પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Friday, 2 June 2017

રોદણાં રોવાના હજાર બહાના હોય છે...

રોદણાં રોવાના હજાર બહાના હોય છે...
-પુલક ત્રિવેદી

આગળ વઘવું હોય તો રોદણાં રોવાના છોડવા પડે. મોટા બનવું હોય તો નાની-નાની વાતોમાં સમય વ્યતીત કરવાનું ન પાલવે. માણસ પાસે રોદણા રોવાના હજાર બહાના હોય છે. એક ચોક્કસ ફોર્મેટમાં જ જીવવાનું અને ધાર્યા પ્રમાણે ન બને એટલે પછડાટ અનુભવી માયુસ થઈ જવાની માનસિકતા જ જીવનને નિરસ બનાવી દે છે. ગમગીન બનાવી દે છે.



એક ભાઈ એના મિત્રને કહે કે, ‘મારી પત્ની કોઈ પણ  વાતે મારી સાથે સહમત થતી નથી. કાયમ કોઈને કોઈ વાતે કજીયો કરે છે. એના આવા સ્વભાવથી મારું જીવન એણે બદતર બનાવી દીધું છે. પત્નીની વર્તણૂંકની મુશ્કેલી કરતાં મૂળ તકલીફ રોદણાં રોવાની એમની મનઃસ્થિતિની છે. શું એમના મિત્ર આગળ એમણે વ્યક્ત કરેલી વાત અને રોયેલા રોદણાંથી એમનો મિત્ર પત્નીને બદલી આપશે ? કે પછી પત્નીનો સ્વભાવ બદલાઈ જશે ? શા માટે પોતાની તકલીફને મોટું સ્વરૂપ આપી અન્ય પાસે એની દયામણી રજૂઆત કરીને સિમ્પથીલેવાની મનોવૃત્તિ રાખવી જોઈએ ?



