‘કડક’ શબ્દોમાં નબળી વાત
કરતા સરળ શબ્દોમાં ‘મજબૂત’ વાત વધુ અસર ઉભી કરે
એક
કંપનીના ખૂબ મોટા અધિકારીની વાત છે. તેમની કંપનીના વાર્ષિક હિસાબમેળમાં ગયા વર્ષ
કરતાં આ વર્ષે કંપનીનું સેલ ઘણું ઓછું જણાયું. આ અધિકારીએ એમના વરિષ્ઠ અધિકારીઓની
ટીમને બોલાવી.
તુલનાત્મક વિગતો સાથે અધિકારીઓને કહ્યું, ‘આપણી ટીમના બે મિત્રોને ગયા વર્ષે સામાજિક
તકલીફો હતી. એના
કારણે કંપનીનું સેલ સાઈઝેબલ ઘટ્યું હોવાનું જણાય છે. પણ વાંધો નહીં તમારા જેવા બાહોશ અને
તજજ્ઞોની ટીમ આપણી પાસે છે. આપણે સાથે મળીને ગયા વર્ષની ઘટ સાથે આ વર્ષે વધુ
સારું પરફોર્મન્સ કરીશું. લક્ષ્યાંક તમે સૌ જાતે જ નક્કી કરી લો. આપણે આવતી કાલે નવા લક્ષ્યાંક સંદર્ભે
માટે ચર્ચા કરીશું. આ
વાતની સાથી અધિકારીઓના માનસપટ ઉપર ઈન્જેકશન જેવી અસર થઈ. બીજા દિવસે બધા જ અધિકારીઓ આખા વર્ષની
કામગીરીનુ મજબૂત કાર્યઆયોજન લઈને બેઠકમાં આવ્યા. છેલ્લા પાંચ વર્ષમાં થયેલા કુલ સેલના
આંકડાઓ કરતાં પણ વધુ સેલનો ફુલપ્રુફ પ્લાન તૈયાર થયો હતો.
આ
આખી ઘટના રિચર્ડ ડેવોસની ‘ટેન પાવરફુલ ફેઝીસ ફોર પોઝીટીવ પીપલ’ પુસ્તકની યાદ અપાવે છે. અધિકારીએ તેના સાથીઓને વિશ્વાસ આપ્યો
કે, આ
વખતે ભલે આપણો દેખાવ નબળો થયો છે, પણ આગામી સમયમાં આપણે બમણાં વેગથી કાર્ય
કરીશું.
રેકોર્ડ બ્રેક કામગીરી કરી બતાવીશું. આ કામ તમે જ કરી શકો અને તમારી શક્તિઓ અદભુત છે. મને તમારા સૌની તાકાત ઉપર ભરોસો છે. સાથીઓનો વિશ્વાસ બેવડાય જ. આ વાતના પાયામાં વાતચીતની કલાની તાકાત
છે.
એકવાર
જંગલમાં હરણના બે નાના બચ્ચા રમતા રમતા ખાડામાં પડી ગયા. ખાડામાંથી બહાર આવવા બન્ને બચ્ચા ખૂબ
કૂદકા મારવા લાગ્યા. થાકીને એક બચ્ચું ખૂણામાં બેસી ગયું. બીજા બચ્ચાએ કૂદકા મારી પ્રયાસ ચાલુ
રાખ્યો. ઉપર
કેટલાક બીજા હરણ ઊભા હતા અને પ્રયાસ કરી રહેલા બચ્ચાને હસતા હસતા બૂમો પાડી કહેતા
હતા ‘મહેનત
કરવાનું રહેવા દે કોઈ ફાયદો નથી. તું બહાર નહીં આવી શકે...’ પણ આ બચ્ચું તો મહેનત કરી કૂદકા મારતું
રહ્યું અને અંતે છલાંગ મારી બહાર આવી ગયું. આટલા ઊંડા ખાડામાં પડેલા બચ્ચાને બહારથી
નાસીપાસ કરાતા વેણ હોવા છતાં બહાર નીકળવામાં કેમ સફળતા મળી ? તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે આ હરણનું
બચ્ચું બહેરું હતું. બહારથી કરાતી હાંસી અને તું નહીં નીકળી શકે એવા નકારાત્મક સિગ્નલોની
એને ખબર જ નહોતી પડતી અને આ બહેરું બચ્ચું એમ સમજતું હતું, ‘બક અપ, યસ, યુ કેન ડુ ઈટ...’ અને એ અંતે છલાંગ મારી સફળ થઈ ગયું. જ્યારે જે બચ્ચું સાંભળી શકતું હતું તે
હતાશ-નિરાશ
થઈ બેસી રહ્યું અને નિષ્ફળ ગયું. આ સિંબોલિક કથાનો સૂર એટલો છે કે, દુનિયાની હતોત્સાહ થઇ જવાય એવી વાતો
એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવી.
