પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 15 November 2016

મનમાં ધરબાયેલા વૈચારિક વિશ્વને વિસ્તારીએ...

મનમાં ધરબાયેલા વૈચારિક વિશ્વને વિસ્તારીએ...

-     પુલક ત્રિવેદી
એક મિત્રએ તેના બાળપણના ગોઠીયા અને પરમ મિત્રને કહ્યું, ‘હમણાં હમણાંથી તમે નવા વિચારો કે નવા કોઈ આઈડિયા નથી લાવતાં બંધુ.’
પેલા મિત્રએ કહ્યું, ‘જવા દો ને યાર, હું જે કંઈ પણ વાત કરું છું તેને કોઈ સાચી દિશામાં સમજતું જ નથી.’ આપણી વાત સામે કોઈ ધ્યાન જ દેતું નથી. મારી વાત શબ્દોના ગુબ્બારા માત્ર બનીને રહી જાય છે.’
એ મિત્રની અકળામણમાં વજુદ છે અને ગંભીરતાપૂર્વક વિચાર માંગી લે એવી વાત પણ છે. સામાન્ય રીતે જ્યારે પણ કોઈ નવી વાત-વિચાર આવે ત્યારે તેનો સહજ સ્વીકાર ન જ થાય. હું એક એવા મિત્રને ઓળખું છું કે જે, હંમેશા નવા ખ્યાલો-વિચારોને વહેતા કરવામાં માને છે. અને એ મિત્ર તેને આવતા નવતર ખયાલોને બેબાકપણે નિર્ભયતાથી રજૂ કરતાં રહે છે.
સીસ્ટમમાં સુધારાની વાત હોય કે, સામાજિક ચેતનાની વાત હોય, આર્થિક મિમાંસાની વાત હોય કે, શૈક્ષણિક સોપાનોની વાત હોય. કોઈપણ વિષય પરત્વે એમને સૂજેલા નવતર ‘કોન્સેપ્ટ’ એ મિત્ર બેબાક રીતે વહેતા મૂકે છે. પછી એની ચિંતા નથી કરતાં કે કેટલાં અંશે એ સ્વીકારાયા કે પછી ન સ્વીકારાયા... એની કોઈ નોંધ જ ન લેવાઈ વગેરે વગેરે. પણ એ મિત્રને બિરદાવવા જરૂર પડે કે, એને આવતાં નવાં વિકાસોન્મુખ ખ્યાલોનો સંદેશ સમાજને આપતાં રહે છે. ગાંધીનગરના યુવાન ગઝલકાર ડૉ. મુકેશ જોષીની એક રચના યાદ આવી ગઇ.
કહેવાનું તો કહી દીધું અવતરણમાં,
નથી હવે એ રહ્યું સ્મરણમાં.
દરિયામાં જેને શોધી ના શક્યો,
મળ્યું છે અહી કૈંક એવું જ સ્મરણમાં.
આ આખી વાતના પાયામાં માણસની પોતાના મનની સીમારેખાને લાંઘીને કશુંક નવું અને સર્જનશીલ સત્વ સમાજને, મિત્રોને, સંબંધીઓને આપવાની શુભ લાગણીના સંકેત છે. દરેકને જીવનમાં કશું સત્વશીલ પ્રાપ્ત કરવું છે. અને એ સમાજમાં વહેતું પણ કરવું છે. સમાજ, પ્રદેશ, અને આખી દુનિયા સત્વશીલ વિચારો કરવાવાળાઓથી જ ભરેલી છે.
આ જગતમાં જે કોઈ ‘અનિષ્ટ’ છે એ વાસ્તવમાં ‘ઈષ્ટ’ના વિચાર સાથે આગળ વધેલાઓની હારના પરિણામે સર્જાયેલી નકારાત્મકતા માત્ર છે. જ્યારે જ્યારે ‘ઈષ્ટ’ની વાતનો સ્વીકાર થાય ત્યારે ચોમેર પ્રકાશ જ હોય, હવામાં સુગંધ જ પ્રસરે અને કર્ણપ્રિય સંગીત જ રેલાય. પણ આપણે ‘અનિષ્ટ’ના તત્વ-વિચાર અને વર્તનથી એવા તો ટેવાઈ ગયા છીએ કે, ‘અનિષ્ટ’ આપણી આદત બની જવા સુધી વિકસી ગઈ છે. આપણી મૂળ ‘ઈષ્ટ’ની પ્રકૃતિને સંકોચાવા ન દઈએ, દબાવા ન દઈએ એને તો હૃદયમાં ખૂબ ફેલાવીએ અને મનના માંડવે સજાવીએ. એક બીજને પણ વિકાસ પામવા માટે જમીનના દાબમાં આવવું પડે. પાણી અને ખાતર નાખવું પડે અને પછી જ એ જમીનને ફાડીને બહાર આવે. મજાનો છોડ બને. એના ઉપર રંગબેરંગી સુગંધ રેલાવતાં પુષ્પ પાંગરે. પતંગિયા અને ભમરા એ સુગંધનો સંદેશ લઈ આખા ગામમાં પમરાટ કરે.
જ્યારે જ્યારે નવો વિચાર આવે ત્યારે ત્રણ પડાવ પરથી પસાર થવું પડે. પહેલો પડાવ અપમાનનો. બીજો પડાવ વિરોધનો અને છેલ્લો – ત્રીજો પડાવ સ્વીકારનો. સામાન્ય રીતે ઘણાખરા લોકો અપમાનના પ્રથમ પડાવથી જ પાછા વળી જતાં હોય છે. હા, આવાં મિત્રોના માનસપટ ઉપર સતત અને અવિરત વૈચારિક ચેતનાના વમળો નિરંતર સર્જાતા હોય છે. પરંતુ અપમાનના કડવા ઘુંટડા ગળા નીચે ઉતારવાની એમની ક્ષમતાના અભાવના પરિણામે ઘણી બધી નવી દિશા અને ક્ષેત્રોના નવા ખ્યાલો ધરબાઈ જતાં હોય છે.
અપમાનના પ્રથમ ચક્રવ્યૂહને ગમે તેમ સહનશક્તિથી ભેદીને જે મિત્રો આગળ વધે છે તેમને નવા વિચાર સામે સજ્જડ વિરોધનો સામનો કરવાનો વારો આવે છે. અને વિરોધ સાહજિક પણ છે. કારણ કે, જ્યારે જ્યારે વ્યવસ્થા-પરિસ્થિતિમાં બદલાવની વાત આવે ત્યારે, કોઠે પડી ગયેલી ‘મોનોટોનસ’ (પરંપરા) કાર્યપદ્ધતિને બદલવાનો વિચાર માત્ર વિરોધનું મૂળ હોય છે. અને આ એક અત્યંત સ્વાભાવિક પ્રક્રિયાનો ભાગ પણ છે. શા માટે વિરોધથી ડગી જવું ? વિરોધ થાય એટલે નવા ખ્યાલ-વિચારના યુવાવસ્થાએ મૃત્યુનો ડર લાગે. નકારાત્મકતા ઘેરી વળે અને વિચારનો ત્યાગ થાય. એક નવી નક્કોર કુંપળ અકાળે મુરઝાઈ જાય. વિરોધથી ડરવાવાળા મિત્રોની મજાની વિચારધારા અધવચ્ચે અટકી જાય. વિરોધના કડવા ઘુંટડાનો પડાવ ગળાની નીચે ઉતરે પછી સ્વીકારનો શ્રીકાર કરવો પડે.
સ્વીકારના સત્કાર માટે સદાય તૈયાર રહેવામાં નવી દિશા અને નૂતન માર્ગે પ્રસ્થાનની સાનુકૂળતા સર્જાય. સત્ય, પડકાર, ભૂલ અને ખામીઓના ચતુષ્કોણનો સ્વીકાર ન કરી શકાય ત્યારે કોઈપણ સંજોગોમાં આ ત્રીજો પડાવ પસાર ન કરી શકાય. ભૂલ, ખામી અને પડકારોના સત્વના સત્યને સહર્ષ સ્વીકારી નવા વિચારના આયામો સર કરવા માટેનો અંતિમ અને આખરી અંતરાય પાર થયા પછી જ ‘નવા વિચાર‘નો વિજય છે.
સાચો વિજેતા જીમમાં નથી બનતો કે, કોઈ પ્રયોગશાળામાં તૈયાર નથી થતો. પોતાના મનમાં ધરબાયેલી તીવ્ર ઇચ્છાશક્તિ અને લક્ષ્ય નિર્ધારણ માટે અપાર સાહસ અને અખૂટ શૌર્ય સાથે વિજેતા ઘડાતો હોય છે. એથલેટની દસ વર્ષની મહેનતની સાથે એના અખૂટ સાહસ-શૌર્ય મિશ્રિત અદભૂત લક્ષ્ય નિર્ધારણ દસ સેકન્ડની વર્લ્ડ ચેમ્પિયનશીપ ઈવેન્ટમાં વિશ્વવિજેતા બનાવે છે.
નવતર વિચાર માટે અપમાન, વિરોધ અને સ્વીકારના પડાવને પાર કરવા પ્રબળ ઇચ્છાશક્તિ જોઈએ. અંતે વિજય તો આપણો જ છે, પણ શરત માત્ર એટલી કે કોઈપણ પડાવ ઉપર ગભરાઈને અટકી ન જઈએ. આપણી અંદર આકાર લેતું, વિકસતું મજાનું વૈચારિક વિશ્વ વધુ ને વધુ વિસ્તારીએ... આપણે અને સૌ કોઈ વૈચારિક વિશ્વના સૌંદર્ય અને સુવાસને ઓળખીએ-જાણીએ અને માણીએ...
ધબકાર – ‘તમે ત્યાં સુધી અસફળ નથી, કે જ્યાં સુધી તમે કોશિષ કરવાનું

