પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Sunday, 24 September 2017

પોતાને ‘ઈન્ટરેસ્ટિંગ’ બનવવા કરતા બીજાની વાતમાં ‘ઈન્ટરેસ્ટેડ’ બનવાથી સબંધો વધુ સુગંધીદાર બનશે

પોતાને ‘ઈન્ટરેસ્ટિંગબનવવા કરતા બીજાની વાતમાં ઈન્ટરેસ્ટેડબનવાથી સબંધો વધુ સુગંધીદાર બનશે
                                                                                      પુલક ત્રિવેદી

પ્રાચીન ગ્રીકનું શહેર સીનિક. આજે આ શહેર તુર્કીના નામે ઓળખાય છે. સીનિકમાં ડાયોજીનીસ નામનો એક ખૂબ મેઘાવી તત્વચિંતક થઈ ગયો. એણે સેંકડો વર્ષ પૂર્વે એક સરસ વાત કહી હતી કે, ઈશ્વરે માણસને બે કાન અને એક જીભ આપી છે કારણ કે, તે સાંભળે વધારે અને બોલે ઓછું. અમેરિકાના ઉદ્યોગપતિ અને જાણીતા મેગેઝીન ફોર્બ્સના પ્રકાશક માલ્કમ સ્ટીવનસન ફોર્બ્સે ડાયોજીનીસની આ વાતને બીઝનેસની રીતે સમર્થન આપતા ટાંક્યું છે કે, વાતચીતની કલાના મૂળમાં સાંભળવાની શક્તિ જ મુખ્ય ભાગ ભજવે છે.



સામાન્ય રીતે બધાને હંમેશા કંઈક કહેવું હોય છે. એક સર્વેક્ષણ મુજબ વિશ્વમાં ૭૧૦૦ ભાષા બોલાય છે તેમાંથી ૩૦૦ જેટલી ભાષા ઇંટરનેટ ઉપર ઉપલબ્ધ છે. દુનિયામા સૌથી વધુ ૧.૨૦ અબજ લોકો ચાઇનીઝ ભાષામાં પોતાની વાત કહેતા હોય છે. લોકો બીજા એમની વાત સાંભળે એવું ઇચ્છતા હોય છે કારણ કે, મોટાભાગે આપણે બધા આપણા વિચારોમાં જ ગુલતાન હોઈએ છીએ. સામાન્ય રીતે આપણા બધાના વિચારો ભવિષ્ય માટે કે પછી ભૂતકાળની ઘટના સંદર્ભે હોય, દુઃખ કે દર્દ સંદર્ભે હોય કે પછી આનંદની ક્ષણો અંગેના હોય, ડરના હોય કે પછી પક્ષપાતના હોય પણ વિચારોથી આપણા બધાનું માઈન્ડ પેકહોય છે.
દિમાગમાં હજારો-લાખો વિચારો અને માન્યતાઓ પહેલેથી એટલી છલોછલ ભરેલી હોય છે કે પછી સાંભળવાની કોઈ જગા જ બચતી નથી. પરિણામે કહેનાર વ્યક્તિની વાત સાચી છે કે ખોટી એ તો દૂરની વાત છે. ચર્ચા અને બહેસ શરૂ થઈ જાય છે. એટલે જ સેવન હેબીટ્સ ઓફ હાઈલી સકસેસફુલ પીપલના લેખક અને ચિંતક સ્ટીફન કોવે કહે છે કે, મોટા ભાગના લોકો સમજવા માટે સાંભળતા નથી પરંતુ ત્વરીત જવાબ આપવાના હેતુથી સાંભળે છે. મહદંશે માણસનું દિમાગ ઓનલાઈનકંઈક કહેવાના મુડમાં જ હોય છે. જ્યારે કોઈ આપણી વાત સાંભળે ત્યારે બહુ ગમે છે. જ્યારે કોઈ આપણી વાત સાંભળે ત્યારે આપણને એ જાણી શકે અને જાણી શકે તો જ સમજી શકે. પણ આ જ ફિલોસોફી જ્યારે કોઈ આપણને કંઈ કહે ત્યારે આપણે એને જાણવા અને સમજવાની જેન્યુઈન કોશિષ કરીએ છીએ ખરા ?



