રજાના દિવસે સવારે એક ભાઇ એના અંગત
મિત્રના ઘરે મળવા ગયા ત્યારે એમનો મિત્ર એના બેડરૂમના વોડરોબ ખોલીને ઉપરના ખાનામાં
પડેલા, નાનપણમાં જે રમકડાંથી એ રમતો હતો તેની સામે
અનિમેષ નયને તાકીને બેસી રહ્યો હતો. મિત્રને આમ જોઈને એમણે પૂછ્યું, ‘યાર, આ શું કરે છે ? કેમ
આમ ગુમસુમ આ તુટેલા ફુટેલા રમકડાંઓ સામે તાકી રહ્યો છે ?’
પેલા મિત્રએ કહ્યું, ‘દોસ્ત, રમકડાંઓ જોઈને મારી જાતને સવાલ પૂછી રહ્યો છું કે, ‘મોટા થવાનો બહુ અભરખો હતો પણ બાળપણમાં કેટલી
મોજ હતી એની યાદ આવે છે. એમ થાય છે કે,
દિવસમાં થોડો સમય કાઢીને મારી માટે તો જીવી લઉં ? આજે
કોઈ એમ નહીં કહે કે, ભાઈ થાકી ગયો હોઈશ થોડો આરામ કરી લે કે તને
ગમતું કોઈ કામ કરી લે.’
જીવન સતત અવિરત ચાલતી પ્રક્રિયા છે. ઘડિયાળને જોઈ ન રહેવાય પરંતુ ઘડીયાળની જેમ સતત ચાલતા રહેવાય. સમય સાથે બદલતુ રહેવાય. સમય સાથે તાલમેલ બેસાડતા રહેવાય. જીવન જીવવાના બે ઉત્તમ રસ્તા છે પહેલો માર્ગ એ છે કે, ગમે છે તે પ્રાપ્ત કરી લો અથવા બીજો માર્ગ એ છે કે, જે પાસે છે એને માણતા શીખી લેવુ જોઇએ. જિંદગીમાં
બદલાવ લાવવા માટે લડવું પડે અને જીવનને આસાન કરવા માત્ર સમજણ કેળવવી પડે. જીવનમાં સમજણને સ્થાન આપીને સુધારવા માટે કેટલીક નાની પણ રાઈના દાણા
જેવી વાતો ગાંઠે બાંધવા જેવી છે.
·
શરીરની
એક ઊર્જા સાયકલ હોય છે. એ મુજબ પ્રતિદિન સવારે ઊઠીને દિવસનું આયોજન
મનોમન ગોઠવવાનો નિયમ બનાવવો જોઇએ.
·
રોજ
એક વાર થોડો સમય એટલે કે ૧૦થી ૧૫ મિનિટ આંખો બંધ કરીને મનને શાંત કરીને બેસવુ જોઇએ
કે આડા પડીને આરામ કરવો જોઇએ. આને ‘પાવર
નેપ’ કહેવાય છે. આમ
કર્યા પછી કામ કરવાની નવી ઊર્જા મળે છે.
·
પ્રતિદિન
સવારે જાગવાનો એક સમય સેટ કરી દેવો જોઈએ. પ્રત્યેક વ્યક્તિમાં એક બોડી ક્લોક હોય
છે. આ બોડી ક્લોકને જાતે જ સેટ કરવાની આવડત
વિકસાવવાથી અનેક ફાયદા પ્રાપ્ત થતાં હોય છે.
·
માનવીના
શરીરમાં ૯૦ ટકા પાણી રહેલું છે એ તો બધા જ જાણે છે. રોજ
બને એટલું વધુ પાણી ચાવી ચાવીને પીવાની આદત પાડવી જોઇએ. પાણી
ચાવીને પીવું એટલે ઘુંટડે ઘુંટડે ધીમે ધીમે ગળે ઉતારવુ જોઈએ.
·
બને
ત્યાં સુધી ‘એનર્જી ડ્રીંક’ પીવાનું
ટાળવું જોઈએ.
·
ધુમ્રપાન
ન કરવું જોઈએ અને જો એ આદત હોય તો મન મક્કમ કરી એ છોડવા પરિણામલક્ષી પ્રયાસ કરવા
જોઈએ.
·
પ્રોટિન
આધારિત સવારનો નાસ્તો શરીરને ઊર્જાવાન બનાવશે. શક્ય
હોય તો પ્રોટીનવાળો બ્રેકફાસ્ટ લેવાનું રાખવું જોઈએ.
·
આઈ
પ્લીઝીંગ એટલે કે આંખને ગમે અને હૃદયમાં ઊતરી જાય એવા રંગના કપડાં પહેરવાથી
હકારાત્મકતા ખીલે છે.
