જીવનની
ઉર્જા પ્રકાશના માર્ગે સૌથી પહેલી અને પ્રાથમિક વાત એટલે ‘સ્પીરેર-શ્વાસ’
- પુલક ત્રિવેદી
ચિંતક
અને લેખક ટોલેમી કહે છે કે ‘હું મર્ત્ય અને ક્ષણભંગુર છું પણ જ્યારે દીવ્ય સ્વરૂપે
સમજણની પાંખ ફેલાવું છું ત્યારે આસમાનના દેવ (ઝુઅસ) સમક્ષ ઊભો રહી દીવ્ય અમૃતનો
આનંદ લઈ શકું છું’ જ્યારે રિચાર્ડ ડોકીન્સે લખ્યું કે ‘ઈશ્વર સાથેનું વિશ્વ અને
પ્રભુ વગરનું વિશ્વ કરતાં તદ્દન જુદું હશે ભૌતિક વિજ્ઞાન હોય કે જીવ વિજ્ઞાન,
પરંતુ જ્યાં પરમાત્મા હશે તે વિશ્વ સાવ અલગ અને અલૌકિક હશે.’
પ્રારંભમાં
આ બે ચિંતકોના ખ્યાલો પ્રસ્તુત કરવા પાછળનો મુખ્ય આશય તેમણે વ્યક્ત કરેલા વિચારો
વચ્ચેના સમયની અવધિની સમજનો છે. ટોલેમી છેક બીજી સદીમાં એલેક્ષઝાન્ડ્રીયામાં થઈ
ગયા. અને ડોકીન્સ રિચર્ડ આજના યુગના દાદુ થિંકર છે. આટલા લાંબા સમયગાળામાં થઈ
ગયેલાં આ બે વિચારકો, વૈજ્ઞાનિકો અને ચિંતકોના મતે ચિંતકોનો મત પરમાત્મા અને
ઐશ્વર્યની પ્રેરણા વૈજ્ઞાનિક વિચારોના માર્ગેથી જ પ્રાપ્ત થાય છે.
પ્રકાશ
અને શ્વાસ. આ બે તત્વોનું જીવનમાં ગજબનું સ્થાન છે. પ્રકાશ એટલે પરમેશ્વર.
અંધકારનો પણ એક અલગ ઉજાશ હોય છે. આ પૃથ્વીનો જન્મ જ એક જબરજસ્ત પ્રકાશપુંજથી થયો.
એક તેજ લીસોટો પ્રકાશપુંજથી થયો. એક તેજ લીસોટો. એક ઝબકાર... ‘ધડામ... બીગ બેંગ’ના
આશરે નવેક અબજ વર્ષ પછી સૂર્યમંડળ બન્યું. એવું કહેવાય છે કે, હાઈડ્રોજન અને
અલ્પાંશ તત્વોનું બનેલું એક આણવિક વાદળનું ટુટવાનું શરૂં થયું હશે. અને તેના
મધ્યમાં એક જબરજસ્ત મોટો ગોળો બન્યો હશે. અને પછી તે સૂર્ય તરીકે ઓળખાયો. આ ગોળાની
આસપાસ ચોપાસ ફરતે એક રકાબી રચાતી ગઈ. એકમેકના સંયોજન દ્વારા તેમાંથી નાના નાના
પદાર્થો અસ્તિત્વમાં આવ્યા. અને ક્રમે તે ગ્રહો તરીકે ઓળખાયા. આ આખી વાત વધુ
આસાનીથી ત્યારે ખબર પડી કે, જ્યારે ચારસો વર્ષ પહેલાં ગેલેલીયોએ પ્રથમ ટેલીસ્કોપની
શોધ કરી. સૌર મંડળ, આકાશ ગંગા, તારાઓના સમુહ અને અનેક ગેલેક્ષીઓ આપણી આંખો સામે
લાવી દીધી.
આ
આખી વાતના મુળમાં છે ‘પ્રકાશ’. એક મોટો ‘ધડાકો – બીગબેંગ’. પ્રકાશના તેજ પુંજમાંથી
પ્રગટી સૃષ્ટિ. સૃષ્ટિનો જનક પ્રકાશ-અને પ્રકાશ એટલે જ પરમાત્મા. એ વાત પણ એટલી જ
સત્ય છે કે, જેનો આરંભ છે એનો અંત છે. આલ્બર્ટ આઈનસ્ટાઈનનો સિદ્ધાંત કહે છે કે, આ
જગત એક સાશ્વત લોલકને અનુસરે છે. હંમેશા એની શરૂઆત એક ‘બીગબેંગ’થી થાય છે. અને
તેનો અંત ‘બીગક્રંચ’થી થાય છે. એટલે કે, આ વિશ્વ જ્યાં સુધી વિસ્તરવાનું ચાલુ
રહેશે, જ્યાં સુધી પદાર્થોનું ગુરુત્વાર્ષણ તેને અંદરની તરફ ખેંચીને તેનું
મહાસંકોચન (બીગક્રંચ) સર્જે. જો કે આ ‘બીગક્રંચ’ ક્યારે, કેવી રીતે અને કયા
સંજોગોમાં થશે તેને અનુમાનિત કરવું શક્ય નથી.
આઘ્યાત્મિકતા
અને ઐશ્વર્યની અભિપ્સા માટે આપણે જે પ્રચલિત શબ્દનો પ્રયોગ કરીએ છીએ. એ શબ્દ
‘સ્પિરીટ’. આ સ્પિરીટ શબ્દનું મૂળ લેટિન શબ્દ ‘સ્પીરેર’ છે. ‘સ્પીરેર’ એટલે ‘શ્વાસ
લેવો’. જીવનની ઉર્જા પ્રકાશના માર્ગે સૌથી પહેલી અને પ્રાથમિક વાત એટલે
‘સ્પીરેર-શ્વાસ’. શ્વાસ એટલે હવા અને હવા
અંતે તો એક પદાર્થ જ. હવે જરા ‘સ્પીરેર શબ્દ ઉપરથી બનેલા ‘સ્પીરીટ’ શબ્દને તપાસીએ.
દેખાય છે તેમાં કોઈ આધ્યાત્મિક કનેકશન ? જી હા, બીલકુલ. આપણા જીવનનાં બે સૌંદર્યતમ
પાસાં એક પ્રકાશ અને બીજો શ્વાસ. બનેનું
જીવ અને શિવ સાથેનું આદિ અનાદિ કાળથી કનેકશન. વિદ્વાનો અને ચિંતકોએ વૈજ્ઞાનિક
દ્રષ્ટિકોણ સાથે આ સત્યની સનાતન સ્વરૂપ સમજ આપી છે.
http://www.gandhinagarsamachar.com/wp-content/epaper/june2016/14062016-6.pdf

No comments:
Post a Comment