કેટલીક
દાદુ એપલિકેશન્સથી વિન્ડોઝ ઓએસનો વધુ સ્માર્ટલી ઉપયોગ થઇ શકે છે
- પુલક ત્રિવેદી
આજના આધુનિક યુગમાં મેન, મશીન અને મિશન આ ત્રણનું ગજબનું
કોમ્બિનેશન હોવુ જોઇએ. માત્ર અઢી-ત્રણ દાયકા પહેલાં કોઈપણ કાર્ય માટે જે ગાણિતિક
પ્રક્રિયાઓ માટે કલાકો, દિવસો અને વર્ષો પસાર થતાં તે આજે ઘડીના છઠ્ઠા ભાગમાં
સેકંડો અને મિનિટોમાં પુરું થઈ જાય છે. જેમ જેમ ટેકનોલોજીકલ આવિષ્કારો વધતાં જાય
એમ કામની સરળતા અને સફળતાના ઈક્વેશનો
પલટાતાં ગયા. બીલ ગેટ્સ અને પોલ એલેન
નામના બે તરવરીયા યુવાનોએ ૧૯૭૫માં માઈક્રોસોફ્ટ કંપનીની સ્થાપના કરી.
માઈક્રોસોફ્ટની ટીમે ત્રણ દાયકા પહેલાં ૧૯૮૮માં આઈબીએમના સહયોગથી ‘NTOS/2’ નામથી ઓળખાતી ઓપરેટીંગ
સીસ્ટમ-૨નો આવિષ્કાર કર્યો. ત્યારે બીલના મગજમાં દુનિયાની ઓપરેટીંગ સીસ્ટમમાં આમૂલ
પરિવર્તનનો મજબૂત કોન્સેપ્ટ આકાર લઈ ચૂક્યો હતો. અત્યારે માઈક્રોસોફ્ટ કંપનીના કી
પર્સન એટલે કે ચેરમેન જ્હોન થોમસન અને પ્રેસિડેન્ટપદે બ્રાડ સ્મિથ છે. માઈક્રોસોફોટના
સીઈઓ હિન્દુસ્તાનના ભડવીર સત્ય નડેલા છે.
માઈક્રોસોફ્ટ કંપનીની વાર્ષિક નેટ ઈન્કમ ૧૬.૭૬ બિલિયન ડોલર
છે. કંપનીની કુલ અસ્ક્યામત ૧૯૩.૬૯ બિલિયન ડોલર છે. માઈક્રોસોફોટ કંપનીમાં કુલ ૧,૧૪,૦૦૦
માણસો કામ કરી રહ્યા છે. કંપનીનું કુલ ઈકવિટી ભંડોળ ૭૧.૯૯ બિલિયન ડોલર છે.
માઈક્રોસોફ્ટની સોફ્ટવેર, હાર્ડવેર, કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક અને ડિઝિટલ
ડીસ્ટ્રીબ્યુશનમાં દહાડ છે. માઈક્રોસોફ્ટ કંપનીની કમાણી, કામગીરી, ઉપયોગિતા,
કર્મચારીઓ વિશે ઘણું લખાયું છે. પણ આજે વાત કરવી છે, માઈક્રોસોફ્ટની વિન્ડોઝ
ઓપરેટીંગ સીસ્ટમને વધુ બહેતર કરતી ઉપયોગી એપ્લિકેશન અને સીસ્ટમની.
