પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Friday, 5 May 2017

જિવનની ‘ટોપ એન્ડ પ્રાઈમ’ જરૂરિયાતોમાં વોટ્સએપનો દબદબો

જિવનની ટોપ એન્ડ પ્રાઈમજરૂરિયાતોમાં વોટ્સએપનો દબદબો
        -     પુલક ત્રિવેદી

જીવનનો એંગલ ૩૬૦ ડિગ્રીએ બદલાઇ ગયો છે. જિંદગી હવે ‘ઈ-લાઈફ’ બની ગઈ છે. સંબંધો ઈલેક્ટ્રોનિકલી સેવ થતા જાય છે. લાગણીઓ એંડ્રોઇડ અને કોમ્પ્યુટર ઉપર શેરથાય છે. પ્રેમ મોબાઇલ અને પીસીના ડિવાઈસમાં સ્ટોર થતો જાય છે. દિવસે દિવસે વ્યક્તિ જેટલો ઇલેક્ટ્રોનિકલી વધુને વધુ ખુલતો જાય છે એટલા વિશ્વના સિમાડાઓ સંકોચાતા જાય છે. જસ્ટ તમારો ‘એન્ડ્રોઈડ’ ચાલુ થાય અને દુનિયાના તમામ સંબંધો તમારી આંગળીના ટેરવે આવી જાય છે.



વોટ્સએપે લાઈફને ફાસ્ટમ્ ફાસ્ટ બનાવી દીધી છે...! વોટ્સએપ ઉપર કોઈએ દુઃખદ સમાચાર મૂક્યા, જસ્ટ ઈન વન સેકંડ ‘RIP…’મતલબ રેસ્ટ ઇન પીસ કહી સબંધ સાચવી લેવાનો. આનંદના સમાચાર જોયા નથી કે વળતો આનંદનો ઉમળકાસભર થમ્સ અપ...’નો સિંબોલ ઝીકી હાજરી પુરાવી દેવાની. ૨૦૧૬માં ટ્રાઈએ આપેલા છેલ્લા ડેટા મુજબ ભારતમાં ૧૦૩ કરોડ જેટલા મોબાઈલ યુઝર્સ છે. આમા પ્રતિ માસ એકથી દોઢ મિલિયન યુઝર્સનો વધારો થતો જાય છે. આગામી ટૂંક સમયમાં જ ભારતમાં ઈન્ટરનેટના માધ્યમથી -કોમર્સની જોરદાર બોલબાલા રહેવાની છે. પણ આજે વાત કરવી છે ‘વોટ્સેપ’ સબંધોની... એક અબજ ઉપરાંત એન્ડ્રોઈડ યુઝર્સ સાથેના ભારત દેશમાં ૧૬૦ મિલીયન લોકો વોટ્સએપના એક્ટિવ યુઝર્સ છે. એમ કહી શકાય કે વોટ્સએપ વ્યસનીછે. રોજે રોજ એક વ્યક્તિ સરેરાશ ૩૦થી ૪૫ મિનિટ વોટ્સએપ ઉપર હોય છે. સોશિયલ મિડીયામાં વોટ્સએપવિચારોની અભિવ્યક્તિ માટેનું મજબુત માધ્યમ છે.
વૉટ્સએપ મોબાઈલ એપ દ્વારા  વિશ્વના કોઈપણ છેડે બનતી ઘટના ગણતરીની મિનિટોમાં વિશ્વભરમાં વાયરલ થઈ જાય છે. માત્ર આઠ વર્ષ પહેલાં એટલે કે ફેબ્રુઆરી-૨૪ ૨૦૦૯માંયાહુમાંથી છૂટા પડેલા બે કર્મયોગી મિત્રો બ્રાયન એકશન અને જેન કૉઉમે કરેલી આ એપ્લિકેશનની શોધ આજે દુનિયાભરના યુવાનોના દિલની ધડકન બની ગઈ છે. દુનિયા આખીના લોકોમાં ટોપ એન્ડ પ્રાઈમ જરૂરિયાતોમાં વોટ્સએપ એપ્લીકેશને સ્થાન મેળવી લીધું છે. ઉપલબ્ધ આંકડાઓ અનુસાર ઓગષ્ટ-૨૦૧૪માં ૬૦૦ મિલીયન લોકો આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. ૨૦૧૫માં તે વધીને ૭૦૦ મિલીયન લોકો દ્વારા ૩૦ બિલીયન સંદેશા વોટ્સએપ દ્વારા વહેવડાવવામા આવ્યા હતા. પ્રતિવર્ષ ૧૦૦ મિલીયનથી વધુ લોકો ‘વોટ્સએપ વર્લ્ડ’ સાથે જોડાતા જાય છે.