જે  વ્યક્તિથી સમસ્યા થતી હોય કે જેની વર્તણૂંક સામે પ્રશ્ન હોય એ જ વ્યક્તિને ‘ પોઈન્ટ બ્લેન્ક ‘ વાત કેમ ન કરાય ? સમસ્યા એકની સાથે હોય અને સમાધાન અન્ય વ્યક્તિઓ પાસે શોધવા માણસો ફાંફાં મારે છે. પરિણામે પ્રશ્નનો ઉકેલ તો નથી જ આવતો પણ એ વધુને વધુ વકરતો જાય છે. માનસપટ ઉપર એ સમસ્યા વધુ વિકરાળ ભરડો લેતી જાય છે. જે વ્યક્તિ પાસે દુઃખડા રડવામાં આવે એ વ્યક્તિ સામાન્ય રીતે ઠાવકુ મોં રાખીને એક કાને સાંભળીને બીજા કાનેથી તમારી દર્દભરી દાસ્તાન કાઢી  નાખે છે. એને તમારી સમસ્યાના સમાધાનમાં રસ હોતો જ નથી. મનમાં એ તમારા રોદણાથી રાજી થતો હોય છે. બે-પાંચ હજારમાં એકાદ વ્યક્તિ તમારી સમસ્યાનું સમાધાન શોધવા જેન્યુઈન પ્રયાસ કરતો હોય છે.
મારા વ્યવસાયમાં મંદી છે, મારો પુત્ર મને ગાંઠતો નથી, મારી દીકરીને કોઈકની સાથે લફરૂં છે, સમજતી નથી, પત્ની કંકાસ કરે છે, પતિ પાસે મારી માટે ટાઈમ નથી, પપ્પા ચીંગુસ છે, એમના હાથે પૈસા છૂટતા નથી... વગેરે વગેરે ગણવા બેસીએ તો હજારો રોદણાંઓની યાદી લાંબીને લાંબી બનતી જાય. આ બધી સમસ્યાઓનો અંત દુઃખડા વ્યક્ત કરવામાં છે ખરો ! જેની સામે દુઃખડા રડવામાં આવે એ પ્રશ્ન હલ કરી શકશે ખરો ? ઘણા લોકો તો એવા હોય છે કે, સરસ મઝાની હોટલમાં ભોજન માટે નિમંત્રણ આપ્યું હોય, ૧૦૦ વાનગીઓ ભોજનના થાળમાં હોય. સાત-આઠ મીઠાઈઓ, પાંચ-સાત ફરસાણ, જ્યુસ, અથાણાં, પાપડ, શાકભાજી, સલાડ, ફ્રૂટ, આઈસ્ક્રીમ, સુપ વગેરે વગેરે. આટ આટલી વાનગીઓ થાળીમાં હોય અને પૂછો કે, ‘બોસ, ડીશ બરાબર લાગી ને... ભોજન ભાવ્યુને...’ તો મોઢું સહેજ વાંકુ કરી કહે કે, ‘‘આમ તો ઠીક, પણ અંજીરનો હલવો હોત તો ઓર મોજ પડી જાત.’’ આવા વ્યક્તિને શું કહેવું...! ૫૬ ભોગ થાળીમાં હોય અને એક ચકતુ અંજીરના હલવા માટે રોદણાં રોઈ શકે એની આનંદ કરવાની અને આગળ જોવાની તમન્ના જ મરી પરવારી હોય છે.
જીવનમાં સમસ્યાઓ હોય, મુશ્કેલીઓ આવે, તકલિફો તો રહેવાની જ. જો સમસ્યા, મુશ્કેલી, તકલીફ કે પ્રશ્ન નથી તો એવા જીવનનો કોઈ અર્થ નથી. પ્રશ્નો વગરની એકધારી સવલતસભર જિંદગી થોડા સમયમાં જ બોરીંગ લાગવા લાગે. સમસ્યા વગરનું જીવન ત્રાસ આપે. કાળી ડીબાંગ રાત વગર સવારના સુરજના કુમળા તડકાની કોઈ વેલ્યુ જ નથી સમજાતી. સમસ્યાઓમાંથી જ નવી તાકાતનું સર્જન થયું હોય છે. પ્રશ્નોમાંથી જ પરિવર્તન થતુ હોય છે. મુશ્કેલીમાંથી જ આગળ વધવાનો મહામાર્ગ મળતો હોય છે. સમસ્યાઓ તમારી છે. એની સામેની લડાઈ પણ તમારે જ લડવાની છે. યોદ્ધો નીડર હોય. આગળ વધતો હોય. એની આંખોમાં ચમક હોય. એના ચહેરા ઉપર આત્મવિશ્વાસ છલકતો હોય. સમસ્યા સામે ઘુંડણીએ ન પડાય. સામનો કરવો પડે. કોઈ તમને માર્ગ બતાવી શકે પણ ચાલવાનું તો તમારે સ્વયં જ હોય. હજારો પુસ્તકો કે અનેક લેખો તેમના અનુભવો કે વિચારો આપી શકે. એને અમલમાં તો તમારે જ મૂકવા પડે. તમારી લડાઈ કોઈ બીજો કેમ લડે ? તમારે જ સમસ્યા સામે શસ્ત્ર ઉપાડીને વીર-યોદ્ધા બનવું પડે.
આપણી જિંદગી આપણે રોજે રોજ બનાવીએ છીએ. સમસ્યાઓનો હસતા મોંએ શાંત ચિત્તે મુકબલો કરવાની જગ્યાએ રોદણાં રોવામાં સમય બગાડનારો મોટો નથી બની શકતો. બહુ પર્સનલબનવામાં સાર નથી. જેને આજે તમારી સૌથી નજીક સમજો છો અને તમારી દાસ્તાન સંભળાવો છો, એ જ વ્યક્તિ કદાચ કાલે તમારાથી સૌથી દૂર પણ હોઈ શકે છે. ‘હાઈ એનર્જીવાળાઉર્જાવાન લોકો સાથે રહેવું પડે. ઉર્જાવાન લોકો સામે કોઈપણ સમસ્યા રજૂ કરશો તો કહેશે ‘‘ છોડ યાર, આ તો બહુ નાની વાત છે. આના કરતાં પણ પહાડ જેવડી મોટી મુશ્કેલી મારી જિંદગીમાં આવી ત્યારે મે એને આમ ચપટીમાં દૂર કરી હતી. ’’ રોવાવાળાની જમાતમાં સમસ્યાનું સમાધાન તો નથી જ મળતું પણ પ્રશ્ન  ડિપ્રેશન ના લેવલ સુધી પહોંચી જાય છે.
જે વ્યક્તિ રોવાનું છોડીને સમશ્યાનો દ્રઢતાથી મુકાબલો કરતો હોય છે, તે કદાચ આગળ ન વધી શક્યો હોય એવું બને પણ હૃદયથી અને મનથી સંતુષ્ટ અને તરોતાજા જરૂર બનતો હોય છે. જ્યારે તમે કોઈ નિર્ણય નથી લેતા તો તે પણ તમારો એક નિર્ણય જ છે. જીવનના નાના-મોટા વળાંકો ઉપર ઊભા રહી તાકી ન રહેવાય. નિર્ણય લઈ આગળ વધવું પડે. તમારી કોઈ ભુલ માટે બીજાને દોષ ન આપી શકાય. બહાનાબાજી સૌથી મોટી કાયરતા છે. રડવાથી કશું નહીં બદલાય. સમયસર અને ઝડપી નિર્ણય જીવનમાં બદલાવ લાવતો હોય છે. જીવનમાં એક નિર્ણય લઈ લેવો જોઈએ કે, ‘ કોઈની પણ આગળ રોદણાં રોવા નથી. સમસ્યાઓનો હસતા મોંએ સામનો કરી આગળ વધવા હંમેશા તૈયાર રહેનારની જીત થાય.

