થોડા
સમય પહેલાં એક સમાચાર આવ્યાં હતાં કે, બ્લ્યુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સની યાદીમાં વિશ્વના સૌથી અમીર ટોપ ટેન
ધનાઢ્ય વ્યક્તિઓમાં વોરેન બફેટને પાછળ રાખી ભારતના મુકેશ અંબાણી આઠમા સ્થાને આવી
ગયા. જો કે બફેટ પાછળ ધકેલાયા એની પાછળ ગત
વર્ષે એમણે કરેલુ ૨.૯
અબજ ડોલરનું દાન એક કારણ છે. વર્ષ ૨૦૦૬થી અત્યાર સુધીમાં બફેટે ૩૭ અબજ ડોલરથી વધુ ધનરાશી ગરીબોના
ઉત્કર્ષ, શિક્ષણ
અને આરોગ્ય સવલતો માટે દાનમાં આપી છે. જગતના સૌથી ધનાઢ્યોની ટોપ ટેનની યાદીમાં સુમાર વોરેન બફેટની જીવન
જીવવાનની અઝીમો શાન અલગ અંદાજની વાત કરવી છે.
અમેરિકાના
નેબ્રાસ્કાના ઓમાહા શહેરમાં ૩૦મી ઓગસ્ટ, ૧૯૩૦ના રોજ એક ઉદ્યોગપતિ રાજકારણી હાવર્ડ
બફેટના ત્યાં વોરેન એડવર્ડ બફેટનો જન્મ થયો. બાળપણમાં દાદાની કરિયાણાની દુકાનમાં કામ કરતા બફેટે ૧૧ વર્ષની ઉંમરે
અખબારો વિતરણ કરતા ફેરીયાનું કામ પણ કર્યું હતું. ફેરીયાનું કામ કરતા મળેલા પૈસા બચાવી એમણે
નાનુ એવુ એક ફાર્મ ખરીદ્યું હતું. જો કે બફેટે એક મુલાકાતમાં કહ્યું હતું કે, ૧૧ વર્ષની ઉંમરે કમાવવાની મારી શરૂઆત
મને મોડી લાગે છે.
અઢળક
સંપત્તિ ધરાવતા બફેટનું નવ દાયકા જેટલુ જીવન અત્યંત સાદુ અને સિધ્ધાંતોના પાયા ઉપર
અડીખમ ઉભુ છે. પૈસાદારો
અને સેલિબ્રિટીઓની જેમ બફેટ ક્યારેય સિક્યોરિટી કે બાઉન્સર લઇને નથી ફરતા. આજે પણ ઓમાહા શહેરમાં ત્રણ બેડરૂમના નાના
મકાનમાં એ રહે છે. એમના
મકાનને કોઇ કંપાઉન્ડ વોલ કે ફેન્સિંગ નથી. આ મકાન એમણે પાંચ દાયકા પહેલાં લીધું હતું. બફેટ તેમના ઘરમાં જરૂરિયાતથી વધુ સામાન
રાખતા જ નથી. જેટલી
બિનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવામાં આવતી હોય તે નાણાનો નિરર્થક બગાડ છે. આ સિધ્ધાંત પ્રત્યેક પરિવારમાં ઉછરતા
બાળકોના ઉજ્જવળ ભવિષ્યના માટે ફળદાયી બીજરોપણ સમાન છે.
જેણે
૧૧ વર્ષની ઉંમરે પૈસા બચાવી રોકાણ કર્યુ છે, એવા વોરેન બફેટે વાતો કરીને નહીં, બચત કરીને યોગ્ય રોકાણ દ્વારા ભવિષ્યને
ઉજ્જવળ બનાવી શકાય એવો હૃદયમાં ઉતરી જાય એ પ્રકારનો સંદેશ એમણે એમની ‘લાઇવ બિહેવીયર’થી યુવાનોને આપ્યો છે. દુનિયાની સૌથી મોટી પ્રાઇવેટ જેટ
કંપનીના માલિક હોવા છતાં પોતાનું પ્રાઇવેટ જેટ ન રાખતા અને સદાય ઓર્ડિનરી બિઝનેસ
ક્લાસમાં ટ્રાવેલ કરતા બફેટ ઔડી, મર્સીડીઝ કે લીમોઝીન કાર નથી રાખતા. એક સાદી કાર રાખે છે અને તે પણ ડ્રાયવર
વગર. બફેટ જ્યાં પણ જાય ત્યાં સેલ્ફ ડ્રાઇવ
કરીને જ જાય છે. બેશુમાર
પૈસા હોવા છતાં સાદગીપૂર્ણ બફેટનું જીવન જોઇને એમને ‘અમેરિકન ગાંધી’ કહેવાનું મન થાય.