એક મિત્રની કાબિલે તારીફ શ્રવણશક્તિ યાદ આવે છે. એમને મળીએ ત્યારે જે વાત થાય એ છુટા પડ્યા પછી ફરી જ્યારે પણ મળીએ ત્યારે અગાઉની મુલાકાતમા થયેલી બધી વાતો અને સંદર્ભ વગર ચુટી ગયેલી તમાતી વાતનો સંપૂર્ણ રેફરંશ અને અર્થનું યોગ્ય સંકલન એ સાધે. હંમેશા એ મિત્ર દિલ દઈને જ સાંભળે. વકતા સાથે સતત જોડાયેલા રહે. સગા, સંબંધી, મિત્રો કોઈને પણ ધ્યાનપૂર્વક દિલથી સાંભળો અને પછી જુઓ ચમત્કારિક પરિણામ. મુળત: વાત તો ઈન્ટરેસ્ટિંગ અને ઈન્ટરેસ્ટેડ એમ બે ‘આઇ’ની છે. પોતાને ઈન્ટરેસ્ટિંગબનાવવા કરતા બીજાની વાતમાં ઈન્ટરેસ્ટેડબનવાની નિષ્ઠાપૂર્વકની કોશિષ કરવામાં આવે તો વધુ મિત્રો બનશે. લોકો નજીક આવશે. પોતીકાપણું લાગશે. સંબંધો સુવાસથી સુગંધીદાર બનશે. સારુ બોલતા પહેલા સારુ સાંભળવાની જરૂર છે. શ્રવણશક્તિ સંબંધો વધુ મજબૂત બનાવે છે. વિશ્વાસ સંપાદીત થાય છે. હાઉ ટુ મેક પીપલ લાઈક યુ ઈન નાઈન્ટી સેકંડ્સ પુસ્તકમાં નિકોલસ બુથમેને શ્રવણ કલાને સરસ રીતે ઉજાગર કરી છે. બુથમેનનો અભ્યાસ કહે છે કે, વિઝ્યુઅલ, વોકલ અને વર્ડસ એમ કોમ્યુનિકેશનના મુખ્ય ત્રણ ‘વી’ ફેકટર્સ છે. સામાન્ય રીતે ‘વિઝ્યુઅલ’ કોમ્યુનિકેશન ૫૫ ટકા અસર પેદા કરે છે. ‘વોકલ’ કોમ્યુનિકેશન ૩૮ ટકા અસર ઊભી કરે છે જ્યારે ‘વર્ડસ’ કોમ્યુનિકેશન માત્ર ૭ ટકા અસર જન્માવે છે. બુથમેનના મતે કોમ્યુનિકેશનમાં શ્રવણકલા સૌથી પાયાની ભૂમિકામાં હોય છે.
કોઈનુ ન સાંભળવું અને પોતાનું હાંકે રાખવામાં સદ્દામ, ઓસામા, દૂર્યોધન જેવા લોકોની શું સ્થિતિ થઈ તે દુનિયા જાણે છે. શ્રવણ કલાના સદઉપયોગથી અર્જુને પેશન્સથી હૃદયપૂર્વક સાંભળેલી વાત કલ્યાણકારી રીતે ઊગી નીકળી. પરિણામે સદીઓ સુધી અર્જુનની શ્રવણકલાના ઉદાહરણો અપાયા અને અપાતા રહેશે. ઈશ્વરે આપણને દ્રશ્ય ન જોવું હોય તો આંખના શટર રૂપે પાંપણની જોગવાઈ આપી છે. જો ના સાંભળવું હોય તો કાનને બંધ કરવાની કોઈ જોગવાઈ ભગવાને આપી નથી. માણસ સુતો હોય તો આંખ બંધ હોય પણ કાન તો સતત ખુલ્લા જ રહે. ઉંઘતા માણસ પાસે કોઈ ઊભું રહે તો એને ખબર ન પડે પણ એનું નામ બોલે તો તરત એને ઉંઘમાં પણ ખબર પડે. આંખો એક દિશા તરફ જોઈ શકે જ્યારે કાન આગળ પાછળ ચારેય દિશાઓમાંથી સાંભળી શકે. ભગવાન મહાવીર કહે છે કે, દર્શનશાસ્ત્ર ‘એકાંગી’ છે જ્યારે શ્રવણશાસ્ત્ર ‘બહુઅંગી’ છે. મહાવીર સ્વામીએ શ્રવણ શક્તિના આધારે જ ‘અનેકાંતવાદ’ની વિચારધારાને સમજાવી છે. ઑશો માને છે કે, ધ્યાનસ્થ થવાના માર્ગે ‘દ્રષ્ય’ કરતાં ‘શ્રવણ’ દ્વારા વધુ ઝડપથી આગળ ધપી શકાય.



જો આપણને સાંભળતા નથી આવડતુ તો એમા આપણો બિલકુલ વાંક નથી. મજાની વાત એ છે કે,  આપણને ક્યારેય કોઇએ સાંભળતા શીખવાડ્યું જ નથી. યાદ કરો બાળપણમાં બાળકને બોલતા બધા શીખવે છે. મમ્મી, પાપા, કાકા, દાદા, નાના... વગેરે બાળક નવુ નવુ બોલતા શીખે એટલે સૌનો આનંદ ફુલ્યો ન સમાય. પછી શાળામાં જાય ત્યારે શિક્ષક એને વાંચતા અને લખતા શીખવે. બાળકને જીવન પર્યંત ક્યારેય સાંભળવાની કલા શીખવવામાં જ નથી આવતી. જ્યારે એક સર્વેક્ષણ અનુંસાર વસ્તવિકતા એ છે કે, આપણા દૈનિક જીવનના સમયમાં સરેરાશ ૧૦% જેટલો સમય લખવામાં, ૧૫% જેટલો સમય વાંચવામાં, ૨૦% જેટલો સમય બોલવામાં અને ૫૫% જેટલો સમય સાંભળવામાં જાય છે. એટલે બીજા શબ્દોમાં કહીએ તો વિટંબણા એ છે કે, લખવા, બોલવા અને વાંચવા કરતાં સાંભળવા પાછળ આપણે ઘણો વધુ સમય ગાળતા હોવા છતાં શ્રવણશક્તિ ખિલવવાની દિશામાં ક્યારેય સભાનતાપૂર્વકના પ્રયાસ થતાં જ નથી. જીવનની સાચી સુવાસ તો સંબંધોમાં હોય છે. સંબંધો સંવાદથી સજતા હોય છે અને સંવાદ શ્રવણ વિના સંભવ જ નથી. 

ધબકાર :

સાંભળવુ એ બુધ્ધિ કરતાં હદયથી વધારે થતું કાર્ય છે.





No comments:

Post a Comment