પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 13 August 2019

બાળપણથી લઈને આજ પર્યન્ત સુધીનું જીવન જનસામાન્ય વચ્ચે રહીને વિકાસને સમર્પિત રહ્યું છે એવા સંવેદનશીલ નીડર લીડરની નિર્ણાયતાની કહાની...


બાળપણથી લઈને આજ પર્યન્ત સુધીનું જીવન જનસામાન્ય વચ્ચે રહીને વિકાસને સમર્પિત રહ્યું છે એવા સંવેદનશીલ નીડર લીડરની નિર્ણાયતાની કહાની...




કોઈપણ શાસન પ્રણાલીના પાયામાં સમાજના તમામ વર્ગોનો સહિયારો વિકાસ અને પ્રગતિને પ્રાધાન્ય હોય છે. આ પ્રકારની શાસન વ્યવસ્થા દ્વારા જનજનની પ્રગતિના ઉદ્દેશને સિદ્ધ કરી શકાય તો એવી શાસન વ્યવસ્થાને સ્વાભાવિક રીતે જ સર્વસ્વિકૃતિ મળે છે. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની પ્રગતિશીલ ગુજરાતની પ્રણેતા એવી ટીમ ગુજરાતેછેલ્લા ૩ વર્ષમાં સંકલ્પથી સિદ્ધિની જનજનને પ્રતીતિ કરાવી છે. ૨૧મી સદીમાં ભવ્ય અને દિવ્ય ગુજરાતના નિર્માણ માટે પ્રગતિશીલતાને વરેલી ટીમ ગુજરાતની છેલ્લા ૩ વર્ષની વિકાસયાત્રાનું આકલન એક રસપ્રદ વિષય બની રહે છે.



ઓગસ્ટ તા. ૭, ૨૦૧૬ના દિવસે  ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી તરીકે શ્રી નીતિનભાઈ પટેલે શપથ લઈને ગુજરાતના વિકાસ માટેની શાસનધુરા સંભાળી. ૨૪-૨૪ વર્ષથી ગુજરાતમાં એક જ પક્ષના સુશાનને ગુજરાતની જનતાએ સ્વીકાર્યું છે. ગુજરાતના ખૂણેખૂણાના વિકાસ માટેની નક્કર પરિભાષા અંકિત થઈ છે. વિકાસ ઉપરના વિશ્વાસની આ કડીને શ્રી વિજયભાઈ રૂપાણી અને શ્રી નીતિનભાઈ પટેલની પ્રગતિશીલ ગુજરાતના મંત્રને વરેલી ટીમ ગુજરાત છેલ્લા ત્રણ વર્ષથી આગળ ધપાવી રહી છે. ત્રણ વર્ષના સમયગાળાના અંતે જનહિત માટે શું કર્યું એનું આકલન અને આગામી સમયમાં ભવ્ય અને દિવ્ય ગુજરાતના નિર્માણ માટે શું કરવાનું છે ? એના રોડમેપનું સરવૈયું કરવાનો આ સમય છે. પારદર્શકતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર આધારસ્તંભોના આધારે ગુજરાતના ખૂણેખૂણાના વિકાસ માટેની પ્રતિબદ્ધતા સાથે છેલ્લા ત્રણ વર્ષોથી ગુજરાતના વિકાસની કૂચ જારી છે.
નિર્ણાયકતા વ્યક્તિની સૌથી મોટી મૂડી છે. ત્રણ વર્ષમાં શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાતે ૬૦૦ જેટલાં જનહિતલક્ષી નિર્ણયો કર્યા છે. તેમના દરેક નિર્ણયના કેન્દ્રમાં લોકો છે અને નિર્ણયોનું અમલીકરણ કરવા માટે ફાસ્ટ ટ્રેક ગવર્નન્સની જનજનને અનુભૂતિ થઇ  રહી છે. પ્રત્યેક નિર્ણયોમાં લોકોને સાથે રાખીને લોકોના વિકાસ માટે પરિણામલક્ષી અમલીકરણ થયું છે.
મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાતના છેલ્લા ત્રણ વર્ષો રાજ્યની વિકાસયાત્રાના મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન સમા બન્યા છે. ગુજરાતના વિકાસ સામર્થ્યની પારદર્શક વહીવટ દ્વારા સંવેદનશીલતાપૂર્વક લેવામાં આવેલા ફટાફટ અને સટાસટ નિર્ણયો દ્વારા પ્રગતિશીલતાની પરાકાષ્ઠા સર્જાઈ છે. ત્રણ વર્ષોમાં જનસામાન્યના વિકાસ માટેની અનેક નવતર પહેલનું સાક્ષી ગુજરાત બન્યું છે. સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા જળસંચય, જળસંવર્ધન અને જળવિતરણ માટેનો જનશક્તિને પ્રેરિત કરીને અનોખો પરિશ્રમ યજ્ઞ ગુજરાતે દેશ અને દુનિયાને બતાવ્યો છે. સેવાસેતુના માધ્યમથી ૧.૬૫ કરોડ ઉપરાંત લોકોના પ્રશ્નો અને મુશ્કેલીઓ તેમના દ્વારે જઈને ઉકેલવામાં આવી છે. ઊર્જા ઉત્પાદન અને સંવર્ધન ક્ષેત્રે ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષમાં કાઠુ કાઢ્યું છે. શહેરો અને ગામોના સમતોલ વિકાસની પરિભાષા ગુજરાતમાં અંકિત થઈ છે. ખેડૂતો, મહિલાઓ, યુવાનો, વંચિતો, વનબંધુઓ સમાજના તમામ લોકોને વિકાસની મુખ્યધારામાં લાવવાના સમુચિત પ્રયાસો ટીમ ગુજરાતના પરિણામલક્ષી નિર્ણયોને કારણે શક્ય બન્યું છે.
શ્રી વિજયભાઈ રૂપાણી એટલે સરળતા, સંવેદનશીલતા, સેવા અને સહજતા જેવા ઋજુ ગુણોથી શોભતું સૌમ્ય વ્યક્તિત્વ... તેની સાથો સાથ જ નિર્ણાયકતા, નિડરતા, પરિશ્રમની પરાકાષ્ટા અને દૃઢ મનોબળ જેવી નક્કર લાક્ષણિક્તાઓના પીંડથી ઘડાયેલું વ્યક્તિત્વ...! સરળતા અને સંવેદનશીલતાની સાથે દૃઢતા અને નિર્ભિક્તાનો સમન્વય ભાગ્યે જ જોવા મળે છે. શ્રી વિજયભાઈ આવા વિરલ સમન્વય સાથે તેમના નામને પણ સાર્થક કરી રહ્યા છે. વિજયસ્વયંમનો નહીં સૌનો... ગુજરાત અને ગુજરાતની જનતાના વિકાસ અને વિજયનો ભેખ ધરીને સૌના સાથ સાથે સૌના વિકાસ અને સૌના વિશ્વાસ સાથે સૌના વિકાસનો માર્ગ શ્રી વિજયભાઇ રૂપાણી પ્રશસ્ત કરી રહ્યા છે. શ્રી વિજયભાઈ રૂપાણીનું ચાર દાયકા ઉપરાંતનું જાહેર જીવન સંગઠન, સમર્પણ, સેવા અને કર્મઠતાની સાધના સમાન રહ્યું છે. ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે એમણે શપથ લઈને સૌથી પહેલાં જે વિચાર વ્યક્ત કર્યો હતો એમાં જણાવ્યું હતું કે, ‘હું આજે જે ખુરશી પર બેસી રહ્યો છું એ ખુરશી ક્યારેય મારી ઉપર નહીં બેસે.