ઓકટોબર ૨૫, ૨૦૦૧માં માઈક્રોસોફ્ટે વિન્ડોઝ-XP ઓપરેટીંગ સીસ્ટમ દુનિયા
સમક્ષ મુકી. વિન્ડોઝની XP હોમ એડિશન અને
પ્રોફેશનલ એડિશન બન્નેએ જબરું કાઠું કાઢ્યું અને પછી એપ્રિલ-૧૪, ૨૦૦૯માં ટેબલેટ
પીસીમાં પણ એક્ષપી વર્ઝને ધુમ મચાવી. ત્યારબાદ
૨૦૦૭માં વિસ્ટા લોન્ચ થયું. જોકે કોઇ કારણસર વીસ્ટા માર્કેટમાં એટલું સ્થાન ન
જમાવી શક્યું. ત્યાર પછી ૨૦૦૯માં વિન્ડોઝ-૭, અને ૨૦૧૨માં વિન્ડોઝ-૮ અને ૮.૧
માઈક્રોસોફ્ટે લોન્ચ કર્યા. અને છેલ્લે ૨૦૧૪ની ૩૦મી સપ્ટેમ્બરે માઈક્રોસોફ્ટે
વિન્ડોઝ-૧૦ માર્કેટમાં મૂક્યું. ૨૦૧૫માં વિન્ડોઝ-૧૦ને વર્ઝન ૧૫-૧૧થી અપડેટ પણ
કર્યું.
માઈક્રોસોફ્ટના ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝનો આટલો ટૂંકો
ઇતિહાસ સમજવો જરૂરી છે. હવે મહત્વપૂર્ણ વાત એ છે કે, પીસી, લેપટોપ, ટેબલેટ કે પછી
મોબાઈલમાં વિન્ડોઝ ઓપરેટિંગ સીસ્ટમનો આજે જે ઉપયોગ થઈ રહ્યો છે, એને વધારે ઉપયોગી
અને પરિણામલક્ષી બનાવવા માટે શું કરી શકાય ? એમાં કયા નવા વધારાની એપ્લિકેશન કે
પ્રોગ્રામને જોડીને વધુ ઉપયોગી બનાવી શકાય.
‘વર્ડ વેબ’ નામની એક એવી મજેદાર ફેસેલિટી છે કે, જે કોઈપણ
શબ્દના અર્થને સરસ રીતે સમજાવી શકે છે. આ શાનદાર એપ્લિકેશનમાં શબ્દનો અર્થ તો
જાણવા મળે જ છે પણ સાથે સાથે એના સમાનાર્થી શબ્દો પણ આ સોફ્ટવેર એપ્લીકેશન પુરા
પાડે છે. સાહિત્યકારો અને શબ્દથી જોડાયેલા મિત્રો માટે આ યુટિલિટી ખૂબ ઉપકારક
પૂરવાર થાય છે. આનો ઉપયોગ કરવા માટે hptt//www.wordweb.info/free/ ઉપર જઈને આનંદથી શબ્દોના
સાથિયા સજાવી શકાય. પણ એટલુ યાદ રાખવુ જોઇએ કે કોમ્પ્યુટર આખરે તો મશીન છે. માણસની
મર્યાદાઓ હોય તો મશીનની પણ મર્યાદાઓ હોય જ. ક્યારેક અપેક્ષા મુજબના શબ્દો ન પણ
સાંપડે પણ બાય એન્ડ લાર્જ મઝાની એપ્લીકેશન છે.
‘સુમો’ એક એવું અપડેટ મોનીટર છે કે જે પીસીમાં ઈન્સ્ટોલ
કરવામાં આવેલા તમામ પ્રોગ્રામને એની નજર હેઠળ રાખે છે. જ્યારે પણ એ પ્રોગ્રામનું
અપડેશન ઉપલબ્ધ હોય ત્યારે એની જાણકારી આપે છે. જ્યારે પણ પીસી ઓન કરો ત્યારે
સોફટ્વેર અપડેશન માટે વારંવાર જે સૂચનાઓ આવતી હોય છે અને સમય બગડે તથા મગજ પણ
છટકે. આમાંથી આ સોફ્ટવેર દ્વારા મુક્તિ મળે છે. વારંવાર આવતી અપડેશનની સૂચનાઓ કામ
કરતી વખતે ઈરિટેશન પેદા કરતી હોય છે. આ માટે hptt//www.kcsoftwares.com/?sumo ઉપરથી ‘સુમો’ની વિગતો
ઉપલબ્ધ થઈ શકે છે અને અપડેશન ઇન્ડીકેશનના હથોડામાંથી મુક્તિ પ્રાપ્ત થઇ શકે છે.