પોતાના
લોકોમાં વિશ્વાસ રાખવાથી એ લોકો જબરજસ્ત તાકાતથી કામ કરીને સો ટકા પરિણામ આપતા હોય
છે. બર્કશાયર હાથ-વે નામની પેઢીના નેજા તળે બફેટ ૬૩
જેટલી કંપનીઓ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. વર્ષમાં એકવાર તમામ કંપનીઓના સીઇઓને બફેટ નાનકડા પત્રથી એક ટારગેટ
આપી દે છે. ત્યાર
પછી આખા વર્ષ દરમિયાન ક્યારેય એમના કામમાં કોઇ દખલઅંદાજી કરતા જ નથી. લક્ષ્યાંક આપવાનુ કામ એમનુ અને
લક્ષ્યાંક સિધ્ધ કરવા માટેની પદ્ધતિ અને માર્ગો સુનિશ્ચિત કરવાનું કામ સંબંધિત
કંપનીના સીઇઓનું. વર્ષના
અંતે એક જ મિટિંગ બોલાવી તમામ પાસેથી સોંપેલા કામની બફેટ સમીક્ષા કરે છે. આવી અદભુત કાર્યપ્રણાલી એમણે અખત્યાર
કરી છે. બફેટની સફળતા પાછળ એક મઝાની વાત એ પણ
છે કે, એમણે એમના માણસોને બે નિયમ આપ્યા છે. પહેલો નિયમ કે, શેર હોલ્ડર્સના નાણા ક્યારેય ડૂબવા ન
જોઇએ અને બીજો નિયમ એ કે,
પહેલાં નિયમનો ભંગ ક્યારેય ન થવો જોઇએ.
આજે
તો થોડા ઘણા સફળ થયેલા એન્ટરપ્રેન્ચોર્સ પણ બે – ચાર સેલ ફોન, લેપટોપ અને ટેબલેટ સિવાય જોવા નથી મળતા. જાણીને આશ્ચર્ય થાય કે બફેટ સેલફોન, લેપટોપ કે ટેબલેટ નથી રાખતા. પાર્ટીઓ અને ઝાકમઝોળવાળા મેળાવડાઓમાં એ ક્યારેય નથી જતા. પાર્ટીઓમાં જવા કરતાં ઘરના ડ્રોઇંગ
રૂમમાં પત્ની સાથે બેસીને પોપકોર્ન ખાતા ખાતા ટીવી જોવાનું એમને વધુ પસંદ છે. આ વાત ખુબ નાની લાગે પણ એની પાછળ
પારિવારિક ભવાનાનો મસમોટો મેસેજ છે. કોઇના પ્રભાવમાં અને કોઇની ચાલનું અનુંકરણ કરવા કરતા બીજા જે કહે એ
શાંતિપૂર્વક સાંભળીને પોતાને યોગ્ય લાગે એમ કરતા બફેટનું સંપૂર્ણ જીવન પ્રેરણાદાયી
મીઠા ઝરણાં જેવું છે. ઝગારા
મારતી બફેટની કારકીર્દિમાંથી એક બાબત ઉભરીને એ આવે કે, પૈસા માનવીનુ સર્જન નથી કરતો માનવી
પૈસાનું સર્જન કરે છે.
બિલ
ગેટસ જેવા દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિની બફેટ સાથેની પહેલી મુલાકાતનો કિસ્સો ખુબ
રોચક છે. જ્યારે
બિલની બફેટ સાથે મિટિંગ નક્કી થઇ ત્યારે બિલ એમ વિચારતા હતા કે, બફેટ અને એમની
વિચારધારા અત્યંત જુદી હોવાથી પંદર – વીસ મિનિટમાં મિટિંગ પૂરી થઇ જશે. પરંતુ આ મિટીંગ પૂરા દસ કલાક સુધી ચાલી. પછી તો બિલ ગેટસ બફેટના રીતસર ચાહક અને
ભક્ત બની ગયા. દુનિયામાં
જે લોકો સુખી હોય છે એમની પાસે વિશ્વની ઊંચી બ્રાન્ડેડ ચીજ વસ્તુઓ ક્યારેય નથી
હોતી, એ લોકો પાસે જે છે એની કદર તે લોકો
કરતા હોય છે.
એટલે જ આવા લોકો સુખી અને આનંદીત રહી શકતા હોય છે. સોનુ, ચાંદી, મહેલો અને શાનો શૌકતમાં સુખ સમજતા
નવધનિક યુવાનો માટે બફેટની આસમાની આફતાબ જેવી સિધ્ધાંતનિષ્ઠ શૈલીને જીવનમાં ઉતારવા
જેવી જરૂર છે.
સુખનું
સરનામું ખુલ્લી પાપણ વચ્ચેથી નહીં મળે, વૈચારિક
સ્પષ્ટતા હોય તો મનની બારીએથી સુખનો સાગર હિલોળા લેતો જરૂર દેખાશે.
https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/sep2020/01092020-4.pdf







No comments:
Post a Comment