છોડી દો’ - આલ્બર્ટ આઈનસ્ટાઈન


http://www.gandhinagarsamachar.com/wp-content/epaper/july2016/26072016-6.pdf

સુગંધ પાંખડીઓની દીવાલ ભેદીને પવન ઉપર સવાર થઈને બહાર ચાલી નીકળી.

સુગંધ પાંખડીઓની દીવાલ ભેદીને પવન ઉપર સવાર થઈને બહાર ચાલી નીકળી
-     પુલક ત્રિવેદી
નિત્યક્રમ અનુસાર ડો. તેજસ સાંજે ચારેકના સુમારે ઓસરીમાં એમની લાડકી દીકરી કાવ્યા સાથે હિંચકા ઉપર ઝૂલતા હતા. છઠ્ઠા ધોરણમાં ભણતી કાવ્યા ડેડી સાથે હિંચકે હિંચકતા બિસ્કીટ ખાતી હતી અને ડેડી સાથે અલક મલકની વાતો કરતી હતી.
ડો. તેજસ ભાવનગરમાં વિદ્યાનગર સોસાયટીમાં રહે. એ દિવસે કોર્પોરેશન સત્તાવાળાઓએ તેમના ઘરની બહાર કોઈક લાઈન નાખવા માટે ખોદકામ શરૂ કર્યું હતું. પાવડા, કોદાળી સાથે મજુર ભાઈ-બહેનોની ટીમ લાઈનનુ ખોદકામ કરવા લાગી પડી હતી.
પિતાજી સાથે હિંચકતી કાવ્યાની નજર તેના ઝાંપામાંથી બહાર રસ્તા ઉપર ખોદકામ કરતા મજુરોના નાના-નાના બાળકો ઉપર પડી. દસ-અગિયાર વર્ષની કાવ્યા એ જોઈને ડો. તેજસને તદ્દન સ્વાભાવિક રીતે જ પૂછે છે, ડેડી, આ સામે માટીના ઢગલા ઉપર બેઠેલા બાળકોને હું બિસ્કીટ આપું ? ડો. તેજસને નાનકડી કાવ્યાનો આ પ્રશ્ન સાંભળી મનોમન આનંદ અને સંતોષ બે પ્રકારની લાગણી થઈ.
ડો. તેજસને તરત જ કહ્યું, ‘‘હા બેટા જા જલ્દી જઈને તેમને બિસ્કીટ આપ’’ મજૂરોના બ બાળકો કાવ્યા એ આપેલા બિસ્કીટ મોજથી ખાવા લાગ્યા. કાવ્યા એમને જોઈને રાજી થઈ. એણે એ બધાના નામ પૂછ્યા અને થોડીવાર એ બાળકો સાથે માટીમાં રમી.
દરમિયાનમાં ડો. તેજસ ઘરથી નજીકની દુકાનમાંથી બિસ્કીટના વધારે પેકેટ્સ લઈ આવ્યા અને દીકરીને આપીને કહ્યું, ‘‘લે બેટા હવેથી રોજ તું આ નવા સાથીઓને તું જ્યારે બિસ્કીટ ખાય ત્યારે આપજે.’’
ડો. તેજસ અને એમની લાડલી દીકરી કાવ્યાનો આ નાનકડો પ્રસંગ ઘણું બધું કહી જાય છે. જીવનના ઘડતરમાં કેટલીક બાબતો હૃદયમાંથી સંસ્કારીતા બનીને સદાય વહેતી હોય છે. ડો. તેજસ કે તેમના પત્ની રોજ ગરીબ બાળકોને જમવાનું કે બિસ્કીટ આપતા ન હતા. આમ છતાં અચાનક કાવ્યાએ ગરીબ બાળકોને બિસ્કીટ વહેંચવાનો ડેડી પાસે વ્યક્ત કરેલો વિચાર ભીતર વહેતી સંસ્કારીતાની સરવાણી છે.
ડો. તેજસે જ્યારે આનંદ અને સંતોષની મિશ્રિત લાગણી વ્યક્ત કરી તેની પાછળનું તત્વ હતું, વર્તમાનમાં ઘડાતું તેમની દીકરીનું જીવન અને તેમને થઈ રહેલું તેનું તાદ્રશ્ય દર્શન.
આમ તો જીવન એક એક સેકંડરૂપી ઈંટોથી રચાતી ઇમારતનુ માળખુ છે. જીવનમાં માત્ર એક જ  કાળ અગત્યનો છે, અને એ છે ‘વર્તમાનકાળ’. ભૂતકાળ વીતી ગયો છે. ભવિષ્ય હજી આવવાનો બાકી છે.
સાચું જીવન જ ‘વર્તમાન કાળ’ છે. અને વર્તમાન કાળની એક એક ક્ષણને સંપૂર્ણ સજાગ બનીને સાક્ષીભાવપૂર્વક જીવંત બનાવાય એ જરૂરી છે.
દીકરી કાવ્યા અને ડેડી ડો. તેજસનો પ્રસંગ નાનો પણ પદાર્થ પાઠ ખૂબ મોટો. જીવન નાની નાની ક્ષણનો વિરાટ સરવાળો છે. નાના લાગતા પ્રસંગોના સમજપૂર્વક સાચવેલા ખજાનાથી જીવન માલામાલ બનતું હોય છે.
કવિવર રવીન્દ્રનાથ ઠાકુરની એક સરસ વાત છે.  એક ફુલ કહે ‘મારી સુગંધને હું મારી પાસે તીજોરીમાં રાખીશ. હું એનો એકલો માલિક. તે કોઈને નહીં આપું. સુગંધને મારા ઘરની બહાર નહીં નીકળવા દઉં. સુગંધ કેદ રાખવા એણે પાંકડીઓની દીવાલ રચી. પણ સુગંધ તો રોકી રોકાઈ નહીં. એ તો પાંખડીઓની દીવાલ ભેદીને પવન ઉપર સવાર થઈને બહાર ચાલી નીકળી.
ફુલ માથુ હલાવી, હાથ વીંઝીને બુમો પાડે, અરે મારી સુગંધ, મારી દીકરી તું પાછી આવ, તારે કશે જવાનું નથી, તું મારા ઘરમાં રહે બેટા... હું તને ખૂબ સાચવીને રાખીશ.’’
ફુલે સુગંધને કહ્યું પણ તેનો જવાબ પવને આપ્યો. ‘‘અરે ભાઈ ફુલ, જે સુગંધ તારું ઘર છોડીને બહાર નીકળી છે તેને લોકો તારી સુગંધ કહે છે. તું જેને ઘરમાં પુરી રાખે તેને કોઈ સુગંધ નથી કહેવાનું.’’
ફુલની આંખ ઉઘડી ગઇ અને એણે સુગંધને કહ્યું, ‘‘જા બેટી, મા-બાપનું નામ રોશન કર...’’
હૃદયના ઊંડાણમાં પડેલી સંસ્કારીતા વર્તમાનની કેડે બેસીને સમાજને સુસંસ્કૃત કરે છે. નાનકડી કાવ્યાના એક નાનકડા કદમે ‘વર્તમાન’ સુસંસ્કૃત હોવાનો જડબેસલાક પુરાવો આપ્યો.