જાહેર જીવનના પ્રારંભકાળથી જ સમૂહભાવના અને મૈત્રીભાવ સાથે કામ કરીને સાથીઓનો સૌથી પહેલો વિચાર કરવાનો તેમનો અભિગમ આજે પણ એટલો જ બરકરાર છે. તેમની આજ કાર્યશૈલીને કારણે આજે ગુજરાત સરકાર ટીમ ગુજરાત તરીકે ઉભરી આવીને ગુજરાતના ખૂણેખૂણામાં વસતા જનજનના વિકાસ માટે સતત અને સઘન પરિશ્રમ કરી રહી છે. ૭ ઓગષ્ટ ૨૦૧૬ના રોજ ગુજરાતનું નેતૃત્વ મુખ્ય મંત્રી તરીકે સંભાળ્યું ત્યારથી આજ પર્યંત તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ દર્શાવી રહ્યો છે કે, તેમણે મુખ્ય મંત્રીના પદને સત્તા નહીં બલ્કે જનતાની સેવા કરવાનું માધ્યમ બનાવ્યું છે. રાજ્યના વિકાસ માટે અને જનહિત માટે પ્રશાસકીય વ્યવસ્થાને અને સમગ્ર તંત્રને સંપૂર્ણ શક્તિથી જનહિતના કાર્યો માટે પ્રેરીત કરવા પ્રગતિશીલતા, સંવેદનશીલતા, પારદર્શિતા અને નિર્ણાયકતાના મૂલ્યો આધારીત ચાર સ્તંભ ઉપર ગુજરાતની વિકાસયાત્રા વધુ સુદૃઢ બનાવી છે.
પ્રશાસનને જીવંત રાખી પ્રગતિશીલતાના આ આધારસ્તંભો દ્વારા ભવ્ય અને દિવ્ય ગુજરાતના નિર્માણનો પાયો મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની જનહિતને સમર્પિત સરકારે નાખ્યો છે. આજે ગુજરાતના અદ્વિતીય વિકાસની આગવી ઓળખ ઊભી થઈ છે. વ્યક્તિગત જીવન હોય કે સામૂહિક જીવન, જીવનનો ઉદ્દેશ ગતિ નહિં ઊર્ધ્વગામી પ્રગતિ હોય છે. સંવેદનશીલતા માનવીય જીવનને માયાળુ સ્પર્શ આપીને તેના પ્રભાવક પરિણામો આપે છે. એક નીડર લીડરનું મહત્વનું લક્ષણ સૌમ્યતાસભર નિર્ણાયકતાનું છે. સંવેદનશીલતાપૂર્વક જનહિતના  નિર્ણયો રૂપાણી સરકારની પહેચાન બની ગઈ છે. પારદર્શિતા સાથે વિશ્વસનિયતાપૂર્વક ગુજરાતના વિકાસને રૂંધતા તત્વોને દૂર રાખવાની તેમની દ્રઢતાપૂર્વકની કાર્યશૈલીની અનુભૂતિ સૌ કોઈને થઈ રહી છે.
