સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે તેની
આજુબાજુ ફર્યા કરવાનો કોઇ અર્થ નથી
ખૂબ
અંદર બહાર જીવ્યો છું
ઘુંટે
ઘુંટે ચિક્કાર જીવ્યો છું
હું
ય વરસ્યો છું ખુબ જીવનમાં
હું
ય બહુ ધોધમાર જીવ્યો છું
બાગ
તો બાગ સુર્યની પેઠે
આગમાં
પુરબહાર જીવ્યો છું
આમ ‘ઘાયલ’ હું અદનો શાયર, પણ
સર્વથા
શાનદાર જીવ્યો છું...
સમસ્યાઓ સામે મુકાબલો કરવાના સામર્થ્યના ભાવને
બળુકો બનાવવાની વાત આવે ત્યારે ઘાયલ સાહેબની આ અમર રચના યાદ આવ્યા વગર ન રહે. સમસ્યાઓ જીવનનું અભિન્ન અંગ છે. જીવનના પ્રત્યેક પડાવ ઉપર એક નવી
સમસ્યા જડબુ ફાડીને ઊભી જ હોય. સમસ્યાનું સ્વરૂપ મનઃસ્થિતિ ઉપર અવલંબિત હોય છે. કોઇ વાર મોટી સમસ્યા ગુડ મુડમાં ખુબ
નાની લાગે અને કોઇ વાર નાની અમથી મુશ્કેલી પહાડ જેવી ભાસે. નાની કે મોટી સમસ્યાનો સામનો માણસ એની
કલ્પનાશક્તિ, સંગઠનની
તાકાત અને દ્રઢનિશ્ચયથી કરતો હોય છે.
ક્યારેક તો ખૂબ મોટી સમસ્યાઓ વિચાર્યું ન હોય
એવા નાના અને સરળ માર્ગે હલ થઈ જતી હોય છે. જિંદગીના દરેક વળાંક ઉપર એક નવું યુદ્ધ છે. જીવન જો જંગ છે, તો મક્કમતાથી એનો મુકાબલો કરવાનો છે. જંગ જીતવાનો છે. યુદ્ધમાંથી પીઠ બતાવી કાયરની જેમ
ભાગવાનું નથી. જીવનમાં
સમસ્યાઓ તો આવે જ આવે. સમસ્યા વગરનું જીવન નિરસ અને બેસ્વાદ લાગે.
નોર્વેના એક ગામની વાત છે. ચારે બાજુ પહાડોની તળેટીમાં આ ગામ
આવેલું છે. અહીં
છ-છ
મહિનાઓ સુધી સૂર્ય પ્રકાશ જ ન આવે. ગામના લોકો આ મુશ્કેલી સામે ઝઝુમ્યા. એમણે ગામ ખાલી કરી પહાડોની પેલે પાર
વસવાના પલાયનવાદની જગાએ પહાડો ઉપર વિશાળ કદના અરીસા એવી રીતે ગોઠવી દીધા કે, ગામમાં સૂરજદાદાની રોશનીનો પ્રશ્ન કાયમી
ધોરણે હલ થઈ ગયો. આ
વાત કંઈ બહુ પુરાણી નથી, હજુ વર્ષ ૨૦૧૩માં જ જબરજસ્ત સંગઠનશક્તિથી આ સમસ્યાનું સમાધાન
નોર્વેના ટચુકડા ગામે શોધી કાઢ્યું. બોલો, કેવડી મોટી સમસ્યાનો કેટલો સરળ ઉકેલ !
સામાન્ય રીતે સમસ્યા ત્યાં સુધી જ સમસ્યા બનીને
વિકરાળ લાગતી હોય છે, જ્યાં સુધી એને સમસ્યા તરીકે જોવાય. તાજેતરમાં વર્ષ ૨૦૧૨માં જિમ્બાબ્વેના
બુલવાયો શહેરની અજીબો ગરીબ સમસ્યાનો ત્યાંના લોકોએ હસતા ખેલતા મુકાબલો કર્યો. બુલવાયો શહેરની પાણીની પાઈપ લાઈન જામ
થઈ ગઈ. ત્યાં
સતત દુષ્કાળ અને પાણીની તકલીફોના કારણે આખા શહેરની પાઈપ લાઈનોની સફાઈ થઈ શકતી ન
હતી. આ
પાઈપલાઈન સિવાય પાણી માટે બુલવાયો શહેરમાં અન્ય કોઈ વિકલ્પ પણ વિચારી શકાતો ન હતો. શહેરમાં પાણીની અત્યંત વિકટ પરિસ્થિતિ
થઈ ગઈ. બુલવાયો
આખા શહેરના લોકોએ આ મુશ્કેલીમાંથી ઉગરવા એક નિશ્ચિત દિવસે સાંજે ૭.૩૦ વાગે એક સાથે ટોઅયલેટનું પાણી ફ્લશ કરવાનો
નિર્ણય કર્યો.
શહેરના બધા જ લોકોએ એક સાથે મુક્કરર કરેલા દિવસે અને સમયે ફ્લશ કર્યું. અને ચમત્કારિક પરિણામ મળ્યું. જામ પાઈપલાઈન પાણીના ફોર્સથી ખુલી ગઈ.