ધબકાર – ‘‘પ્રત્યેક ઉમદા કાર્ય પ્રથમ અશક્ય જ લાગે છે’’ – થોમેસ કાર્લે

http://www.gandhinagarsamachar.com/wp-content/epaper/july2016/12072016-6.pdf

આપણી સંમતિ વગર કોઇ વ્યક્તિ આપણને દુખી કરી શકે જ નહીં...

આપણી સંમતિ વગર કોઇ વ્યક્તિ આપણને દુખી કરી શકે જ નહીં...

-     પુલક ત્રિવેદી
‘વોટસેપ’ ગુરુઓ અને ‘ફેસબુક’ સંતો દ્વારા રોજે રોજ જન સુધારણા કાર્યક્રમ અંતર્ગત એકથી એક ચઠિયાતા અને પ્રેરણાત્મક સુત્રો કોમ્પ્યુટર અને મોબાઇલની સ્ક્રીન પર ઠલવાતા રહે છે. જોક એપાર્ટ... વોટસેપ ટેકનોલોજીના પ્રતિદિન નવા આવિષ્કારોને હૃદયપૂર્વકના આનંદસહ નમન છે. વાંચક બિરાદરોને સ્વભાવિક આશ્ચર્ય થશે કે આજે અચાનક આસ્મિક રીતે ‘વોટસેપ’ને નમન કરી એના ગુણગાનથી વાતની શરૂઆત... ! જી હા, બિલકુલ. વાત પણ એવી જ છે.
તાજેતરમાં મારા પરમ મિત્ર નવલભાઇએ મને ‘વોટસેપ’ ઉપર પ્રમાણમાં લાંબી પણ મોજ આવી જાય એવી વાત મોકલી.
Are you hurt? અર્થાત શું તમને માઠું લાગ્યું? ” મથાળા સાથેની અબ્રાહમ લીંકનના જીવનમાં બનેલી સત્ય ઘટનાની વાત છે. સૌથી તાકાતવર અને જગત જમાદાર રાષ્ટ્ર, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા બાદ પહેલીવાર તેમની ઓફિસમાં લીંકન સાહેબ આવ્યા અને તેઓ પ્રથમ પ્રવચન આપવા માટે ઉભા થયા તે વેળાની આ વાત છે. અબ્રાહમ લીંકનની બિલકુલ સામે પ્રથમ હરોળમાં બેઠેલા એક સજ્જન દેખાવમાં સોફેસ્ટિકેટેડ અને વસ્ત્ર પરિધાન ઉપરથી ધનાઢ્ય જણાતા હતા. એમણે ઉભા થઇને કહ્યું, મી. લીકન, તમને યાદ છે. તમારા પિતાજી મારા સમગ્ર પરિવાર માટે બુટ બનાવતા હતા. અને આ વાત સાંભળીની આખી સભામાં ખડખડાટ હાંસ્યનું મોજુ ફરી વળ્યું. સભામાં બેઠેલા બધા વિચારવા લાગ્યા લીંકનને મુર્ખ સાબિત કરીને એને જબરો ભોંઇ ભેગો પછાડ્યો. પણ કેટલાક લોકોને કુદરતે નોખી માટીના ઘડ્યા હોય છે... ખરેખર કેટલાક લોકો અલગ સાચામાં સ્વયં પીસાઇને ઘડાતા હોય છે.
અબ્રાહમ લીંકને એ સજ્જનની આંખોમાં આંખો પરોવીને દ્રઢતાપૂર્વક વિનમ્રતાથી કહ્યું, જી હા સર. મને ખબર છેને, મારા પિતાજી આપના પરિવાર માટે બુટ બનાવતા હતા. અને કદાચ અહીં બેઠેલા પૈકી ઘણા લોકોના માટે પણ મારા પિતાજીએ બુટ બનાવ્યા હશે. કારણ કે મારા પિતાજી જેવા અદભૂત બુટ કોઇ બનાવી શકતું નથી. એ તો મહાન સર્જક છે. એ માત્ર બુટ જ નથી બનાવતા એ પ્રત્યેક બુટ બનાવતી વેળા એમાં એમનો આત્મા રેડી દે છે. પણ મારે આપને પુછવું છે કે, તમને એમના બનાવેલા બુટથી કોઇ ફરિયાદ છે? હું તમને આ પુછું છું કારણ કે હું પણ બુટ બનાવવાની કારીગીરી જાણું છું, અને જો તમને ફરિયાદ હોય તો હું તમને બીજી જોડી બનાવી આપુ. જો કે મારા માનવા મુજબ પીતાજીએ બનાવેલા કોઇપણ બુટ માટે કોઇનેય ક્યારેય કોઇપણ કમ્પલેઇન હોતી નથી. એ એક મહાન સર્જક હતા. મને એમના માટે ગર્વ છે.
આખી સભામાં સન્નાટો... પીન ડ્રોપ સાઇલન્સ.’ ટાકણી પડે તો પણ સંભળાય. સભામાં બેઠેલા લોકોને સમજ ન પડી કે લીંકન કેવી પ્રકૃતિના વ્યક્તિ છે. અને તેના પિતાજીના કાર્ય માટે હજુ સુધી કોઇપણ ફરિયાદ ન આવવાનો આ વ્યક્તિને કેટલો ગર્વ છે.
આ દુનિયામાં આપણને આપણી પોતાની સમતિ વગર કોઇ અન્ય વ્યક્તિ, ક્યારેય કોઇપણ રીતે દુખી કરી શકે જ નહીં. ખરેખર તો જે બને છે તે આપણને દુખી કરી શકે એવી બાબત છે જ ક્યાં? આપણે દુખી તો આપણા પ્રતિભાવોથી જ થઇએ છીએ.
કામ નાનું હોય કે મોટું આપણા કામમાં નિષ્ઠા રાખીને એવા નિપુણ બનીએ કે સહજતાથી લાગે કે, સુખ આપણી મુઠ્ઠીમાં જ છે. મોટા મહેલમાં, વાતાનુકુલિત ઑરડામા, કુશનવાળા ગાદલા ઉપર ઉંઘ માટે આળોટતો ધનાઢ્ય વ્યક્તિ સુખી કે પછી ફુટપાથ ઉપર વરસતા વરસાદમાં મીણ્યું બાંધી નીરાતે ઉંઘ લેતો માણસ સુખી? સાધન – સવલત સુખ કહેવાય? સુખ તો મન:સ્થિતીની વિભાવના છે. સવલતો એ સુખ નથી. આનંદની મન:સ્થિતીની વિભાવના જ સુખ છે.
કવિવર રવીન્દ્રનાથ ઠાકુર એક મજાની પ્રાર્થના કરતા કહે છે કે,
Give me the Strength
To rise my head
High above the daily trifles
અર્થાત હે પરમ ક્રુપાળુ તું મને એવી શક્તિ આપ કે જેથી હું મારું મસ્તક રોજિંદી તુચ્છતાઓથી પર રાખી શકું, ઉદ્વર્વ રાખી શકું કવિવરની આ પ્રાર્થના, જીવનમાં શાંતિ માટેની ગુરુ ચાવી છે.
આમ જોવા જઇએ તો દુનિયામાં મોટા ભાગના લોકો પોતાને દુખી માનતા હોય છે. જેના કારણોની એ પોતે જો જેન્યુઇન્લી તપાસ કરી જુએ તો તેને એક જ કારણ મળે. અને એ છે, અન્ય દ્વારા એની તુચ્છતા પ્રસ્થાપિત કરવાના પ્રયાસ સામે એનો પ્રતિભાવ. પોતાના કામ માટે પ્રાણ રેડીને કાર્ય કરવું એમાં જ સાચો નિજાનંદ છે. માણસના જીવનમાં આનંદ શરીર અને સાંસારિક સવલતોના મોટાપણા કરતા મનની મોટાઇમાં છે. અન્યને તોડીને – મરોડીને મળતો આનંદ એ ક્ષણજીવી આનંદ છે. અન્યને આનંદ આપતા મન, હૃદય અને આત્મા ત્રણેય પુલકિત થાય. અને ત્યારે જ સમજાય કે બીજાના આનંદમાં આપણી જાતને જોવાનો આનંદ કેટલો અલૌકિક અને અનેરો હોય છે. સાચુ પુછો તો આ જ તો આધ્યાત્મિકતા છે. એનો સીધો સંવાદ આત્મિક ચેતના સાથે થાય છે.
તુચ્છ ઉપલબ્ધિઓ અને આત્મસ્લાઘા સમા વખાણના મહોરા ઉપર મ્હોરા પહેરીને આપણે બિનજરૂરી બોજ વધારતા ફરીએ છીએ... સોરી, વેંઢારતા ફરીએ છીએ|... છોડીએ યાર, આ માન-સન્માનની સ્થુળ વાતો... હળવા ફુલ બની વિહરવાની મજા લઇએ. અપમાન અને સન્માનના ચક્કરો તો જીવનભર ચાલતા રહેશે. એના ચક્રવ્યુહમાંથી બહાર નીકળી જઈએ અને પછી જોઇએ કે જીવનમાં જે બચે છે એ બીજુ કશું નહીં પણ માત્ર ને માત્ર આનંદ જ આનંદ છે...