એક સાધારણ પરિવારમાં જન્મેલા શ્રી વિજયભાઈએ તેમનું પ્રાથમિક શિક્ષણ મ્યુનિસિપલ શાળામાં લીધું છે. બાળપણમાં શિશુ સ્વયંસેવક તરીકે સેવા અને સમર્પણના સંસ્કારોથી તે ઘડાયા છે. સ્વામી વિવેકાનંદજીને તેમણે ન માત્ર વાંચ્યા જ છે બલ્કે એમના વિચારોને બરાબર પચાવ્યા પણ છે. સમાજની સમસ્યા અને પીડિતોની વેદનાને એમણે સૂપેરે અનુભવી. તેમના જીવનમાં બાળપણથી સંવેદનશીલતાના સદગુણોના મૂલ્યો ખીલ્યા છે. યુવા વયે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની તેમણે આગેવાની લીધી હતી. નવનિર્માણ જેવા ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનોના નેતૃત્વની બાગડોર તેમણે હાથમાં લીધી. નેતૃત્વ, દૃઢતા, નિર્ણાયકતાના ગુણો તેમની આગવી મૂડી છે. બાળપણથી લઈને આજ પર્યન્તનું તેમનું જીવન જનસામાન્ય વચ્ચે અને જનસામાન્યના વિકાસ માટે સમર્પિત રહ્યું છે. તેઓ સંગઠનની પ્રવૃત્તિઓમાં સતત કાર્યરત રહ્યા છે. સામાન્ય જનના પ્રશ્નો અને પીડામાં સમાજ જીવનના પડકારોને તેમણે જોયા છે. આ પડકારોને ઉકેલવામાં વ્યવસ્થાતંત્ર વાસ્તવમાં કેવી ભૂમિકા ભજવી શકે તેનું મનન અને ચિંતન એમના મનમાં સતત ચાલતું રહે છે. પ્રગતિશીલતાના પાયામાં પારદર્શકતાના મહત્વને એમણે સૂપેરે પીછાણ્યું છે.
એક પાયાના કાર્યકરથી લઈને ગુજરાતના સૂત્રધાર સુધીની સફર દરમિયાનની એમણે પ્રમાણેલા પારદર્શકતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતાના ચાર પરિબળોને તેમણે વિકાસ અને જનહિતના ઉદ્દેશ માટે આધારસ્તંભ બનાવી મૂલ્યનિષ્ઠ રાજનીતિનો નવો અધ્યાય શરૂ કર્યો છે.
આજે ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન ગુજરાતના વિકાસની રફતાર અને વિકાસદરની વૃદ્ધિ પ્રગતિશીલતાની ગવાહી આપે છે. જનહિત માટે આવશ્યક નિર્ણયો તથા તેનો અસરકારક અમલ ટીમ ગુજરાતની નિર્ણાયકતાને પ્રતિબિંબિત કરે છે. કરૂણા અભિયાનથી અબોલ પશુપંખી માટેની કાળજીથી માંડીને  જનજનની સુરક્ષા અને સુખાકારીની શ્રેણીબદ્ધ યોજનાઓ સંવેદનશીલતા અને દૃઢ નિર્ણાયકતાની સાક્ષી આપે છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભ્રષ્ટાચાર ઉપર જબરજસ્ત આક્રમણ કરીને રાજ્યની આર્થિક પરિસ્થિતિને વધુ સુદૃઢ બનાવાઈ છે. એસીબીના માળખાને વધુ મજબૂત બનાવીને એના ફલકને વધુ વિસ્તારવામાં આવ્યું છે. મહેસૂલી કાયદાઓમાં મોટાપાયે જનહિતલક્ષી પરિવર્તનો કરી રાજ્યના સામાન્ય જનની સુખાકારીને પ્રાધાન્ય આપ્યું છે. કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ, યુવાનોનું કૌશલ્ય નિર્માણ અને નારી સશક્તિકરણના ક્ષેત્રને છેલ્લા ત્રણ વર્ષોમાં વધુ વેગ મળ્યો છે. નાગરિકોની સુખાકારી માટે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ૭૯ વિધેયકો પસાર કરવામાં આવ્યા છે. રાજ્યના જનજનને સરકારની નિર્ણાયકતા અને પ્રગતિશીલતાની પ્રતીતિ થઈ રહી છે.


ધબકાર :
પ્રત્યેક કર્મઠ અને પરિશ્રમી વ્યક્તિ સ્વપ્નદ્રષ્ટા હોય છે. સપના પાછળ જવાબદારી હોય છે. સપના કોઇ જાદુઇ લાકડી નથી, સપના સાકાર કરવા સંવેદનશીલ અભિગમ સાથે પારદર્શક નિર્ણાયકતા, સખત પરિશ્રમ અને દ્રઢ સંકલ્પ જોઇએ.