નવા નવા સોફ્ટવેર્સ આવ્યા અને દુનિયા
આખી ઝડપી અને જોરદાર બની ગઈ
વીસ-પચીસ વર્ષ પહેલાં દોરડા
વગરના એટલે કે મોબાઈલ ફોન, ૨૪ કલાકની ટીવી ચેનલો કે પછી આકાશવાણી – રેડિયો સિલોન
સિવાય અન્ય રેડિયો વગેરે વાતની કલ્પના પણ સામાન્ય માનવી નહોતો કરતો. પણ આજે હવે ટેકનોલોજીકલ
બુમના જમાનામાં એ વાસ્તવિકતા બની ગઇ છે. ૧૫-૨૦ વર્ષ પછીના કોઈ પરિવારની કાલ્પનિક દ્રષ્ય
આવુ પણ હોઇ શકે છે. પાંચ-સાત વર્ષનો ટેણીયો જો બા
કે દાદાની આંખમાં આંસુ જોશે તો આશ્ચર્યચકિત બનીને ભાઈને કે બહેનને કે મિત્રોને
બુમો પાડીને કહેશે કે, ‘‘ હેઈ લુક, ધેર ઈઝ સમ વોટર
ડ્રોપ ફ્રોમ માય ગ્રાન્ડમધર ઓર ગ્રાન્ડ ફાધર... સમ ડીફેક્ટ ઇઝ ધેર ઇન આઇ
શટર ’’ જી, હા ટેકનોલોજીના વપરાશે
દુનિયાને ઈમોશન અને ફીલીંગ્સની સમજ કદાચ બુઠ્ઠી કરી નાખી હશે કે પછી વધુ સચેત પણ
કરી દીધી હશે... ખેર એ તો સમય જ કહેશે.
એકાદ બે દાયકા પૂર્વે જે
વાતો અસંભવ અને અશક્ય લાગતી હતી એ પૈકીની પાંચ વાતો આજે જીવનના અભિન્ન અંગો બની ગઈ છે. જેમાં સૌથી પહેલો નંબર
મોબાઈલ ફોનનો આવે. ઈ-માર્કેટ સર્વે મુજબ
૨૦૧૬માં વિશ્વમાં ૪.૩૦ બિલીયન લોકો
મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા. જે વિશ્વની ૫૮.૭ ટકા વસ્તી થવા જાય છે. આ આંકડો ૨૦૨૦માં ૪.૭૮ બિલીયન ઉપર પહોંચશે. એવો અંદાજ છે. બીજો કરીશ્મા છેલ્લા બે-એક દાયકામાં એ થયો કે
મોબાઈલ ફોન ઉપર ૨૪ x ૭ ચાલનારા એફએમ રેડિયોનો
લોકો ઉપયોગ કરતા થયા. માણસ ૨૪ કલાક ચાલતી ટેલીવિઝન
ચેનલ્સ જોતો થઈ ગયો છે એ ત્રીજી અજાયબ બાબત છે. ૧૯૯૧ સુધી માત્ર દૂરદર્શન
મુખ્ય ચેનલ હતી આજે ૮૦૦થી વધુ ટીવી ચેનલો છે. ધર્મ, સ્પોર્ટ્સ, ન્યુઝ, મનોરંજન, સંગીત, નૃત્ય, ફૂડ, મુવી વગેરે અનેક વિષયને
લગતી અલગ અલગ ચેનલો આજે ભરપૂર માત્રામાં જોવય છે. તમે બેંકીંગ અવર્સ સિવાય
જે સમયે ઇચ્છો ત્યારે બેન્કમાં નાણા જમા કરાવી શકો અને નાણા બેંકમાંથી ઉપાડી શકે એ
બે-ત્રણ દાયકા પહેલા
કોઈ કલ્પી પણ નહોતું શકતું. ૧૯૮૭માં મુંબઈમાં HFBCનું પહેલું
ATM મુકાતાં બેંકીંગ ક્ષેત્રે એકદમ નવા પ્રકારના યુગનો પ્રારંભ
થયો. આ ચોથી
ર્વોલ્યુશનરી બાબત બની. નેશનલ પેમેન્ટસ
કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)ના જણાવ્યા અનુસાર આજે
ભારતમાં અંદાજે ૧,૦૪,૫૦૦ જેટલા ATM
ઉપર નાણાકીય
વ્યવહાર થાય છે. સેકંડોમાં
સંદેશાની અને ચિત્રોની આપલે આજના યુગનો સૌથી મોટો બદલાવ છે. વોટ્સએપ, એફબી, ઈન્સ્ટાગ્રામ, ટબલર, ઈ-મેઈલ, યુ-ટ્યુબ જેવા સોશ્યલ મીડિયા
દ્વારા વ્યક્તિ આજે હજારો માઈલોના ભૌગોલિક અંતરને અતિક્રમી ગયો છે.