વોટ્સએપની આ જબ્બર સફળતા બાદ જાન્યુઆરી-૨૦૧૫માં આ એપ્લીકેશનના શોધકર્તાઓએ વોટ્સએપવેબની શાનદાર શરૂઆત કરી. વિશ્વ સમસ્તના લોકો માટે એન્ડ્રોઈડ અને પીસીબન્ને ઉપર વોટ્સએપચેટીંગના કમાડ ખુલતા સંદેશાઓની અત્યંત ઝડપી આપ-લે થવા ઉપરાંત વ્યક્તિની ઝડપી અભિવ્યક્તિના ખુલ્લા આકાશમાં વિહરવાની આકાંક્ષાને પાંખ મળી. દરેક વ્યક્તિ એક વિચારક છે અને માનવીય સબંધોના વિજ્ઞાનનો વૈજ્ઞાનિક પણ છે. તેમને મસ્ત મઝાનો ઢાળ વોટ્સએપેપૂરો પાડ્યો છે. પ્રેમ, લાગણી, ક્રોધ, નફરત વગેરેને વહેવડાવવા માટે આ એપ્લિકેશન આંખનું ‘રતન’ અને ટેરવાનું ‘જતન’ બની ગઈ છે.
વોટ્સએપ સ્ટેટસ’ વ્યક્તિની પહેચાન બની ગઈ છે. ગુજરાતી હોવાના નાતે વૈચારિકવિશ્વ ગુજરાતી ભાષામાં વિકસે એવી તમન્ના પણ ગુજરાતી વોટ્સએપીયા મિત્રોને હોય એ સ્વાભાવિક સમજી શકાય એવી બાબત છે. કવિઓ, લેખકો, શિક્ષકો, વેપારીઓ, પોત પોતાના રસના મિત્રોના જૂથ બનાવી વોટ્સએપગ્રુપમાં મોજથી વિહરતા હોય છે. આ લખનાર પણ દસેક એવા મસ્ત મઝાના ગ્રુપના સભ્ય છે અને વૈચારિક આપ-લેની પ્રતિદિન મોજ માણે છે.
વોટ્સએપ સ્ટેટસ એ આજકાલ લાઇકીંગનો સૌથી મોટો વિષય બની ગયો છે. પોતાની વિચારધારા અને સિધ્ધાંતને શબ્દોમાં ઉતારી વોટ્સએપ સ્ટેટસ બનાવવાનો ટ્રેન્ડ છે. ‘વોટ્સએપ સ્ટેટસ’ એટલે વ્યક્તિના મન અને હદયનુ શાબ્દિક પ્રતિબિંબ. દરેક વોટ્સએપ યુઝર એમ જ વિચારે કે મારૂ વોટ્સએપ સ્ટેટસ જરા હટકે અને ટ્રેન્ડી હોવુ જોઇએ... કેમ ખરૂને...! વોટ્સએપ સ્ટેટસ ઈન ગુજરાતી માટે કેટલાક મસ્ત વિચારો આપના માટે સૂચન સ્વરૂપે મૂકવાની ઇચ્છા થઇ આવી છે. એમાં તમારા રસ મુજબ ફેરફાર કરી ચીપકાવો ‘વોટ્સએપ સ્ટેટસમાં’...
·           ભીખમાં મળેલી ખુશી ના જોઈઓ દોસ્ત, હું તો મારા દુઃખોને પણ નવાબોની જેમ પોષુ છું
·           હું પહેલા મારી માનો વહાલો છું પછી તો તમારો જ છું...
·           એક ક્ષણ ગુસ્સામાં ધૈર્ય રાખ્યું તો, દુઃખના ૧૦૦ દિવસ બચી જશે વહાલા
·           નાની છે જિંદગી, દિલ ખોલીને જીવો
·           જે હૃદયથી વાત કરે એને દિમાગથી જવાબ ન આપશો મિત્ર...
·           દુનિયા મારા માટે શું વિચારે એ પણ હું જ વિચારીશ તો દુનિયા શું વિચારશે ?
·           પોતાના માટે નહીં તો પોતાના માટે જીવો યારો
·           છોડ યાર, ન વિચાર દુનિયા શું કહેશે.... લોકો પાસે પોતાની ચિંતાઓ ઓછી છે કે,
તમારો વિચાર કરે દોસ્ત...!
·           બદલી નાખ્યો છે જીવનનો નજરીઓ, હવેથી જે યાદ કરશે એને જ યાદ કરવામાં આવશે.
·           સુતેલા હોય ત્યારે આવતા સપના ક્યાં સાચા પડે છે, સપના તો ખુલી આંખે જોયેલા સાચા પડે
·           જીવન પસાર થતાં સમય નથી લાગતો પણ ક્યારેક સમય બદલાતા આખી જિંદગી નીકળી જાય
·           કોઈને હરાવવા આસાન છે પણ કોઈને જીતવા બહુ મુશ્કેલ છે
·           યાર, જીવનમાં પહેલું કપડું લંગોટ અને છેલ્લું કપડું કફન બન્નેને ખિસુ નથી હોતું
·           જો કોઈ જરૂરત જ ન હોય તો પછી, ‘હર બંદા હોગા ખુદા
·           ભટકેલાને મંઝીલ અવશ્ય મળે જ મળે પણ ઘરમાં બેઠેલા જ ગુમરાહ હોય છે
·           સામે છેને એ જ સાચું વહાલા...
વોટ્સએપ પરિવાર દિન પ્રતિદિન કુદકેને ભુસકે વધતો જાય છે. વિશ્વભરમાં પ્રતિમાસ ૧.૨ બિલિયન લોકો વોટ્સએપ પરિવાર સાથે એક્ટિવલી જોડાઇ જાય છે. કાલે વોટ્સએપથી પણ ઝડપી અને ચોકસાઇવાળી કોઇક બીજી કોમ્યુનિકેશનની પરિભાષા આવશે અને દુનિયા એનો ઉપયોગ કરશે  પણ આજે તો કોમ્યુનિકેશનની પરિભાષાને નવો આયામ બક્ષનાર આ વોટ્સએપને વંદન સાથે આખી દુનિયા ઉપર દિગ્વિજય માટે અભિનંદન...

ધબકાર :
કોઈ ભુખ્યા વ્યક્તિને એક માછલી આપશો તો એક ટંક કે એક દિવસ એનું પેટ ભરાશે પણ માછલી પકડવાની જાળ આપશો તો રોજ પેટ ભરી શકવાનું હુનર શીખશે.

--------------------------