સમસ્યાથી ડરી જઈને સંતાઈ જવાનો સૌથી આસાન માર્ગ
છે. સમસ્યાથી
ડરવાવાળાના હાથ હંમેશા ખાલી રહે છે. મુશ્કેલી સામે બાથ ભીડનારાને માર્ગ મળે છે. ભારતમાં ગંગા કિનારાના એક ગામના
માછીમાર ભાઈઓની બહુ પ્રચલિત કહાની છે. આ માછીમારો જ્યારે માછલી પકડવા બોટમાં જતા
તો રોજ એક વાઘ પાછળથી તરાપ મારી એક-બે માછીમારોને ઉપાડી જાય. માછીમારોએ આ મુશ્કેલીથી છૂટકારો મેળવવા
અભ્યાસ કર્યો. એમને
લાગ્યું કે વાઘ પાછળથી જ હુમલો કરે છે. એટલે એમણે માછલી પકડવા જતા બોટમાં બેસતા
માથામાં પાછળના ભાગે માસ્ક પહેરવાનો શરૂ કર્યો. અને વાઘને લાગતું કે માછીમારોની નજર
એની ઉપર જ છે. આશ્ચર્યજનક
રીત વાઘના હુમલા નહીંવત થઈ ગયા. કેટલો સરળ છતાં મક્કમ મુકાબલો...
સારા દિવસો માટે હંમેશા ખરાબ દિવસોમાં
મુશ્કેલીઓ સામે લડવાનું હોય છે. ફરિયાદો કરીને મુશ્કેલીઓથી બચી ન શકાય. મુશ્કેલીઓને હળવી કરવા માટે જવાબદારી
ઉપાડવી પડે. નેધરલેન્ડમાં
રાત્રિના સમયે અંધારામાં સાયકલીંગ કરવાનો બહુ મોટો પ્રશ્ન હતો. આમ પણ નેધરલેન્ડમાં લોકોને સાયકલ
ચલાવવાનો જબરો શોખ. ત્યાંના
સત્તાવાળાઓએ માર્ગ ઉપર ચમકીલા પથ્થરો બેસાડ્યા. આ પથ્થરો દિવસે સૂર્ય પ્રકાશથી ચાર્જ
થાય અને રાત્રે માર્ગ ઉપર સુંદર રોશની આપે. લોકોને પથ્થરોની રંગબેરંગી રોશનીમાં સાયકલીંગ કરવાની
મજા પડવા લાગી. હવે
આ માર્ગને ‘સ્માર્ટ
હાઈ વે’ તરીકે
નેધરલેન્ડમાં લોકો ઓળખે છે.
કહેવાય છે ને કે, મુશ્કેલી એ કેવળ સક્ષમ અને યોગ્ય
વ્યક્તિઓના દ્વારે જ દસ્તક દેતી હોય છે કારણ એને ખબર હોય છે કે, આ મજબુત લોકો જ સમસ્યાનું ઉત્તમ રીતે
સમાધાન મેળવી શકતા હોય છે. આમ પણ સમસ્યાઓનું કોઈ માપ કે કદ હોતું નથી. સમસ્યા તો હલ કરવાની ક્ષમતા ઉપરથી તે
નાની કે મોટી પુરવાર થતી હોય છે. તત્વચિંતક રોબર્ટ કિઓસ્કીના મતે પ્રત્યેક
સમસ્યા પાછળ એક અવસર પડેલો હોય છે. સમસ્યાના પડદાને ચીરીને અવસરને ઝડપવાનો હોય છે. જીવનમાં મુશ્કેલીઓની જરૂર છે. જો મુશ્કેલી છે તો તેને હલ કરીને સફળતા
મેળવવાનો આનંદ છે. કાળી
ડિંબાંગ રાત્રી છે, તો
સવારના સોનેરી કિરણોની કિંમત છે. જો સમસ્યાનો હલ આવે એમ છે તો ચિંતા કરવાની જરૂર
જ નથી અને જો સમસ્યાનો કોઈ હલ તમારી પાસે છે જ નહીં તો નકામી ચિંતા કરવાનો કોઈ
અર્થ જ નથી. મોટા
ભાગના લોકો સમસ્યાના સમાધાન મેળવવાના પ્રયત્નો કરતા સમસ્યાની આજુબાજુ ચકરાવા
મારવામાં સમય વધુ બગાડતા હોય છે. સમસ્યા માણસના મનમાં ક્યારેય હોતી જ નથી
સમસ્યા તો માણસની માનસિકતા છે. સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે તેની આજુબાજુ
ફરવાનો કોઇ અર્થ નથી. માનસિકતા
કેળવવી પડે. મુશ્કેલીને
મહેબુબા સમજી એનો માર્ગ કાઢવામાં શાણપણ છે.
ધબકાર :
સમસ્યા ત્યારે જ વિકરાળ બને છે જ્યારે
તેને કંદોરે બાંધીને જોડે જોડે ફેરવવામાં આવે.



No comments:
Post a Comment