ધબકાર :
‘મારા જીવનમાં મુશ્કેલીઓ ન આવે...’ એવી ઈશ્વરને પ્રાર્થના કરવા કરતાં, ‘સમસ્યાઓનો મુકાબલો કરવા પ્રભુ મને શક્તિશાળી યોદ્ધો બનાવ’ એવી પ્રાર્થના વધુ કારગત નીવડે છે.
----------------------



એબ્રિવેશનના ઉપયોગમાં આજકાલ યંગ જનરેશનની જોરદાર જમાવટ

એબ્રિવેશનના ઉપયોગમાં આજકાલ યંગ જનરેશનની જોરદાર જમાવટ
                            -         પુલક ત્રિવેદી

 મિતાક્ષર એટલે માપવાળુ લખાણ. એવુ ટુંકું અને સંક્ષિપ્ત લખાણ કે જે ઝડપથી સમજી શકાય. પ્રસ્તાવના સ્વરૂપે પુસ્તકમાં કે ચાવીરૂપ ઉદબોધન  પહેલા કે પછી સંક્ષિપ્તમાં રજૂ થતી વાતને મિતાક્ષરીકહેવાય છે. મિતાક્ષર માટે અંગ્રેજીમાં એબ્રિવેશનશબ્દ ઉપયોગમાં લેવાય છે. કેટલાક અંગ્રેજી શબ્દો ગુજરાતી ભાષામાં એટલા ઘર કરી ગયા હોય છે કે, મૂળ ગુજરાતી શબ્દાર્થ આવે ત્યારે એ ગુજરાતી શબ્દ અંગ્રેજી જેવો પરાયો લાગે. ‘મિતાક્ષરશબ્દ એ કુળનો છે.
મિતાક્ષરોનો ઇતિહાસ લાંબો છે. ગ્રીસ અને રોમમાં શબ્દને ટૂંકાવીને એનો પ્રથમ અક્ષર રજૂ કરવાની બહુ પ્રચલિત, સામાન્ય અને સર્વસ્વીકૃત બાબત છે. રોમન લીપીમાં શબ્દસમૂહના પ્રથમ અક્ષરને લઈને એક શબ્દ બનાવવાની સદીઓથી પ્રથા ચાલી આવે છે. જો કે ક્યારેક એક એબ્રિવેશનના એકથી વધુ અર્થ પણ થતા હોય છે. સદીઓ પૂર્વે ગ્રીસ અને રોમથી અસ્તિત્વમાં આવેલા એબ્રિવેશનના મૂળમાં ત્રણ બાબત હોવાનું  નિષ્ણાતોનું મંતવ્ય છે. સૌથી પહેલા તો એબ્રિવેશન સમય બચાવે છે. ફાસ્ટ લાઈફમાં સમય કોઈની પાસે છે ? ટૂકમાં વાત રજુ કરતા એબ્રિવેશન ત્યારે આશીર્વાદરૂપ લાગે એ સ્વાભાવિક છે. બીજુ એબ્રિવેશન જગાનો બચાવ કરે છે. અને ત્રીજી બાબત શોધકર્તાઓ કહે છે કે, એબ્રિવેશન સુરક્ષા અને સલામતી માટેના સંદેશાઓનું વહન કરવામાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે.