શક્ય
બને ત્યાં સુધી બીજાના તન-મનમાં ઉત્સાહ અને જોમ પુરાય એવા પ્રકારની વાત
અને વાતાવરણ નિર્માણ કરવાની સાચી કળા છે. મોટા ભાગે લોકો પોતાની ભુલને સત્ય પૂરવાર કરવા
જ મથામણ કરતા હોય
છે. આ
માટે અનેક તાણવાણા ગુંથીને પોતાની વાત મનાવવી પડે છે. પણ ભુલનો સ્વીકાર માત્ર આખી વાતનું
સ્વરૂપ બદલી નાખે છે. ‘ઈટ્સ માય મિસ્ટેક’ કહેવા માત્રથી માહોલ બદલાઈ જાય છે. વાતાવરણ હકારાત્મક બની જાય છે. ‘મારી ભુલ છે’ એમ કહેવું શરૂ શરૂમાં આકરું અને વરવું
લાગે. પણ
એક વાર ભુલનો સ્વીકાર નવા અનેક માર્ગો ખોલી આપે છે. સફળતાનો માર્ગ વધુ આસાન બનતો જાય છે.
ક્યારેક
પૃથ્થકરણ કરી જોવું જોઈએ. ‘આઈ એમ સોરી, ઈટ્સ માર મિસ્ટેક’ કહેવાથી કેટલો બધો ફરક પડી જતો હોય છે. કેટલીક વાર ‘સોરી’ શબ્દ સુરજના પહેલા પહેલા કિરણો જેવું
હુંફાળું અને મઝાનું વાતાવરણ ખડુ કરી દેતુ હોય છે. એક વાત બહુ સ્પષ્ટ છે કે, આપણા બોલેલા શબ્દો સામેવાળી વ્યક્તિનું
જીવન બહેતર બનાવી શકે છે અને બદતર પણ બનાવી શકે છે. જ્યારે પણ એમ લાગે કે સામેવાળી વ્યક્તિ
તમારી હિંમત તોડી-મરોડી
રહ્યા છે તો એ વાતને માત્ર પસાર થવા દો. એને તમારા કાનના માર્ગે થઇને મનમાં ‘સ્ટોપેજ’ ન આપો. બીજાની ‘ડિસ્કરેજીયસ’ વાતોને તમારા સપના રોળવાનો કોઈ અધિકાર
ન આપો. આવા
લોકોની વાતો થાય ત્યારે પેલા બહેરા હરણની માફક ‘બહેરા’ બની જવામાં નજા છે. આમ કરવાથી ‘ડિસ્કરેજ’ વાત ‘એન્કરેજ’ વાત બની જશે.
જ્યારે
સામેની વ્યક્તિના કાર્યમાં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવે અને કહેવામાં આવે કે, ‘યસ યુ કેન ડુ ઈટ’ ત્યારે આ શબ્દો એના જીવનમાં નવો પ્રાણ
ફૂંકે છે. યાદ
કરો ‘તારે
ઝમી પર’ ફિલ્મના
‘ઢ’ લાગતા બાળકને. ‘તારામાં અદભૂત શક્તિ છે’ એવો વિશ્વાસ આપતા શિક્ષકને. જેનું મન વારંવાર ડગમગી જતું હોય એની
માટે ‘યુ
કેન ડુ ઈટ’ શબ્દો
હજારો હોર્સપાવરની તાકાત સમાન પૂરવાર થતા હોય છે. ‘આઈ બિલીવ ઈન યુ’ શબ્દ જાનદાર અને શાનદાર છે. ઓછા માર્ક લાવેલા બાળકને કોસવા કરતા
માર્ક જ સફળતાની પારાશીશી નથી, અભ્યાસ અને શિક્ષણ અગત્યનું છે. તે સરસ લીધું છે. એમ કહેવાથી એ બાળક ભવિષ્યમાં સારો
દેખાવ કરી શકે છે. પણ
‘તું
ક્યારેય આગળ ન આવી શકે આટલા ઓછાં માર્ક લાવ્યો છે...’ વગેરે વગેરે શબ્દો એને ક્યારેય
ભવિષ્યમાં આગળ નહીં જ આવવા દે.
‘એસી બાત બોલીએ, મન કા આપા ખોય, ઔરન
કો શીતલ કરે, આપહિ શિતલ હોય...’ કેટલી અદભુત વાત કબીરજીએ બે લીટીમાં કરી છે. જે વ્યક્તિ કુશળતાપૂર્વક બોલવાની અને
બીજાની વાત સમજવાની કળા જાણે છે એ હંમેશા ભીડમાં પોતાની અલગ પહેચાન ઊભી કરતો હોય
છે. જાણીતા
પ્રખર વકતા માન કારનેજી કહે છે કે, સફળ અને અસફળ વ્યક્તિ વચ્ચેનો ફરક પ્રભાવી
વાતચીત કલાની ક્ષમતા જ છે. આપણું મૂલ્યાંકન સામાન્ય રીતે ચાર રીતે થતું
હોય છે એક તો આપણે શું કરીએ છીએ, બીજું આપણે કેવા દેખાઈએ છીએ, ત્રીજું આપણે શું કહીએ છીએ અને ચોથું
આપણે કેવી રીતે વાત કરીએ છીએ. ચોથી વાત સૌથી અગત્યની છે. આપણે કેવી રીતે વાત કહીએ છીએ એના ઉપર
આપણી અને સામેવાળાની સફળતા નિર્ભર થતી હોય છે. કડક શબ્દોમાં નબળી વાત કરતા મજબૂત વાત
સરળ અને નરમ શબ્દોમાં રજૂ થાય ત્યારે એ સૌથી વધુ અસરકારક બની જતી હોય છે.
ધબકાર :
હઠોને સબ બાત છુપા કે રખ્ખી, આંખો કો યે હુનર આયા હી નહીં.


No comments:
Post a Comment