ધબકારઃ શારિરીક સ્વાસ્થ્ય કરતા વધારે અગત્યનું અને મહત્વનું છે, ચિત્તનું સ્વાસ્થ્ય.  જે. કૃશ્નમુર્તિ


http://www.gandhinagarsamachar.com/wp-content/epaper/july2016/19072016-6.pdf

સલામ છે, તરજુના આત્મવિશ્વાસને...અને એની ખુમારીને...

સલામ છે, તરજુના આત્મવિશ્વાસને...અને એની ખુમારીને...
-     પુલક ત્રિવેદી
૧૫ માર્ચ, ૨૦૧૬ મંગળવારનો એ દિવસ હતો. અમેરિકાની યુનિવર્સિટી ઓફ પીટ્સબર્ગના ન્યુરો કેસ સ્ટડીના ક્લાસમાં એક નજર લાગે એવી ફુટડી યુવાન દીકરી તરજુએ એની ક્લાસમેટ સૃષ્ટિને કહ્યું ‘‘યાર મુજે ઐસા લગતા હૈ કી મેરે કો ‘મલ્ટીપલ સ્ક્લેરોસીસ’ હુઆ હૈ’’ બહેનપણી સૃષ્ટિએ તરજુનો હાથ પકડી લાગણીથી કહ્યું ‘યાર પ્લીઝ, ઐસા મત બોલ ભગવાન કે લીયે ઐસા મત બોલ’.
       ગાંધીનગર શહેરમાં ઉછરેલી અને ૨૦૧૪માં બેચલર ઓફ ફીઝીયોથેરાપીનો અભ્યાસ કરી ક્લીવલેન્ડ સ્ટેટ યુનિવર્સિટી, ઓહાયોમાં માસ્ટર્સ કરવા માટે તરજુ ૨૦૧૫માં અમેરિકાની વાટે નીકળી.
       મેન્ટલી ચેલેન્જડ છોકરાઓની સંભાળ તરજુનો વિશેષ રસનો વિષય. આમ પણ તબીબ પિતા જયેશભાઈનો વારસો તરજુએ બરાબર સાચવ્યો છે. મલ્ટીપલ સ્ક્લેરોસીસ એક એવા પ્રકારનો ‘રેરેસ્ટ ઓફ રેર’ કહી શકાય એવો ‘ડીસીઝ’ છે કે જેમાં દિનપ્રતિદિન આ રોગના લક્ષણો વધુને વધુ વકરતાં જતાં હોય છે. તરજુ ગ્રેજ્યુએશન કરતી ત્યારે અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં તેની ટ્રેનિંગ દરમિયાન તેનું પહેલું પેશન્ટ એણે ‘મલ્ટીપલ સ્ક્લેરોસીસ’નું જ ટ્રીટ કર્યું હતું. તરજુ આ રોગમાં નિષ્ણાત બની આ પ્રકારના રોગીઓની સેવા કરવા મનોમન ગાંઠ વાળી ચૂકી હતી.
૧૫ માર્ચ, ૨૦૧૬ મંગળવાના દિવસે જ્યારે તરજુએ સૃષ્ટિને કહ્યું કે, મને ‘મલ્ટીપલ સ્ક્લેરોસીસ’ થયું હોય એમ લાગે છે. ત્યારે તેણે અગાઉ એના શરીરમાં જે પ્રકારના પ્રાથમિક પરિવર્તનો જોયાં એ ઉપરથી તેણે આ સ્ટેટમેન્ટ કર્યું. બીજા દિવસે સૃષ્ટિને લઈને તેની જ કોલેજ નજીક આવેલી અમેરિકાની પ્રખ્યાત હોસ્પિટલમાં તરજુ MRI ટેસ્ટ કરાવવા પહોંચી. સ્વાભાવિક રીતે જ સૃષ્ટિ બહાર વેઈટીંગ લોન્જમાં બેઠી અને તરજુ અંદર નિષ્ણાત તબીબો જોડે MRIની વિધિ માટે ગઈ. થોડા સમય પછી તરજુ ધોળીયા ડોકટરોની રૂમમાંથી બહાર આવી. વેઈટીંગ લોન્ચમાં સૃષ્ટિ સાથે રીપોર્ટની રાહ જોતી એ બેઠી.
થોડા સમય પછી એક ધોળીયો તબીબ એની રૂમમાંથી બહાર આવ્યો અને ખૂબ લાગણીસભર રીતે તરજુનો હાથ પકડીને કીધું ‘આઈ નો, ઈટ વીલ બી વેરી શોકીંગ ફોર યુ વોટ એવર આઈ એમ ગોઈંગ ટુ સે યુ. વી આર સસ્પેક્ટીંગ સ્પાઈનલ ટ્યુમર ઓફ મલ્ટીપલ ક્લેરોસીસ’.
કોઇ પણ વ્યક્તિ ડોકટરના આ શબ્દો સાંભળીને આભ તુટી પડ્યું હોય એમ છળી ઉઠે. પણ તરજુ એક પણ સેકંડ ડિસ્ટર્બ થયા વગર એના સેલ ફોનથી એના ‘ફીયાન્સ’ વાઘેશને ફોન કરીને સમાચાર આપ્યા અને તરત બીજો ફોન ગાંધીનગરના પપ્પાના ખાસ મિત્ર જાણીતા ઓર્થોપેડિક ડોકટર વિજય ઉપાધ્યાયને ફોન કરીને સમાચાર આપ્યા. અને સાથે સાથે ડૉક્ટર ઉપાધ્યાય અંકલને સ્પષ્ટ સૂચના પણ આપી કે, અત્યારે મારા પપ્પાને કંઇ કહેતા નહીં અંકલ. એક મા બેટાની કાળજી લે એવી રીતના તરજુ એના સંવેદનશીલ બાપને બરાબર સમજતી હતી અને એટલે જ એણે ડોકટર અંકલને કહ્યું હમણાં આ વાત પપ્પાને ના કરતાં. તમારી રીતે એકાદ દિવસ પછી પપ્પાને કહેજો.
