સલામ
છે, તરજુના આત્મવિશ્વાસને...અને એની ખુમારીને...
- પુલક ત્રિવેદી
૧૫
માર્ચ, ૨૦૧૬ મંગળવારનો એ દિવસ હતો. અમેરિકાની યુનિવર્સિટી ઓફ પીટ્સબર્ગના ન્યુરો
કેસ સ્ટડીના ક્લાસમાં એક નજર લાગે એવી ફુટડી યુવાન દીકરી તરજુએ એની ક્લાસમેટ
સૃષ્ટિને કહ્યું ‘‘યાર મુજે ઐસા લગતા હૈ કી મેરે કો ‘મલ્ટીપલ સ્ક્લેરોસીસ’ હુઆ
હૈ’’ બહેનપણી સૃષ્ટિએ તરજુનો હાથ પકડી લાગણીથી કહ્યું ‘યાર પ્લીઝ, ઐસા મત બોલ
ભગવાન કે લીયે ઐસા મત બોલ’.
ગાંધીનગર
શહેરમાં ઉછરેલી અને ૨૦૧૪માં બેચલર ઓફ ફીઝીયોથેરાપીનો અભ્યાસ કરી ક્લીવલેન્ડ સ્ટેટ
યુનિવર્સિટી, ઓહાયોમાં માસ્ટર્સ કરવા માટે તરજુ ૨૦૧૫માં અમેરિકાની વાટે નીકળી.
મેન્ટલી
ચેલેન્જડ છોકરાઓની સંભાળ તરજુનો વિશેષ રસનો વિષય. આમ પણ તબીબ પિતા જયેશભાઈનો વારસો
તરજુએ બરાબર સાચવ્યો છે. મલ્ટીપલ સ્ક્લેરોસીસ એક એવા પ્રકારનો ‘રેરેસ્ટ ઓફ રેર’
કહી શકાય એવો ‘ડીસીઝ’ છે કે જેમાં દિનપ્રતિદિન આ રોગના લક્ષણો વધુને વધુ વકરતાં
જતાં હોય છે. તરજુ ગ્રેજ્યુએશન કરતી ત્યારે અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં તેની
ટ્રેનિંગ દરમિયાન તેનું પહેલું પેશન્ટ એણે ‘મલ્ટીપલ સ્ક્લેરોસીસ’નું જ ટ્રીટ
કર્યું હતું. તરજુ આ રોગમાં નિષ્ણાત બની આ પ્રકારના રોગીઓની સેવા કરવા મનોમન ગાંઠ
વાળી ચૂકી હતી.
૧૫
માર્ચ, ૨૦૧૬ મંગળવાના દિવસે જ્યારે તરજુએ સૃષ્ટિને કહ્યું કે, મને ‘મલ્ટીપલ
સ્ક્લેરોસીસ’ થયું હોય એમ લાગે છે. ત્યારે તેણે અગાઉ એના શરીરમાં જે પ્રકારના
પ્રાથમિક પરિવર્તનો જોયાં એ ઉપરથી તેણે આ સ્ટેટમેન્ટ કર્યું. બીજા દિવસે સૃષ્ટિને
લઈને તેની જ કોલેજ નજીક આવેલી અમેરિકાની પ્રખ્યાત હોસ્પિટલમાં તરજુ MRI ટેસ્ટ કરાવવા પહોંચી. સ્વાભાવિક રીતે જ સૃષ્ટિ
બહાર વેઈટીંગ લોન્જમાં બેઠી અને તરજુ અંદર નિષ્ણાત તબીબો જોડે MRIની વિધિ માટે ગઈ. થોડા સમય પછી તરજુ ધોળીયા
ડોકટરોની રૂમમાંથી બહાર આવી. વેઈટીંગ લોન્ચમાં સૃષ્ટિ સાથે રીપોર્ટની રાહ જોતી એ
બેઠી.