ઘણીવાર પીસી ઉપર ઈન્સ્ટોલ કરવામાં આવેલા પ્રોગ્રામ જ્યારે
અનઈન્સ્ટોલ કરવામાં આવે ત્યારે તે સંપૂર્ણ રીતે પીસીની જગ્યા ખાલી કરતાં નથી. તેનો
અમુક એરિયા પીસીમાં જગ્યા રોકીને પડ્યો પાથર્યો રહેતો હોય છે. આવા સંજોગોમાં કોઈ
એવી એપ્લિકેશન હોય કે જે ન જોઈતા પ્રોગ્રામને માથાના વાળથી પગના નખ સુધી ઉખાડીને દુર
કરી દે. આવી મજબૂત એપ્લિકેશન સીસ્ટમ કારગત નીવડે તો કામ થાય. ‘ રેવો અનઈન્ટોલર ‘
પેલી અનચાહે બાલોકો મનચાહે તરીકે સે નીકાલો... એડવર્ટાઈઝની જેમ ‘ અનચાહે
પ્રોગ્રામ્સ કો મનચાહે તરીકે સે નીકાલ દેગા...’ રજીસ્ટ્રીમાં કરેલા બદલાવ અને
બનાવાયેલા ફોલ્ડર્સને પણ રેવો અનઈન્ટોલર ઘડીના છઠ્ઠા ભાગમાં સંપૂર્ણ રીતે ઉડાડી દે
છે. hptt//www.revouninstoller.
com/revo_uninstoller_free_download.html ઉપર જઈને આ એપ્લિકેશનનો બિન્દાસ ઉપયોગ કરી
શકાય.
‘ વિસ્ટા સ્વીચર’ ની મદદથી ઓલ્ટર+ટેબનો વિકલ્પ વધુ મજેદાર
અને સરળતાથી થઈ શકે છે. ‘ વિસ્ટા સ્વીચર’ના મલ્ટીટાસ્કીંગ પેન ખોલેલા તમામ
પ્રોગ્રામ્સ અને ફોલ્ડર્સનું સ્માર્ટ લીસ્ટ બનાવી દે છે. જેને પરિણામે એક સાથે
જેટલાં પણ કામ ચાલતા હોય એ તમામની કામગીરી ખૂબ આસાન બની જાય છે. hptt//www.ntwind.com/software/vistawitcher.html
ઉપરથી ‘ વિસ્ટા સ્વીચર
’ એપ ડાઉન લોડ કરી સમયનો સ્માર્ટ ઉપયોગ થઈ શકે છે.
પીસી પર – ડેસ્કસ્ટોપ પર અવ્યવસ્થિત ફાઈલ અને ફોલ્ડરોના
આઈકોન્સને ‘ ફેન્સ ‘ એપ્લિકેશનથી સુવ્યવસ્થિત રીતે રાખીને સ્પેસનો બચાવ કરી શકાય. ‘
ફેન્સ ‘ આઈકોન્સમાં ગ્રુપ બનાવીને વધારે વરચ્યુઅલ સ્ક્રીન સ્પેસ આપવા માટે ઉપયોગી
બની શકે છે. ‘ ફેન્સ ‘ની મદદ લેવા માટે hptt//www.stardock.com/ product/fences/ ઉપર જવાનુ રહે.
‘ ઈરફાનવ્યૂ ‘ એપ્લિકેશન પીસીના ફોટોઝને ખૂબ સરસ રીતે મેનેજ
કરે છે. ફોટોના સ્લાઈડ શો, તસવીરોનું ક્રોપીંગ, રીસાઈઝીંગ વગેરે ‘ ઈરફાનવ્યૂ ‘
એપ્લિકેશન સાથે સરળતાથી અને ઝડપથી થઈ શકે છે. પરિણામે સ્ટોરીઝ સાથે એને અનુરૂપ
તસવીરોની સાઈઝ અને વ્યૂ અનુકૂળતા મુજબ ગોઠવી શકાય છે. hptt//www.irfanview.com/main_download_engl.htm
ઉપર જઈને
ઈનફાનવ્યૂ દ્વારા મજેદાર તસવીરોનો રોમાંચ મેળવી શકાય.
