનાવી ભાગવાનું નથી જાગવાનું છે. ‘લોકડાઉને’ પણ
સાડા ત્રણ દાયકાઓથી પરિવારના બંધ કમાડના લોકને ખોલી દીધા છે. પારંપારિક સંયુક્ત કુટુંબની ભારતીય
સંસ્કૃતિ અને સંસ્કારની સુવાસ મહેકાવાનો મોકો સામે ચાલીને આવ્યો છે. પૈસા અને પાવર
પાછળ સતત ઘરની બહાર રહેનારા આપણને પરિવારના પોતાના સભ્યોને નજીકથી જાણવા અને
સમજવાનો સમય સાંપડ્યો છે. એક અર્થમાં કહીએ તો,
આપણા મન અને શરીરની આંતરિક શક્તિઓના
પમરાટને પામી વિસ્તરવાનો અમુલ્ય અવસર મળ્યો છે. કોરોનાના કહેરે આંતર ખોજ માટેનો
સમય આપ્યો છે. એને પ્રભુનો આજપર્યંતનો સૌથી મુલ્યવાન પ્રસાદ સમજવો જોઈએ. આ સમયનો
રચનાત્મક ઉપયોગ કરી લેવા જેવો છે.
આ
મહામારીની અનેક મુશ્કેલીઓ અને દુષ્પપરિણામો તો છે જ પણ ‘એવરી ડાર્ક નાઈટ હેઝ ગોલ્ડન ડોન’ની
જેમ કેટલાક નોંધવા જેવા સારા પરિણામો પણ ઘેર બેઠા બેઠા વિચારી તો જુઓ. નદીઓના પાણી
સ્વચ્છ થઇ
રહ્યા છે. મહાનગોરમાં વાયુ પ્રદુષણનું સ્તર
છેલ્લા સાડા ત્રણ દાયકામાં ન જોયું હોય એટલું ઘટી રહ્યું છે. પંખીઓના મધુર કલરવ
સાંભળવા મળે છે. હવા શુદ્ધ બની રહી છે. આકાશ સ્વચ્છ અને આસમાની થતું જાય છે.
પશુ-પંખીઓ નિરાંતે હરતા ફરતા જોવા મળે છે. એ વાત જરૂર છે, માણસો
બીમાર થઈ રહ્યા છે. પણ પ્રકૃતિ કરવટ બદલી વધુ શાનદાર થઈ રહી છે. ત્રણ સાડા ત્રણ દાયકા પછી દુનિયાભરના
લોકો 'ઘર એ જ સાચું સ્વર્ગ'ની
ભારતીય ફિલોસોફી ખરા અર્થમાં સમજી રહ્યા છે. લોકો પોતાની જાતને નિકટથી ઓળખવાના આ
અવસરનો આનંદ લેતા થાય તો આ ‘લોકડાઉન’ની મુશ્કેલીમાંથી સુવર્ણ પ્રભાત ખીલતા વાર નહીં
લાગે. લોકડાઉનના આ દિવસોમાં કેટલાક સહજ અને શાણપણભર્યા પ્રયોગો કરવા જેવા છે.
ઘરની અગાશી અને પરસાળમાં પરમ આનંદ
ક્યારેય તમારા ઘરની અગાશી કે પરસાળમા
બેઠા છો ખરા ? અને જો બેઠા હોવ તો છેલ્લે ક્યારે બેઠા હતા જરા
યાદ કરી જુઓ. રોજ સવારે અને સાંજે એકાદ-બે કલાક ઘરની અગાશી કે પરસાળના હિંડોળે બેસી સ્વચ્છ નિર્મળ આકાશને એક ટસે
નિહાળી જુઓ. ઉડતા પંખીઓ, સુરજના કિરણો, રાત્રે તારાઓને જોઈને કુદરતની આ કમાલને
હૃદયમાં ઊંડે સુધી ઊતારવાની કોશિષ કરો. મૌનના અભિષેક સાથે પ્રકૃતિને મનમાં પ્રવેશ
આપવાનો આનંદ લૂટી
જૂઓ.
રસોડામાં ટપકે આનંદનો રસ
ભલે આખી જિંદગી રસોડામાં જમવા સિવાય
એન્ટ્રી ન મારી હોય એવું બને પણ
આ દિવસોમાં દર ત્રણેક કલાકે રસોડામાં જઈ પાણી ઉકાળી એમાં ચાની પત્તી અને દૂધ, ખાંડ
નાખી ચા બનાવો. પોતે અને પરિવારના બધા સભ્યો સાથે બેસીને ઘુંટડે ઘુંટડે પ્રેમ
પામવાનો અને પ્રસરાવવાનો રસ્તો અપનાવી જુઓ.
મોટપણનો ભાર છોડી બાળક બની જાવ
ઘરમાં મોટા અધિકારી કે પ્રબુદ્ધ, શક્તિશાળી,
સત્તાધારી બનીને બેસવા કરતા બાળકો સાથે નાના બાળક બનીને સંતાકુકડી, સાપ
સીડી, પાના, કેરમ, નાટક નાટક રમી
જુઓ. ખોટે ખોટું એમની સાથે મોટે મોટેથી હસો, ગીતો ગાવ, અંતાક્ષરી
રમો અને બીજા જુએ તો હસી પડે એવું નાચો પણ ખરા. પછી જુઓ કેવો મસ્ત સમય પસાર થાય
છે.