·
ઊઠ્યા
પછી ૨૦થી ૩૦ મિનિટ હળવી કસરત કરવાની આદત પાડવી જોઈએ.
·
યાદ
રહે પુરતી ઉંઘ શરીરને ચેતના આપે છે. ૨૪ કલાકમાં છથી સાત કલાક પ્રગાઢ
નિંદ્રા લેવાનું રાખવું જોઇએ.
·
રોજ
સવારે ડાયરીમાં દિવસ દરમિયાન કરવાના કામો લખીને તે પૈકી ત્રણ મહત્વના કાર્યોને
પ્રાયોરટાઈઝ કરવાની ટેવ પાડવી જોઈએ.
·
માતા-પિતા, પુત્ર-પુત્રી, બહેન-ભાઈ, ઉપરી કે સાથી કર્મચારી વગેરે તમારી આસપાસના સૌ
કોઈ માટેની તમારી જવાબદેહીતાને સર્વોચ્ચ મહત્વ આપવું જોઈએ.
·
બીજા
સાથે તમારી જાતની સરખામણીમાં ક્યારેય ન ઉતરવુ. આ
બહાર નીકળી ન શકાય એવી એક ભયંકર માયાજાળ છે. એનાથી બચવાની આવડત હોવી એ અત્યંત
મહત્વની બાબત છે.
·
નકારાત્મક
વિચારોવાળા વ્યક્તિથી હંમેશા અંતર બનાવી રાખવું જોઈએ. આવા
લોકો એક અસાધ્ય રોગ જેવા હોય છે. પોતે તો આગળ નથી વધી શકતા અને બીજાને
પણ નથી વધવા દેતા.
·
દિવસમાં
થોડો સમય મનને પ્રફુલ્લીત કરે એવું મનપસંદ સંગીત સાંભળવાની આદત પાડવી જોઈએ.
·
સૌથી
અઘરું અને મુશ્કેલ કાર્ય પસંદ કરીને પહેલા એ હાથ ઉપર લેવાની વૃત્તિ રાખવી જોઈએ.
·
પ્રત્યેક
નવા વિચાર અને આઇડિયાની નોંધ ટપકાવવાની આદત પાડવી જોઈએ. બોલેલું
અને વિચારેલું હવામાં ઊડી જાય એ પહેલાં એનું દસ્તાવેજીકરણ પરિણામલક્ષી બનતું હોય
છે.
·
આની
સાથો સાથ ગઈકાલના કાર્યોના અનુભવોની પણ નોંધ રાખવી ફાયદાકારક પુરવાર થશે.
·
ભોજન, બ્રેકફાસ્ટ અને નાસ્તો આ ત્રણ કાર્યો રોજ સમયસર થાય એની કાળજી લેવી
જરૂરી છે.
·
રોજ
તમારા વાંચવાના સમયમાં ૧૦ ટકા સમય નોન ફિકશન અને તાર્કિક બાબતો વાંચવા પાછળ ફાળવવો
જોઈએ.
·
પ્રતિદિન
એક નવો શબ્દ તમારી વોકયુબ્લરીમાં ઉમેરવાનું પેશન હોવું જોઈએ,
પછી એ કોઈપણ ભાષા હોય ગુજરાતી, હિન્દિ, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મની.
આ વિચારો જીવનને વધુ રસમય અને ઊર્ધ્વગામી
બનાવવામાં ઉપયોગી થઈ શકે છે. કહેવાય છે ને કે,
લોકો બ્રાંડેડ કપડા અને જુતા પાછળ પાગલ છે પણ બ્રાંડેડ વિચારોની કોઈ પરવા કરતા નથી. વિચારો બ્રાંડેડ હોવા જોઈએ તો તમારી બ્રાન્ડ ઇમેજ બની શકે. બધાને બધી જ ખબર હોય છે કે, એ નાકામિયાબ કેમ થયા છે પણ નિષ્ફળતા
આવે ત્યારે અજાણ્યા બનીને રડમસ બની જાય છે. એવા વ્યક્તિ ક્યારેય અસફળ નથી હોતા જે
પોતાની જાતને અસફળ માનતા હોય. આવા વ્યક્તિઓ અનેકવાર અસફળ ચોક્કસ થયા
હશે પણ હાર્યા નહીં હોય. વૈચારિક શક્તિથી પોતાની જાત ઉપર ભરોસો કેળવી
શકાય. ભરોસો માંગીને મનમાં ન ભરી શકાય.
ધબકાર : કામિયાબ બનીને ઉમદા વ્યક્તિ નથી બની શકાતું, ઉમદા વ્યક્તિ બનીને કામિયાબ થઇ શકાય છે.
https://cdngs.betanetcdn.com/gnrsmc/epaper/2022/feb/15022022-4.pdf
No comments:
Post a Comment