બીજા દિવસે ડોકટર વિજય ઉપાધ્યાયે એમના મિત્ર અને સાથી તબીબ ડો. જયેશ શાહને ગઈકાલે આવેલા તરજુના ફોનની વિગત આપી. ડોકટર જયેશ શાહ તબીબ પછી પણ પહેલાં તો એક દીકરીના લાગણીશીલ પિતા. ખુબ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. કેમેય કરીને એમની આંખોના આંસુ સુકાતા ન હતાં. એમણે તરત અમેરિકા ફોન કરી તરજુને કહ્યું, ‘બેટાં તું જલદી ગાંધીનગર પાછી આવી જા.’ ફિયાન્સ વાઘેશે તાત્કાલિક જે ઉપલબ્ધ હતી તે એરલાઈન્સની ટીકીટ બુક કરાવી અને બીજા દિવસે રાત્રે તરજુ ગાંધીનગર પરત આવી. ફોન ઉપર પપ્પાનો ગાંધીનગએઅ પાછા આવવાનો સંદેશ મળ્યો ત્યારથી તે ગાંધીનગરમા ઘરે આવી ત્યાં સુધી એને એની તબીયત કરતાં વધુ ચિંતા એના પપ્પાની હતી. સતત મમ્મીને ફોન ઉપર કહેતી રહી ‘ મમ્મી પપ્પાને સાચવજે. એ બહુ ઢીલા છે.’
તબીબ પિતા અને દીકરી બેય જણાં ફરી એકવાર સારામાં સારી લેબોરેટરીમાં જઈને પુનઃ ચકાસણી કરાવી. રિપોર્ટ એ જ. ગુજરાતના જાણીતા ન્યુરોસર્જનની ટ્રીટમેન્ટ શરૂ કરી. દરમિયાનમાં તિબેટીયન હર્બલ પદ્ધતિના નિષ્ણાંત એવા યેશી ધોન્ડેન કે જે, દલાઈલામાના મેડિકલ એડવાઈઝર વિષે ડો. જયેશને એમના મિત્રએ જણાવ્યું. જયેશભાઇ તરજુને ધરમશાલામાં લઈ ગયા. હર્બલ ટ્રીટમેન્ટની પણ શરૂઆત કરી. માર્ચ ૨૦૧૬થી આ ત્રણ મહિનાના સમયગાળામાં ડો. જયેશના અને એના પરિવાર ઉપર ‘મલ્ટીપલ સ્ક્લેરોસીસ’નું જે વાવાઝોડું આવ્યું. એ વાવાઝોડામાં તરજુ ડગી જવાની જગ્યાએ હિંમતપૂર્વક પરિસ્થિતિનો મુકાબલો કરતી મજબુત જુદી જ તરજુના દર્શન થયા. ગજબનો આત્મવિશ્વાસ અને ખુમારી આ છોકરીમાંથી છલકતી. એની બીમારીના કારણે એના લાડકવાયા પપ્પા અને મમ્મીની તબિયત ઉપર અસર ન થાય તેની સતત કાળજી લેતી. ડિસેમ્બરની આસપાસ તરજુ અને વાઘેશના લગ્ન લેવાવાના છે. વાઘેશે જ્યારે તેની ફિયાન્સના આ રોગ વિશે જાણ્યું ત્યારે એણે દ્રઢતાપૂર્વક કહ્યું ‘તરજુ, હવે આપણે બેઉ જણાં જે કાંઈ પણ કમાઈશું એ તમામ રકમ ‘મપ્ટીપલ સ્ક્લેરોસીસ’ના દર્દીઓની સારવાર પાછળ જ ખર્ચીશું.
આ આખી ઘટના જીવનના એક એવા મહત્વપૂર્ણ પાસાને ઉજાગર કરે છે. જેનું નામ છે ‘આત્મવિશ્વાસ’. તરજુનો આત્મવિશ્વાસ અને જીવન જીવવાની એની ખુમારી, માતા-પિતાની સંભાળ, ફિયાન્સને સાચી વાત જણાવી સાથે રાખી આગળ વધવાના નક્કર મનસૂબા. બે બાબત ઉજાગર કરે છે. એક તો પરિસ્થિતિનો સમજપૂર્વક મુકાબલો અને હિંમતપૂર્વક આવનારી પરિસ્થિતિને નકારાત્મકતાની જગ્યાએ હકારાત્મક દ્રષ્ટિકોણથી જોવાનો. સ્વામિ વિવેકાનંદની પેલી પ્રચલીત વાત અંધારામાં પકડેલું દોરડું આત્મવિશ્વાસના અભાવે સાપ લાગે અને છળી મરે. આત્મવિશ્વાસ સાથે એક તબક્કે સામે આવી ચડેલા ચાર સિંહ સામે બાથ ભીડીને પણ ઉગરી જવાય. આત્મવિશ્વાસ એક એવું ટોનિક છે, કે જે હકારાત્મક વિચારધારાના સૂરજને વધુ દેદિપ્યમાન બનાવે છે. આત્મવિશ્વાસની કમી અનેક મુસીબતોને નોતરે છે. તરજુએ આત્મવિશ્વાસની જે મિશાલ પૂરી પાડી છે. એ એના જેવી યુવતીઓ માટે ખરેખર એક પ્રેરણાનો પ્રકાશપુંજ છે. બ્રિટનના જાણીતા લેખક અને પ્રકાશક માર્ક્સ ગાર્વીએ આત્મવિશ્વાસના સંદર્ભે મઝાની વાત કરી છે. એમણે કહ્યું છે કે, ‘આત્મવિશ્વાસની સાથે તમે આરંભ પહેલા વિજેતા છો.’ તરજુ વિજેતા છે. એનો આત્મવિશ્વાસ બુલંદ છે.