ક્વોલીટી ટાઈમ વીથ ફેમિલી
રોજ સવારે અને સાંજે એકાદ કલાક
પરિવારના તમામ સભ્યો સાથે બેસી વર્ષોથી સંબંધોના સાગરમાં રહેલી ઓટને પ્રેમની
ભરતીથી તરબતર કરવાનો પ્રયાસ કરવા જેવો છે. આ 'કવોલીટી ટાઈમ' છે એને 'સુપર ક્વોલીટી ટાઈમ'માં
પરિવર્તિત કરવાનો પ્રયત્ન કરવા જેવો છે. ટીવી અને એન્ડ્રોઈડનો માત્ર સમાચાર પુરતો
મર્યાદીત ઉપયોગ થાય એની કાળજી લેવા જેવી છે.
વૃક્ષોનું નૃત્ય જોયું છે ?
હવાથી નૃત્ય કરતા વૃક્ષના પાન અને
ડાળને જોવાનો આનંદ અનેરો હોય છે. ઘરના વરંડામાંથી કે બારીમાંથી આસપાસના વૃક્ષોના આ
નૃત્ય દ્વારા પ્રકૃતિના પમરાટને આપણી આંખોના કમાડમાંથી હૃદયની આગોશમાં ભરી લઈએ તો કેવું ?
વાંચન, લેખન અને શ્રવણ
દોડધામવાળી જિંદગીમાં મનગમતા પુસ્તકો
ખરીદીને ઘરના કબાટના ખૂણાંમાં મૂક્યા હશે તેને કાઢીને નિરાંતે વાંચવાનો સમય છે.
મનગમતું લખવાનો અવસર સાંપડ્યો છે એને ઉજવવાનું ન ચુકીએ. પસંદગીનું સંગીત સાંભળવા
રોજ એક સમય સુનિશ્ચિત કરવા જેવો છે. એક દીકરીએ એના પિતાને ફોન ઉપર કહ્યું કે, ‘મારી
પર્સનલ લાઈબ્રેરીના મારા મનગમતા પુસ્તકો એક પછી એક વાંચવાનો મસ્ત સમય મળી ગયો. હું
પાછી કોલેજમાં ભણતી હોઉં એમ લાગે છે.’ આ
દીકરીની જેમ આપણે પણ પાછા કોલેજ કાળમાં ના જઇ શકી ?
વર્ક ફ્રોમ હોમ વીથ ન્યુ આઈડીયા
આ પરિભાષા આપણા માટે થોડી નવી જરૂર છે.
ઘરે બેઠા બેઠા નવા અભિગમ સાથે કામને નવો નિખાર આપી શકાય છે. એક યુવાન મિત્ર એકેડેમિશીયન છે. રોજનો સેંકડો
વિદ્યાર્થીઓ સાથે એનો સ્વાભાવિક સંપર્ક રહે. લોકડાઉનમાં એણે નવતર રાહ શીધી કાઢ્યો.
એણે ઘરેથી જ એક ઇ-પ્લેટફોર્મ બનાવ્યું. પ્રતિદિન તેના વિદ્યાર્થીઓને ઓનલાઈન કનેક્ટ
કર્યા. અત્યારે એનું શૈક્ષણિક કાર્ય પુરપાટ ચાલે છે. એ યુવાન મિત્ર છેલ્લા છ
દિવસથી ઘરની બહાર પણ નથી નીકળતો અને એનું કામ પુરજોશમાં ચાલે છે. એવી જ રીતે એક
સરકારી અધિકારી મિત્ર એના લેખો લખવાનું અને મેગેઝીનનું કાર્ય ઘરેથી જ કરી રહ્યા છે. ઘરેથી કામ કરવાનો મહાવરો
કેળવાય તો ‘ક્વોલિટી ટાઈમ’ બનતો જાય એમાં બે મત નથી.
હમણાં
હમણાંથી ખૂબ પ્રચલીત થયેલું સુત્ર ‘સ્ટે હોમ,
સ્ટે સેફ’ સૌની
સલામતી માટેનું બ્રહ્મવાક્ય બની ગયું છે. કોરોનાથી મૃત્યુ દર માત્ર ત્રણથી પાંચ
ટકા છે પણ સૌથી મોટી વિટંબણા એ છે કે, કોરોનાનો કોઈ ઉપચાર હાલ પૂરતો તો દુનિયા પાસે નથી. એટલે જ પ્રધાનમંત્રીશ્રીના ‘લોકડાઉન’ના
નિર્ણયનો સત્યનિષ્ઠાથી અમલ કરવામાં જ આપણા સૌની સલામતી છે.
ધબકાર
‘જિંદગી સવારને કો તો જિંદગી પડી હૈ, ચલો વો લમ્હા સવાર લેતે હૈ જહાં જિંદગી ખડી હૈ...’ અજ્ઞાત





No comments:
Post a Comment