આજે કોમ્પ્યુટર કે
ઈન્ટરનેટ પાંચ મિનિટ પણ અટકે છે તો વ્યક્તિનો જીવ ગુંગળાવા લાગે છે. જેમ શરીરનું સંચાલન આત્મા
કરે છે એમ કોમ્પ્યુટર-મોબાઈલ શરીરનું
સંચાલન સોફ્ટવેર રૂપી આત્માથી થાય છે. અલગ અલગ પ્રકારના સોફ્ટવેરની અલગ અલગ કિંમત હોય
છે. કોમ્પ્યુટરને
સ્માર્ટ વર્કીંગ કરતા કરવા માટે દીવાળી પછીના સમયમાં મોંઘા મોંઘા સોફ્ટવેર
ખરીદવાનો વિચાર કરતા હોવ તો એકવાર ઓનલાઈન ફ્રીમાં મળતા આ પાંચેક સોફ્ટવેર ઉપર નજર
કરી લેવા જેવી ખરી.
·
પ્રોફેશનલ
મ્યુઝિક સ્ટુડિયોમાં જે સોફ્ટવેર ઉપયોગમાં લેવાય અને સાઉન્ડ ઈફેક્ટ મળે એવા અદભુત
અવાજની ફ્રિકવન્સી આપતુ સાઉન્ડેશન સોફ્ટવેર છે. આમાં ૬૦૦ થી વધુ ફ્રી ઓડિયો લુપ્સ છે. એક ફ્રી એકાઉન્ટ દ્વારા ગીતો સેવ કે
પબ્લીશ કરી શકાય છે. આ માટે www.soundation.com વેબસાઈટની મુલાકાત લેવી પડે.
·
pdfની
કેટલીક મર્યાદાઓ હોય છે. આ મર્યાદાઓ www.pdfunlock.com ની મદદથી દૂર કરી શકાય છે. ફાઈલો એક સાથે જોડી શકાય છે. વોટરમાર્કિંગ, કંપ્રેશન, રોટેશન કરી શકાય છે.
·
નવી
ઈમેજ બનાવવી, અપલોડ
કરવી, એક
સાથે ઘણી છબી ખોલવી, વગેરે માટે http://pixir.com/editor સોફ્ટવેર ઉપલબ્ધ છે.
·
www.zoho.com ઓફિસ
વર્કને આસાન બનાવે છે. Ms office, સ્પ્રેડશીટ, પ્રેઝન્ટેશન, ડેટાબેઝ, અને રીપોર્ટસ જેવા કચેરી કામો માટે આ
સોફ્ટવેર ઉપયોગી છે. આ ઉપરાંત મેઇલ, ચેટ, કેલેન્ડર, પ્લાનિંગ વગેરે જેવી સુવિધા સિંગલ
એકાઉન્ટ ઉપરથી આ સોફ્ટવેર આપે છે.
·
એગેવના
ઓનલાઈન ફોટો એડિટર બેસિક ઈમેજ એડજસ્ટમેન્ટ માટે http://photoshop.com/editor ઉપયોગી છે. આ સોફ્ટવેરથી બેસિક એડિટિંગમાં ફોટા
રીસાઈઝ, રોટેડ
વગેરે જેવા કામ આસાનીથી કરી શકાય છે.
પહેલા કોમ્પ્યુટર પછી
ઈન્ટરનેટ પછી મોબાઈલ અને એ પછી મોબાઈલ એપ એટલે કે નવા નવા સોફ્ટવેરથી દુનિયા આખી
ખૂબ ઝડપી અને જોરદાર બની ગઈ છે. બારી ઉપર બેસીને ચકલીનું ચીંચીં કે કોયલનું
કુકુ કે મોરના ટેહુંક ટેહુંક સાંભળવા રૂબરૂ જવાની જરીર નથી. મોબાઈલમાં રીંગટોન કે
કોમ્પ્યુટરમાં વિડીયો કે ઓડિયો ફિલ્મ આનો આનંદ પીરસી દે છે. બદલાતા જતા ત્રીજા
વિશ્વમાં કોમ્પ્યુટર, મોબાઈલ અને
ઈન્ટરનેટ ત્રિદેવની શક્તિઓ આખી દુનિયાને ધમરોળી રહી છે.
ધબકાર :
એક ખૂબ મોટા મગજના એક બીજાથી
જોડાયેલા ચેતા કોષોની જેમ આપણે બધા ઈન્ટરનેટ દ્વારા જોડાઈ ગયા છીએ - સ્ટીફન
હોકિંગ
No comments:
Post a Comment