આ ઘટનાની જાણ થઈ ત્યારે હૃદયના ઊંડાણમાંથી એક જ વાક્ય નીકળ્યું અને એ હતું ‘નથીંગ ઈઝ ગોઈંગ ટુ હેપન્ડ વીથ યુ તરજુ... સેલ્યુટ તુ યોર સેલ્ફ કોન્ફિડેંસ’


http://www.gandhinagarsamachar.com/wp-content/epaper/june2016/28062016-6.pdf

‘શીલવાન’ની જેમ ‘શિસ્તવાન’નું સ્વરૂપ ગૌરવપૂર્ણ હોય છે.

‘શીલવાન’ની જેમ  ‘શિસ્તવાન’નું સ્વરૂપ ગૌરવપૂર્ણ હોય છે
-     પુલક ત્રિવેદી
       એક નાનકડો સાત-આઠ વર્ષનો છોકરો પપ્પાની આંગળી પકડીને પબ્લિક ગાર્ડન વોક-વે ઉપર જતો હતો. ચાલતાં ચાલતાં છોકરો ચોકલેટ ખાતો હતો. ચોકલેટ પૂરી થઈ જતાં ચોકલેટનુ ‘રેપર’ તેણે રસ્તા પર ફેંકી દીધું. આગળ ચાલતાં ચાલતાં અચાનક પિતાના હાથમાંથી આંગળી છોડાવી બાળક પચાસેક મીટર પાછળ તેણે ફેંકેલું ચોકલેટનું રેપર દોડતો જઈને ઉપાડી બાજુમાં રાખેલા કચરાના ડબ્બામાં વ્યવસ્થિત રીતે નાંખે છે.
       સોશ્યલ મિડીયા ઉપર વાયરલ થયેલો આ વિડીયો સ્વચ્છતાનો સંદેશ અસરકારક રીતે આપે છે. પરંતુ તેથી પણ વધુ જોરદાર રીતે જીવનમાં શિષ્તના તત્વને જાનદાર રીતે ઉજાગર કરે છે. જીવનમાં કરવા જેવા અનેક મજાના અને સરસ કાર્યો છે પણ એમાં સાચું શિસ્તને ગમે એવું અને આનંદ થાય એવું ‘સતચિત્ આનંદ’ કાર્ય કયું હોઈ શકે ? આવા સાચા આનંદના કાર્યો શોધવા ન પડે, જો જીવન ‘શિસ્ત’ના સોને મઢેલું હોય. સંયમ પ્રત્યેક કાર્યફળનુ મૂળ છે. અને શિસ્ત સંયમથી ઘડાય છે. સામાન્ય રીતે કોઈપણ પછડાટનું મૂળતઃ પરિણામ સંશોધિત કરવામાં આવે તો તેમાં શિસ્તનો અભાવ જ જણાશે. જ્યાં શિસ્ત નથી ત્યાં સફળતા સંભવી જ ન શકે.
       શિસ્તનું તો એવું છે જ્યાં સુધી તેનું મજબુત અમલીકરણ થતું નથી, જ્યાં સુધી તે વ્યવહારનો ભાગ બનતું નથી ત્યાં સુધી અઘરી-અઘરી લાગે. જ્યારે શિસ્ત જીવનમાં વણાઈ જાય તો એની સૌરભ આપોઆપ મીઠી અને મધુરી લાગે.
       ‘શીલવાન’ની જેમ  ‘શિસ્તવાન’નું સ્વરૂપ ગૌરવપૂર્ણ હોય છે. શિસ્તવાનનું તેજ ગજબનું હોય છે. એક શિસ્ત જીવનમાં આવે તો એની પાછળ ઢગલાબંધ શિસ્ત આવતી થઈ જાય. જીવન વધુ ને વધુ બહેતર બનતું જાય. જેમ કે, એક શિસ્તવાન નિયમ એવો લેવાય કે, સૂર્યોદય પહેલાં સવારે વહેલો ઉઠીશ તો વહેલાં સુવાનું, સવારે વાંચનનું, કુદરના ખોળે ચાલવાનું વગેરે વગેરે શિસ્તબદ્ધ નિયમો એની પાછળ ખુદબખુદ ચાલ્યા આવે.
       જીમ રોહન નામના એક વિદ્વાન ચિંતકે સરસ કહ્યું છે કે, લક્ષ્યાંકો અને તેને પરિપૂર્ણ કરવાના પ્રયાસો વચ્ચેનો મજબૂત સેતુ એટલે ‘શિસ્ત’.
       એક એક કાર્યોને તેની આગવી શિસ્ત હોય છે. કુદરતની પણ સીમા રેખા શિસ્ત છે. માફકસરનો પવન આહલાદ આપે. અને તોફાની પવન ખાનાખરાબી સર્જે. શિસ્ત અને સંયમને દોરે ગુંથાયેલું આકર્ષક ઘરેણું છે. જ્યાં અમર્યાદપણું આવે ત્યાં  અતિ ગતિ હોય. જ્યાં ધરી છૂટે ત્યાં ‘અશિસ્ત’નો જન્મ અને ‘શિસ્ત’નો લોપ અને જ્યાં અશિસ્તનતો જન્મ ત્યાં નુકસાન, ખાનાખરાબી, પછડાટ, નિષ્ફળતા જ હોય.
       ‘શિસ્તવાન બનવાનું ‘સ્વીમીંગ’ કરવા જેવું છે. તરવાનું શીખવા જઈએ એટલે પહેલાં પહેલાં બહું અઘરું લાગે. નાકમાં, મોમાં બધે પાણી ભરાય. શરીરના સંતુલનની કોઈ સીમા રેખા ન રહે. પણ એકવાર પાણીમાં કેટલા પગ હલાવવાં અને કેવી રીતે હાથ ફેરવવા એ આવડી જાય પછી તરવાનું સહેલું લાગે. તેમાં પણ અતિ અગત્યની વાત શ્વાસ લેવાની અને છોડવાની છે. તરતી વેળા કેટલો ક્યારે અને કેવો શ્વાસ લેવો એની રીધમ અને સંયમ સૌથી અગત્યનું પાસું છે.
       પિતા, શિક્ષક, માતા, બોસ અને નેતા આ પાંચ ભૂમિકામાં ‘શિસ્ત’ સૌથી અગત્યનું છે જો આ પાંચ શિસ્તવાન હોય તો પ્રેરણાદાયી પુષ્પોનો મઘમઘાટ સમગ્ર સંસારમાં વ્યાપે જ વ્યાપે. બોસ કચેરીમાં સમય પહેલાં આવે નિર્ધારીત કાર્યો સમયસર ‘ડેડલાઈન’ સાથે પૂરા કરે તો તેના સાથીઓમાં પણ સમયપાલનની શિસ્ત આપોઆપ ખીલવાની જ છે.
       એક વાતની પ્રતિતી સદા સર્વદા થતી હોય છે કે ‘શિસ્ત’ એ ભીતરથી વિકાસાવવાની કલા છે. ભીતરથી પ્રગટેલી શિસ્તનું ઓજસ જીવનને ભર્યું ભર્યું અને સંપૂર્ણ બનાવી દે છે, જે આપણને આપણી જાત અને જગત સાથે તન્મયતાથી જોડી આપે છે.
       હે પ્રભુ મને તું પૈસા, પ્રતિષ્ઠા અને પ્રેમ આપે તેના કરતાં શિસ્ત આપજે, સત્ય આપજે.- વિદ્વાન ચિંતક હેનરી થોરોના આ જાણીતા વિચારને શિસ્તની પરીભાષામાં થોડુંક ઢાળીએ તો એમ કહી શકાય કે,  હે ઈશ્વર મને તું પૈસા, પ્રતિષ્ઠા અને પ્રેમ આપે તેના કરતાં ‘શિસ્તનું સૌંદર્ય આપજે’