થોડા
સમય પછી એક ધોળીયો તબીબ એની રૂમમાંથી બહાર આવ્યો અને ખૂબ લાગણીસભર રીતે તરજુનો હાથ
પકડીને કીધું ‘આઈ નો, ઈટ વીલ બી વેરી શોકીંગ ફોર યુ વોટ એવર આઈ એમ ગોઈંગ ટુ સે યુ.
વી આર સસ્પેક્ટીંગ સ્પાઈનલ ટ્યુમર ઓફ મલ્ટીપલ ક્લેરોસીસ’.
કોઇ
પણ વ્યક્તિ ડોકટરના આ શબ્દો સાંભળીને આભ તુટી પડ્યું હોય એમ છળી ઉઠે. પણ તરજુ એક
પણ સેકંડ ડિસ્ટર્બ થયા વગર એના સેલ ફોનથી એના ‘ફીયાન્સ’ વાઘેશને ફોન કરીને સમાચાર
આપ્યા અને તરત બીજો ફોન ગાંધીનગરના પપ્પાના ખાસ મિત્ર જાણીતા ઓર્થોપેડિક ડોકટર
વિજય ઉપાધ્યાયને ફોન કરીને સમાચાર આપ્યા. અને સાથે સાથે ડૉક્ટર ઉપાધ્યાય અંકલને
સ્પષ્ટ સૂચના પણ આપી કે, અત્યારે મારા પપ્પાને કંઇ કહેતા નહીં અંકલ. એક મા બેટાની
કાળજી લે એવી રીતના તરજુ એના સંવેદનશીલ બાપને બરાબર સમજતી હતી અને એટલે જ એણે
ડોકટર અંકલને કહ્યું હમણાં આ વાત પપ્પાને ના કરતાં. તમારી રીતે એકાદ દિવસ પછી
પપ્પાને કહેજો.
બીજા
દિવસે ડોકટર વિજય ઉપાધ્યાયે એમના મિત્ર અને સાથી તબીબ ડો. જયેશ શાહને ગઈકાલે આવેલા
તરજુના ફોનની વિગત આપી. ડોકટર જયેશ શાહ તબીબ પછી પણ પહેલાં તો એક દીકરીના લાગણીશીલ
પિતા. ખુબ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. કેમેય કરીને એમની આંખોના આંસુ સુકાતા ન
હતાં. એમણે તરત અમેરિકા ફોન કરી તરજુને કહ્યું, ‘બેટાં તું જલદી ગાંધીનગર પાછી આવી
જા.’ ફિયાન્સ વાઘેશે તાત્કાલિક જે ઉપલબ્ધ હતી તે એરલાઈન્સની ટીકીટ બુક કરાવી અને
બીજા દિવસે રાત્રે તરજુ ગાંધીનગર પરત આવી. ફોન ઉપર પપ્પાનો ગાંધીનગએઅ પાછા આવવાનો
સંદેશ મળ્યો ત્યારથી તે ગાંધીનગરમા ઘરે આવી ત્યાં સુધી એને એની તબીયત કરતાં વધુ
ચિંતા એના પપ્પાની હતી. સતત મમ્મીને ફોન ઉપર કહેતી રહી ‘ મમ્મી પપ્પાને સાચવજે. એ
બહુ ઢીલા છે.’
તબીબ
પિતા અને દીકરી બેય જણાં ફરી એકવાર સારામાં સારી લેબોરેટરીમાં જઈને પુનઃ ચકાસણી
કરાવી. રિપોર્ટ એ જ. ગુજરાતના જાણીતા ન્યુરોસર્જનની ટ્રીટમેન્ટ શરૂ કરી.