એક સાથે અનેક વિષયો ઉપર જ્યારે કામ કરવાનું હોય ત્યારે જુદી
જુદી ફાઈલો ખોલવાની આવશ્યકતા રહે છે. આ માટે ‘ ફાઈલ ઓપનર ‘ એપ્લિકેશન ઉપયોગી થઈ
પડે. આ સોફ્ટવેર ૮૦થી વધારે પ્રચલિત ફાઈલ ટાઈપ્સને સપોર્ટ કરે છે. ‘ ફાઈલ ઓપનર ‘ની
મદદથી ઓફિસ ફાઈલ, ઈમેજ ફાઈલ, વિડીયો ફાઈલ, પીડીએફ ફાઈલ, કોડ ફાઈલ, વેબ પેજીસ વગેરે
આસાનીથી ખોલી શકાય છે. ફાઈલ ઓપનર માટે hptt//www.free_opener.en.softonic.com/ ઉપરથી વિગતો મેળવી શકાય.
‘ એવરીથીંગ ‘ નામની સુપરચાર્જ સર્ચ યુટિલીટી પીસીના
બેકગ્રાઉન્ડમાં ચાલતી હાર્ડડ્રાઈવ પર ઉપલબ્ધ તમામ ફાઈલનું ઈન્ડેક્ષિંગ તૈયાર કરે
છે. માત્ર ફાઈલનું નામ ટાઈપ કરીએ એટલે ફટાફટ એના રીઝલ્ટ આ એપ્લિકેશન આપવા માંડે
છે. આ એપ્લિકેશનના કારણે સર્ચિંગ પ્રોસેસ ખૂબ આસાન થઈ જતી હોય છે. આનો ઉપયોગ કરવા
માટે hptt//www.voidtools.com/download.htm
ઉપરથી ડાઉનલોડ
કરી શકાય.
ડાઉનલોડ કેપેસીટી જેટલી ઝડપી એટલો કામનો આનંદ વધુ. ‘ ઈગલ
ગેટ ‘ એક એવી એપ્લિકેશન છે કે જે ડાઉનલોડ મેનેજર તરીકે અદભુત ભૂમિકા ભજવે છે. ઈગલ
ગેટ ડાઉનલોડ કરાતી તમામ ફાઈલ્સની સ્પીડ વધારી શકે છે. સામાન્ય રીતે ‘ ઈગલગેડ ‘
બ્રાઉઝર્સની સાથે ઈન્ટિગ્રેટ થઈ જતું હોય છે. પરિણામે ઓનલાઈન ટ્રીમીંગ વિડિયોઝ
ડાઉનલોડ થઈ શકે છે. ઈગલગેટનો ઉપયોગ કરવા માટે hptt//www. eagleget.com/download/ ઉપર જવાનું રહે.
આખો દિવસ સતત કોમ્પ્યુટર પર બેસીને જે મિત્રો કામ કરતાં હોય
છે તેમની આંખોનું તેમણે ધ્યાન રાખવું જોઈએ. ‘ ફ્લ્ક્સ ‘ એક એવી એપ્લિકેશન છે કે જે
થોડા થોડા સમયને અંતરે આંખોની અનુકૂળતા મુજબ સ્ક્રીનનો કલર બદલવાનું કામ કરે છે.
જેને પરિણામે આંખો પર થતી નકારાત્મક અસર અટકે છે. ‘ ફ્લક્સ ‘ની મદદ લેવા માટે વેબ
એડ્રેસ છે, hptt//www.justgetflux.com/.
ધબકાર –
ટેકનોલોજી અને વિજ્ઞાન પ્રકૃતિમાં જ વ્યાપ્ત છે, એ કોઇ બહારથી આવેલો પદાર્થ નથી,
એટલે જ એ પૃથ્વીને વધુ બહેતર બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે.



No comments:
Post a Comment