ધબકાર – ‘પુસ્તકની જેમ બીજી આવૃત્તિનો અવકાશ હોત તો આ જીવનની બધી જ ભૂલો સુધારી લેત’ – જોન ફલેર




http://www.gandhinagarsamachar.com/wp-content/epaper/july2016/05072016-6.pdf

આજના બ્રિલિયન્ટ યુવાનો રૂઢિચુસ્ત ‘એજ્યુકેશન લાઈન્સ’ની પરંપરાને વટ કે સાથ તોડી રહ્યાં છે

આજના બ્રિલિયન્ટ યુવાનો રૂઢિચુસ્તએજ્યુકેશન લાઈન્સ’ની પરંપરાને વટ કે સાથ તોડી રહ્યાં છે
-     પુલક ત્રિવેદી
એપલ કંપનીની સ્થાપના કરીને વિશ્વમાં કોમ્પ્યુટર ક્રાંતિ સર્જનારા સ્ટીવ જોબ્સે એક યાદગાર સૂત્ર આપ્યું, ‘થિન્ક ડિફરન્ટ’. મતલબ કે બીજા કરતાં અલગ રીતે વિચારો. સ્ટીવ જોબ્સનું સૂત્ર સફળતાનો મંત્ર છે. દુનિયા સતત બદલાઈ રહી છે અને તેના કારણે કેરિયર વિશેના વિચારો પણ બદલાઈ રહ્યાં છે. એક સમય હતો કે જ્યારે, ડૉકટર, એન્જિનિયર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવા પ્રોફેશનલ તરીકેની કેરિયર શ્રેષ્ઠ મનાતી. પછી તેમાં એમ.બી.. થઈને કોઈ મોટી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર પસંદ થવું કે આઈટી પ્રોફેશનલ બનીને કોઈ મોટી કંપનીમાં કામ કરવું જેવી કેરિયરનો ઉમેરો થયો. આજના યુવાનો કેરિયર માટેના બધા વિચારોના દાયરામાંથી બહાર નિકળી ગયા છે. કેરિયરના પુષ્કળ વિકલ્પો ઉપલબ્ધ છે. જેની કદાચ દસ વર્ષ પહેલાં કલ્પના પણ ના કરી હોય તેવા ક્ષેત્રમાં ફ્લાઇંગ કેરિયર બનાવી શકાય છે. જે ક્ષેત્ર વિશે કદી વિચાર્યું પણ ના હોય તેવા ક્ષેત્રમાં આગળ વધીને સફળ થઈ શકાય છે.
પ્રાઈમરી સ્કૂલમાં એડમિશન મેળવવા માગતા બાળકને ઈન્ટરવ્યૂમાં પેચીદો સવાલ પૂછવામાં આવે છે કે મોટો થઈ તું શું બનવા માંગે છે? હજુ એબીસીડી કે એકથી દસના આંકડા શું છે તેની પણ જેને ગતાગમ હોય નહીં તેવાં બાળકો તેમના વાલીએ ગોખાવેલ ઉત્તર આપે છે. કોઈ બાળક કહે કે, હુંડૉકટર’ બનીશ તો કોઈ વળી કહે કે, ‘લોયર’, કોઇ વળી કહે ‘એન્જિનિયર’. આપણા વિદ્યાર્થીઓને તેમજ વાલીઓને એક સૂત્રની ખબર હોય છે કે ૧૨મા ધોરણમા ગમે તે ભોગે સારા ટકા લાવીને ડૉકટર કે એન્જિનિયર બનવાનુ. અને જો તેમાં ફાવીએ નહીં તો, ગ્રેજ્યુએટ બની સલામત નોકરી શોધી લેવાની. શરૂમાં કારકુની કરતાં ઉચ્ચ અભ્યાસ કરવો અને બાકી ધીમે ધીમે નાઈન-ટુ-ફાઈવની જોબમાં સેટ થઈ જવું. ડૉકટર કે એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ કે એમબીએ બનાય તો ઉત્તમ, પણ માની લો કે તેમાં સફળ થઈએ નહીં તો ઘણા વિદ્યાર્થીઓને વાલીઓ જાણે વિકાસના તમામ માર્ગો બંધ થઇ ગયા એમ જ વિચારી લે છે.
બ્રિલિયન્ટ ને બાહોશ યુવાનો રૂઢિચુસ્ત શૈક્ષણિકલાઈન્સ’ની પરંપરાને વટ કે સાથ તોડી રહ્યાં છે. મેડિકલમાં એડમિશન મળી શકે તેમ હોવા છતાં ફૂડ પ્રોસેસિંગ કે એડવર્ટાઇઝીંગ જેવી શાખામાં આગળ વધવાનુ તેઓ પસંદ કરે છે. જાણીતો ક્રિકેટ કોમેન્ટ્રેટર હર્ષ ભોગલે અમદાવાદની આઈઆઈએમમાંથી એમબીએ થયો છે પણ તેને ક્રિકેટ કોમેન્ટ્રીમાં રસ-રૂચિ હોઈ તે એક માત્ર એવો સફળ ટીવી કોમેન્ટ્રેટર બની શક્યો છે કે, જે ભૂતપૂર્વ ક્રિકેટર હોવા છતાં એક મેચની કોમેન્ટ્રી આપવાના તેના ખાસ્સા રૂપિયા રળી લે છે. એમબીએ થઇને કોઇ મલ્ટીનેશનલ કંપનીમા સીઇઓની નોકરીના બે-ત્રણ મહિનાના પગાર જેટલી રકમ તે એક વન ડે મેચની કોમેંટ્રીમાંથી મેળવી લેતા હશે.
Ëhuf ÔÞÂõíkLku fwËhíku ftEf Lku ftEf ykðzík, þku¾, Yr[ fu xuBÃkhk{uLx ykÃku÷ku Au. íkuLku þkuÄe fkZðku òuEyu yLku íkuLku yLkwYÃk Lkkufhe fu ÔÞðMkkÞ fhu íkku íku{kt íku ÃkhtÃkhkøkík YrZðkËe íkhefu {¤u÷e yuzr{þLkLke ÷kELk fhíkkt rLkrùík heíku ËeÃke QXþu. yLku íku {kxu {uz÷ {¤u fu Lk {¤u íkuLke Ãkhðk fhðkLke sYh LkÚke. rËÕneLkk sÞuLÿ yLku LkeíkeLku çke.fku{. økúußÞwyuþLk fÞwO Au Ãký íkuykuLku yuf s RåAk níke fu y{urhfLk MxkE÷Lkwt yãíkLk VkMxVqz Ãkk÷oh çkLkkððwt. íkuyku yLÞ þk¾k{kt «ðuþ {u¤ðe þfu íkuðk nkUrþÞkh níkk Aíkkt ÷kuLk ÷E, Lkðe árü W{uhe íkuykuyu Ãkk÷ohLku rðfMkkÔÞwt. yksu íku{ýu yuf Mke.yu., çku yu{.çke.yu. MLkkíkfku íku{s Ãkkt[ økúußÞwyuxkuLku Lkkufhe LkkÏÞk Au. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબુલ પકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ સાહેબના બાળપણનો એક પ્રસંગ યાદ આવે છે. બાળ અબ્દુલ કલામ એક દિવસ સમી સાંજે દરિયા કિનારે ઊભા હતાં. એક રમકડા વાળો રંગબેરંગી રમકડાંનાં વિમાનો હવામાં ઊડાડતો હતો એને બાળ કલામ જોઈ રહ્યાં હતાં. એને જોઈને રમકડાંવાળાએ પૂછ્યું ‘તારે વિમાન ખરીદવું છે? બાળ કલામે એ રમકડાંવાળાને જવાબ આપ્યો ‘ચાચા, મારી પાસે આ વિમાન ખરીદવાના પૈસા નથી પણ હું મોટો થઈને ખૂબ ભણીશ અને આકાશમાં ઉડતા આવાં વિમાનો બનાવીશ.’ દ્રઢતાપૂર્વક બાળ કલામે જોયેલું એ સ્વપ્ન પરિશ્રમ સાથે નિષ્ઠાપૂર્વક તેમણે સાકાર કરી બતાવ્યું. આવી જ એક ઉલ્લેખનીય વાત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનની છે. ખેડૂતપુત્ર એવા લિંકને માત્ર નવ વર્ષની વયે માતાનું છત્ર ગુમાવ્યું. ૧૫-૧૫ કિલોમીટર ચાલીને લિંકન લાઈબ્રેરીમાંથી પુસ્તકો લાવીને વાંચતા. ખૂબ સામાન્ય દેખાવ અને ગરીબ પરીવારમાં જન્મ. દસ-દસ વખત અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં હારનો સામનો કર્યા પછી પણ જે વ્યક્તિ ડગ્યો નહીં અને આખરે અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ બન્યા.
SðLk{kt MkV¤íkk {kxu çku çkkçkíkku ykð~Þf Lknª yrLkðkÞo Au. એક તો  ÞkuøÞ Mk{Þu ÞkuøÞ rLkýoÞ ÷uðku અને બીજુ rLkýoÞ ÷eÄk ÃkAe fkuE Ãký Mktòuøkku{kt íkuLku {¬{íkkÚke ð¤øke hnuðwt. fkhrfËeoLke ÃkMktËøke{kt çkeS yuf ðkík Au fu õÞkhu fkuELkkÚke ytòELku rLkýoÞ Lkk fhðku. su ytòÞ Au íku AuíkhkÞ Au. fkhrfËeo ytøkuLkku rLkýoÞ ytòÞu÷ku Lknª, Ãký {tòÞu÷ku s nkuðku òuEyu. {tòÞu÷ku yux÷u fu çkÄe s çkkswÚke rð[kh fheLku ÷uðkÞu÷ku rLkýoÞ. ykÃkýk SðLkLkk ઇ-મેઇલ આઇડીLkk ELkçkkuûk{kt níkkþk, rLkhkþk fu LkkMkeÃkkMk suðk þçËkuLku õÞkhuÞ MÚkkLk s Lkk nkuðwt òuEyu. ¼q÷Úke Ãký òu SðLkLkk કોમ્પ્યુટર M¢eLk Ãkh ykðk þçËku Ëu¾kE òÞ íkku íkhík s íkuLku rz÷ex fhe Lkk¾ðkLkk. ¼økðkLk ykÃkýLku su Mktòuøkku ykÃku Au íku Mktòuøkku{kt s ykÃkýu ©uષ્ઠ Ãkrhýk{ લાððkLkwt nkuÞ Au.
{nk¼khíkLkk çku «Mktøkku ík{Lku ÞkË nþu s ! «Úk{ «Mktøk yÇÞkMkfk¤ Ëhr{ÞkLkLkku Au. ßÞkhu  økwhw ÿkuý Mkðuo rþ»ÞkuLke ríkhtËkSLke rðãk [fkMkðk ÷ûÞ¼uËLkLke fMkkuxe Þkusu Au. íkuyku ð]ûk Ãkh yuf ÃkûkeLke «ríkf]rík çkLkkðeLku {qfu Au. rþ»Þku íku ÃkûkeLke ykt¾ ®ðÄðkLke nkuÞ Au. økwhw ÷ûÞ MkkÄðk fnu Au, MkkÚku ÃkqAu Au rþ»Þ íkLku þwt Ëu¾kÞ Au ? {kuxk ¼køkLkk rþ»Þku rðr[ºk «rík¼kðku ykÃku Au! fkuE fnu, ð]ûk Ëu¾kÞ Au. fkuE fnu ð]ûkLke zk¤eyku Ëu¾kÞ Au, ð¤e fkuE fnu Ãkûke Ëu¾kÞ Au ! yk çkÄk «íÞw¥khku Mkkt¼¤e yk[kÞo ÿkuý rð[÷eík ÚkE ¢kuÄu ¼hkÞ  Au. Auðxu íkuyku yswoLkLku yknðkLk fhu Au. yuf s «§ ÃkqAðk{kt ykðu Au. þwt Ëu¾kÞ Au? yswoLk yux÷wt çkku÷u Au. ÃkûkeLke ykt¾ ! yk[kÞo «MkLLk ÚkkÞ Au. ykËuþ ykÃku Au, çkeS s ûkýu ÃkûkeLke ykt¾ ®ðÄkE òÞ Au! çkeòu «Mktøk yuf÷ÔÞLkku Au. yuf÷ÔÞ LkkLkÃkýÚke s ÄLkwŠðãk{kt Ãkkhtøkík çkLkðk RåAíkku níkku. Ãkhtíkw íkuLku yk rðãk þe¾ðLkkh fkuE Lknkuíkwt. ykÚke íkuýu økwhw ÿkuýLke «rík{k çkLkkðe íku{Lku økwhw økýeLku ÃkkuíkkLke heíku s Mk¾ík Ãkrh©{ yLku MkkÄLkkÚke ríkhtËkS{kt rLkÃkwýíkk «kó fhe. yk çktLku rfMMkk{kt ÷ûÞktf «kró MkkBÞíkk Ähkðu Au. {kºk ðkíkku fhðkÚke, rçkLksYhe þÂõík ðuzVeLku ÷ûÞktf «kó fhe þfkíkku LkÚke. MkV¤íkk {u¤ððkLkwt ÷ûÞ Lk¬e fhðwt, íku «kó fhðwt yu çktLku yufçkeò MkkÚku ÃkhMÃkh òuzkÞu÷k Au.
જીવન સતત આગે બઢોનો લલકાર છે, પડકાર છે. જીવનમાં કે વિશ્વમાં કશુંય આકસ્મિક અને અચાનક બનતું નથી. આપણાં સમગ્ર દુઃખો માટે અન્ય કોઈ નહિ, આપણે જ સીધા જવાબદાર છીએ. નસીબ અને ભાગ્યના હવાલે સમગ્ર જાતને ગોઠવી દેવાથી મૂળ સત્ય ઢંકાઈ જશે, પણ મરી જતું નથી. સંજોગ એ પણ અકસ્માત નથી, ક્યાંક આપણો જ પુરુષાર્થ ટૂંકો પડ્યાનું એ પરિણામ હોઈ શકે છે. fkuEÃký ÔÞÂõík fu su {n¥ðkfktûke Au, yLku SðLk{kt MkËkÞ yøkúuMkh hnuðk RåAu Au, íku{ýu ÷ûÞ rLkÄkohý økt¼ehíkkÃkqðof fhðwt òuEyu. MkV¤ yuðk ÷kufku s થાય Au fu suyku [ku¬Mk æÞuÞ MkkÚku, ykÞkusLkçkØ, Ãkqýo Äøkþ yLku rðïkMk MkkÚku rLkÄkorhík ÷ûÞ íkhV ykøk¤ ðÄu Au. 



http://www.gandhinagarsamachar.com/wp-content/epaper/june2016/21062016-6.pdf