મિતાક્ષરોની દુનિયામાં શોર્ટહેન્ડ લીપીનું સ્થાન પ્રભાવક રહ્યું છે. ‘શોર્ટહેન્ડ લીપીની શરૂઆત અંગે દુનિયાભરના ઇતિહાસકારો ગ્રીક ઈતિહાસકાર ક્ષેનોફોનના સંશોધન સાથે સંમત છે. ક્ષેનોફોન મહાશય એ છે કે, જેમણે સોક્રેટિસના  વિચારોને શોર્ટહેન્ડ લીપીમાં લખીને યાદગાર બનાવ્યા. રોમન રાજાઓએ શોર્ટહેન્ડ લીપીને સૌપ્રથમ સ્વીકૃતિ આપી. જ્હોન વિલીસ મોડર્ન શોર્ટહેન્ડ લીપીના પિતામહ કહેવાય છે. જ્હોન વિલીએ ૧૭મી સદીમાંમોડર્ન શોર્ટહેન્ડ લીપીસંશોધિત કરી. ત્યારબાદ બેન પિટમેન ૧૮૫૨માં આ પરિભાષા અમેરિકામાં લાવ્યા. પછી તો આફ્રિકન્સ, ડચ, ફેન્ચ, જર્મન, હિબ્રુ, હિન્દી, ઈટાલીયન, જેપનીઝ, પર્સીયન, સ્પેનિશ વગેરે ભાષામાં પિટમેનની શોર્ટહેન્ડ લીપીની પદ્ધતિ પ્રચલિત થઈ.
શોર્ટહેન્ડ લીપી અને એબ્રિવેશન કાકા મામાના પોયરા એટલે કે કઝીન જેવો સંબંધ ધરાવે છે. હવે શોર્ટહેન્ડની લીપી ઉપરથી પાછા એબ્રિવેશન ઉપર આવીએ. સેલફોન અને ઇન્ટરનેટના આવિષ્કાર બાદ અને ખાસ કરીને ૧૯૯૦ પછી યંગ જનરેશન દ્વારા લઘુલીપી અને એબ્રિવેશનના ઉપયોગમાં જબરજસ્ત ઉછાળ આવ્યો. એસએમએસ, વોટ્સએપ મેસેજ, ટ્વીટર મેસેજ અને ફેસબુક પોસ્ટમાં લઘુલીપીનો તદ્દન મોડર્ન અંદાજ જોવા મળે છે.
સ્થળ દિશા નિર્દેશ માટે @’ ‘atલખાય છે. તો once માટે 1cએવું લખાય છે. ‘Today માટે 2day તો પછી Forever માટે 4Eલખાય છે. જોવા માટે Seeના બદલે C લખાય તો વળી આનંદ માટે Enjoyને બદલે NJOYલખવામાં આવે છે. ‘Thanks againમાટે TA’, ‘Whatમાટે WT’, ‘Waitમાટે W8’, ‘areમાટે R, your માટે URલખાય છે. ‘Young ladyમાટે YLઅને Young Gentlemen માટે YGલખવામાં આવે છે.
કેટલાક એબ્રિવેશન એવા છે કે એ મુળતઃ શબ્દ છે કે શબ્દસમૂહનો એક મિતાક્ષર છે તે જ ખબર ન પડે. આવા કેટલાક વિશ્વ પ્રસિદ્ધ એબ્રિવેશનના અર્થ મમળાવવાની મોજ પડે એવી વાત છે.
·         ગુગલ ગુરૂ શોર્ટ ફોર્મ છે. GOOGLE – Global Organization Of Oriented Group Language Of Earth.
·         યાહુ પણ એબ્રિવેશન જ છે. YAHOO – Yet Another Hierarchical Officious Oracle.
·         COMPUTER શબ્દ પણ શબ્દ સ્મૂહનો એક શબ્દ એટલે કે એબ્રિવેશન જ છે. Common Oriented Machine Particularly United and used under Technical and Educational Research.
·         આપણે સીમ કાર્ડ, સીમ કાર્ડ કરીએ છીએ એ SIM શબ્દ પણ મિતાક્ષર છે.  Subscriber Identity Module.
·         LED બલ્બ શબ્દનો નાના મોટા સૌ ઉપયોગ કરે છે એ LED એબ્રિવેશન શબ્દનો અર્થ Light emitting diode.
·         News Paper શબ્દ સમુહ છે, એનુ ફુલ ફોર્મ  North East West South Past and Present events report.
·         Date શબ્દ એબ્રિવેશન છે. એનુ ફુલફોર્મ  Day and time Evolution
·         WINDOWનો અર્થ થાય છે, Wide Interactive Network Development for Office work Solution.