દરમિયાનમાં તિબેટીયન હર્બલ પદ્ધતિના નિષ્ણાંત એવા યેશી ધોન્ડેન કે જે, દલાઈલામાના
મેડિકલ એડવાઈઝર વિષે ડો. જયેશને એમના મિત્રએ જણાવ્યું. જયેશભાઇ તરજુને ધરમશાલામાં
લઈ ગયા. હર્બલ ટ્રીટમેન્ટની પણ શરૂઆત કરી. માર્ચ ૨૦૧૬થી આ ત્રણ મહિનાના સમયગાળામાં
ડો. જયેશના અને એના પરિવાર ઉપર ‘મલ્ટીપલ સ્ક્લેરોસીસ’નું જે વાવાઝોડું આવ્યું. એ
વાવાઝોડામાં તરજુ ડગી જવાની જગ્યાએ હિંમતપૂર્વક પરિસ્થિતિનો મુકાબલો કરતી મજબુત
જુદી જ તરજુના દર્શન થયા. ગજબનો આત્મવિશ્વાસ અને ખુમારી આ છોકરીમાંથી છલકતી. એની
બીમારીના કારણે એના લાડકવાયા પપ્પા અને મમ્મીની તબિયત ઉપર અસર ન થાય તેની સતત
કાળજી લેતી. ડિસેમ્બરની આસપાસ તરજુ અને વાઘેશના લગ્ન લેવાવાના છે. વાઘેશે જ્યારે
તેની ફિયાન્સના આ રોગ વિશે જાણ્યું ત્યારે એણે દ્રઢતાપૂર્વક કહ્યું ‘તરજુ, હવે
આપણે બેઉ જણાં જે કાંઈ પણ કમાઈશું એ તમામ રકમ ‘મપ્ટીપલ સ્ક્લેરોસીસ’ના દર્દીઓની
સારવાર પાછળ જ ખર્ચીશું.
આ
આખી ઘટના જીવનના એક એવા મહત્વપૂર્ણ પાસાને ઉજાગર કરે છે. જેનું નામ છે
‘આત્મવિશ્વાસ’. તરજુનો આત્મવિશ્વાસ અને જીવન જીવવાની એની ખુમારી, માતા-પિતાની
સંભાળ, ફિયાન્સને સાચી વાત જણાવી સાથે રાખી આગળ વધવાના નક્કર મનસૂબા. બે બાબત
ઉજાગર કરે છે. એક તો પરિસ્થિતિનો સમજપૂર્વક મુકાબલો અને હિંમતપૂર્વક આવનારી
પરિસ્થિતિને નકારાત્મકતાની જગ્યાએ હકારાત્મક દ્રષ્ટિકોણથી જોવાનો. સ્વામિ
વિવેકાનંદની પેલી પ્રચલીત વાત અંધારામાં પકડેલું દોરડું આત્મવિશ્વાસના અભાવે સાપ
લાગે અને છળી મરે. આત્મવિશ્વાસ સાથે એક તબક્કે સામે આવી ચડેલા ચાર સિંહ સામે બાથ
ભીડીને પણ ઉગરી જવાય. આત્મવિશ્વાસ એક એવું ટોનિક છે, કે જે હકારાત્મક વિચારધારાના
સૂરજને વધુ દેદિપ્યમાન બનાવે છે. આત્મવિશ્વાસની કમી અનેક મુસીબતોને નોતરે છે.
તરજુએ આત્મવિશ્વાસની જે મિશાલ પૂરી પાડી છે. એ એના જેવી યુવતીઓ માટે ખરેખર એક
પ્રેરણાનો પ્રકાશપુંજ છે. બ્રિટનના જાણીતા લેખક અને પ્રકાશક માર્ક્સ ગાર્વીએ
આત્મવિશ્વાસના સંદર્ભે મઝાની વાત કરી છે. એમણે કહ્યું છે કે, ‘આત્મવિશ્વાસની સાથે
તમે આરંભ પહેલા વિજેતા છો.’ તરજુ વિજેતા છે. એનો આત્મવિશ્વાસ બુલંદ છે.
આ
ઘટનાની જાણ થઈ ત્યારે હૃદયના ઊંડાણમાંથી એક જ વાક્ય નીકળ્યું અને એ હતું ‘નથીંગ ઈઝ
ગોઈંગ ટુ હેપન્ડ વીથ યુ તરજુ... સેલ્યુટ તુ યોર સેલ્ફ કોન્ફિડેંસ’
http://www.gandhinagarsamachar.com/wp-content/epaper/june2016/28062016-6.pdf

No comments:
Post a Comment