·         DVD એટલે Digital Video Disk
·         VIRUS – Vital Information Resources Under Siege.
·         IMEI – International Mobile Equipment Identity.
·         RAM એટલે Random access memory.
·         ROM એટલે Read only memory.
·         USB એટલે Universal serial Bus.
·         WLAN એટલે Wireless Local Area Network.
·         PPI એટલે Pixels Per Inch.
·         LCD એટલે Liquid Crystal Display
·         OS એટલે Operating System
·         HS એટલે HOTSPOT
·         GPS એટલે Global Positioning System
·         DTP એટલે Desk top publishing
·         GSM એટલે Global System for Mobile Communications.
·         Wi-Fi એટલે Wireless Fidelity
·         SIS – Installation source
·         DELL એટલે Digital electronic link library.
·         ACER એટલે Acquisition Collaboration Experimentation Reflection.
·         MPEG એટલે Moving pictures experts group
·         HP એટલે Hewlett Packard.
·         Chess એટલે Chariot, House, Elephant, Soldiers.
·         Cold એટલે Chronic Obstructive Lung, Disease.
·         Joke એટલે Joy of kids Entertainment.
·         Aim એટલે Ambition in  Mind.
·         Eat એટલે Energy and Taste.
·         SIM એટલે Subscriber Identity Module
·         OK એટલે Objection Killed
·         Bye એટલે Be with you Everytime.
બદલાતા જતા ત્રીજા વિશ્વની યંગ જેનરેશન સમય, જગા અને શક્તિનો સદઉપયોગ કરે છે. ભારત દેશના ૬૫ ટકા ઉપરાંત યંગબ્રિગ્રેડમા આ મિતાક્ષરી ભાષા જંગલની આગની જેમ ફેલાતી જાય છે. કેટલાક ભાષા નિષ્ણાતો અને ચોખલીયાતોને ડર છે કે ભાષા કલુષિત થઈ રહી છે. ઉચ્ચારણો અને સંદર્ભો બદલાઈ જાય છે વગેરે  વગેરે... પણ સો વાતની એક વાત... સમય, સ્થળ અને શક્તિનો સમુચિત ઉપયોગ થઈ રહ્યો છે. યુવા વર્ગ દિશા નિર્દેશ કરી રહ્યો છે. એટલું તો ક્લિયર છે કે, એબ્રિવેશનનો ઇતિહાસ ભવ્ય છે, વર્તમાન રોમાંચક લાગે છે અને યસ, ભાવિ નિ:સંદેહપણે ઉજ્જ્વળ છે. જે ભાષામાં સટાકાબંધ સમજ પડે એ ભાષા સાચી. પણ હા, આપણી  માતૃભાષાનુ ગૌરવ જરૂર સચવાય. આપણી ગુજરાતી ભાષા સવાઇ... આવશ્યકતા હોય ત્યાં પરિવર્તન પણ સ્વીકાર્ય. અંગ્રેજી, હિબ્રુ, જાપનીઝ, જર્મની કોઇ પણ ભાષામાથી આવેલા મિતાક્ષરો મંજુર. ‘LOL’... હવે તો સમજી ગયાને કેLOLએટલે શું ? ચાલો કહી જ દઉ... ‘Light Out Loud…જો કે, ‘LOLનો બીજો સંદર્ભ Lots of Loveપણ થાય છે. તમને જે અનુકૂળ પડે એ, અહીં બન્ને વાત ફીટ બેસે છે...

ધબકાર :
જો તમે સંક્ષિપ્તમાં અને સાદગીપૂર્ણ રીતે વાત રજૂ નથી કરી શકતા, તો તમે વાત બરાબર સમજી જ શક્યા નથી.
-----------------------------